“મારી લાગણીઓ તારા શરીર માટે નથી!”- ખુબ લાગણીસભર વાર્તા… વાંચો અને શેર કરો….

“મારી લાગણીઓ તારા શરીર માટે નથી!”

રવિવારનો સમય હતો અને પી.જી.માં શાંતિ હતી ! કેટલાક છોકરાઓ હજુ ઉઠ્યા નહોતા અને કેટલાક ફરવા નીકળી પડ્યા હતા ! હું બાલ્કની માંથી દિલ્હીને દિલથી નિહાળતો હતો અને કોઇકવાર દિલ્હી પણ મારા લખનઉ જેવું જ લાગતું ! મારા માટે દિલ્હી અજાણ્યું હતું, હું દિલ્હીમાં પત્રકારત્વ ભણવા આવ્યો હતો. મારે પત્રકાર નહોતું બનવું પણ મારે કંઈક લખવું હતું એટલે જ હું આ ક્ષેત્રમાં હતો ! સવારે મારા પી.જી.ના બહાર મેં સમોસા ખાધા અને પાછો રૂમમાં આવીને ઊંઘી ગયો, કેમ કે આખી રાત હું જાગતો જ હતો. સાંજે મેં અને મારા મિત્રોએ દિલ્હીમાં ફરવા જવાનું નક્કી કર્યું અને સાંજે પાંચ કલાકે હું મિત્રોની સાથે ફરવા નીકળ્યો.

દિલ્હીની શેરીઓમાં મારું મન જાણે શાંત થઈ ગયું હતું, પણ મારું દિલ તો અશાંત જ હતું ! દિલ્હીમાં હું મારા મિત્રો સાથે ફર્યો અને દિલ્હીની સાંજ અને રાત નિહાળતા નિહાળવા હું બસ ગુમ થઈ ગયો ! સવાર પડી અને મારી કૉલેજનો પ્રથમ દિવસ પણ હતો. હું કૉલેજ પહોંચ્યો અને પ્રથમ દિવસ ખૂબ જ સારો રહ્યો ! દિલ્હીમાં પત્રકારત્વ એટલે ખૂબ જ સમજદાર વ્યક્તિ માટે જ હોય એવું લાગતું હતું. કૉલેજમાં બધા જ સ્ટુડન્ટ સિરિયસ થઈને અને મન લગાવીને ધ્યાન આપતાં હતાં ! મને આવી કોઈ આદત નહોતી એટલે થોડો હું મુંજાતો હતો.

હું બપોરે પી.જીમાં આવ્યો અને મારા મિત્રો સ્પામાં જવાની વાત કરતાં હતાં ! મને સ્પા વિશે કંઇ જાણકારી નહોતી એટલે મેં મારા ફ્રેન્ડ્સને પૂછ્યું, યાર સ્પામાં શું હોય ? ત્યારે એક મિત્રએ જવાબ આપ્યો કે ત્યાં શરીરનું મસાજ કરે અને મજા કરાવે ! હું મારા મિત્રો સાથે સ્પામાં ગયો અને ત્યાં મને પૂછવામાં આવ્યું, તમારે ફૂલ બોડી મસાજ લેવી છે કે ઓન્લી બેક મસાજ ? મેં કહ્યું ઓન્લી બેક મસાજ ! મને અંદરના એક રૂમમાં લઈ ગયા અને ત્યાં એક છોકરી ઉભી હતી ! એ છોકરીએ કહ્યું, ગુડ ઇવનિંગ સર ! મેં પણ કહ્યું, ગુડ ઇવનિંગ ! એમણે મને મારી ટી – શર્ટ કાઢીને ઊંધા સુઈ જવા કહ્યું ! મેં એ છોકરીને કહ્યું, સોરી મેમ હું આપની સામે મારી ટી-શર્ટ ના કાઢી શકું !

એ છોકરી હસવા લાગી અને થોડી વાર પછી બોલી, અહીં કેટલાય છોકરાઓ આવે અને તરત જ કપડાં ઉતારવાનું શરું કરી નાંખે અને તમે એમ કહો છો કે મને શરમ આવે ! મેં કહ્યું, હા શરમ તો આવે જ ને ! હું આટલું બોલ્યો અને એ રડવા લાગી ! હું વિચારમાં પડી ગયો કે હવે આને શું થયું ? એ ડરતાં ડરતાં બોલી, તમને મારું શરીર પસંદ નથી ? મેં કહ્યું, ના એવું નથી, પણ મને હવસ કે પારકા શરીરની કોઇ ભૂખ નથી ! એ બેડ પર બેસી ગઈ અને બોલી, અહીં તો છોકરાઓ મારી સાથે સેક્સ કરવા જ આવે છે ! હું બોલ્યો હા, મને ખબર છે, પણ મને ઓન્લી મસાજ જ જોઈએ ! હું એની બાજુમાં બેઠો અને બોલ્યો, તું શા માટે અહીં નોકરી કરે છે ? એ બોલી, મારી મજબૂરી છે ! એ રડતી હતી અને હું ચૂપ ચાપ બેઠો હતો !

હું બોલ્યો, તું ક્યારે ફ્રી હોઈશ ? એ બોલી, કાલે રવિવાર છે તો ફ્રી જ છું ! મેં કહ્યું, કાલે હું તને ફોન કરીશ હો, લે આ મારો નંબર અને તું આવીશ ને ? મેં એના બંને હાથ પકડીને કહ્યું, પ્લીઝ ! એણે સ્મિત આપ્યું અને બોલી, હા અને પછી રડવા લાગી ! મેં કહ્યું, કાલે મળીએ અને હું ત્યાંથી પાછો પી.જી પર આવી ગયો ! પી.જી. પર છોકરાઓ સ્પાના સેક્સની વાતો કરતાં હતાં ! સ્પામાં જે છોકરીથી હું મળ્યો હતો એની વેદના જોઇને હું થોડો ડિસ્ટર્બ થઈ ગયો હતો. સવારે હું આઠ વાગ્યે તૈયાર થઈ ગયો, મને આખી રાત ઊંઘ નહોતી આવી ! મેં સવારે નવ વાગ્યે સ્પાની છોકરીને ફૉન કર્યો અને કહ્યું, હેલો…હાય.. હું નીરવ બોલું છું, કાલે જે સ્પામાં આવ્યો હતો ને એ ! છોકરી બોલી, હા નીરવ ગુડ મોર્નિંગ ! હું બોલ્યો, ગુડ મોર્નિંગ, આજે ક્યારે મળીએ ? એ બોલી, બપોર પછી મળીએ ચાર વાગ્યે ? મેં કહ્યું, ઓકે ડન અને તમારું નામ શું છે ? કોન્ટેક્ટ સેવ કરવો છે ! એ બોલી, મળીએ એટલે કહું ! બાય.

ચાર વાગ્યે હું મારા મિત્રનું બાઈક લઇને સ્પાની બહાર ઉભો રહ્યો અને એ સાડીમાં આવી ! એ સાડીમાં ખૂબ જ સુંદર લાગતી હતી. એ કંઈ બોલ્યા વગર જ બાઈક પર બેસી ગઈ ! હું એ છોકરીને લઈને કૅફેમાં ગયો અને ત્યાં ખૂણામાં એક ખાલી ટેબલ હતું, ત્યાં અમે બેઠા. મેં કૉફી ઓર્ડર કરી અને મેં પૂછ્યું, તમારું નામ શું છે ? એ સ્મિત સાથે બોલી, રક્ષા ! મેં પણ સ્મિત આપ્યું અને બોલ્યો, ખૂબ જ સુંદર નામ છે, આજથી હું તમારી રક્ષા કરીશ ! એ બોલી, મને તું કહીને બોલાવી શકે છે. હું થોડો રોકાયો અને પછી બોલ્યો, ઓકે રક્ષા ? એ હસીને બોલી, યસ ઓકે ! મેં અને રક્ષાએ ઘણી વાતો કરી, એ મારી સાથે ખૂબ જ ખુશ લાગતી હતી. એ જ્યારે હસતી હતી ત્યારે હું બોલ્યો, રક્ષા પ્લીઝ તું સ્પાની જોબ છોડી દે અને કંઇક સારી જોબ કર ને ? એ ચૂપ થઈ ગઈ અને થોડીવાર પછી ધીમેથી બોલી, નીરવ મેં પહેલા પણ કહ્યું હતું કે હું આ જોબ માટે મજબૂર છું, હું આ જોબ મારી મરજીથી નથી કરતી ! મેં કહ્યું, એક કામ કર અત્યારે જ તું આ જોબ છોડી દે અને ત્યાં સુધી હું તારી માટે કંઈક સારી જોબ ચેક કરું ! એ ખુશ થઈ ગઈ પણ નિરાશ પણ હતી, કારણ કે એની પાસે કમાણીનો જે સ્ત્રોત હતો એજ છીનવાઈ ગયો ! હું રક્ષાને સ્પા સુધી મૂકી ગયો અને હું પી.જી. પર ગયો .

પી.જી પર હું ફક્ત રક્ષા વિશે જ વિચારતો હતો અને એજ સમયે રક્ષાનો ફોન આવ્યો અને એ બોલી, નીરવ મેં જોબ છોડી દીધી ! હું ખૂબ જ ખુશ થઇને બોલ્યો, ખૂબ જ સરસ રક્ષા ! એ બોલી, નીરવ હવે હું શું કરીશ ? હું બોલ્યો, ચિંતા ન કર ને ! કાલે સવારે આપણે મળીએ, ઓકે ? એણે હકારમાં જવાબ આપ્યો.

હું વહેલી સવારે સ્પાની બહાર ઉભો રહ્યો અને રક્ષા પોતાનું બેગ પેક કરીને આવી ! એ મારા બાઈક પર બેઠી અને હું રક્ષાને એક ગર્લ્સ પી.જી.માં લઇ ગયો અને ત્યાં મેં રક્ષાનું નામ નોંધાવ્યું અને જ્યારે હું પી.જી.ની ફી આપવા જતો હતો ત્યારે રક્ષાએ મને રોકીને પૈસા આપ્યા અને બોલી, મારી પાસે પૈસા છે નીરવ ! હું કંઈ ન બોલ્યો અને રક્ષા બેગ લઇને પી.જી.માં ગઈ ! હવે રક્ષા માટે સારી જોબ શોધવી એ એક ચલેન્જ લેવા બરાબર હતું !

‎હું કૉલેજ જવા નીકળ્યો અને કૉલેજમાં મારા એક મિત્રએ મને કહ્યું કે એક ઑફિસગર્લની રિક્રુરમેન્ટ બહાર પડી છે. મેં પૂછ્યું, કઇ કંપનીમાં અને શું સેલેરી છે ? એ બોલ્યો, અજય ફાર્મા નામની કંપની છે અને વીસેક હજાર જેટલી સેલેરી તો આપશે જ એ લોકો ! હું ખુશ થઈ ગયો અને ફટાફટ પી.જી.માં આવ્યો અને રક્ષાને મળવા માટે એના પી.જી.માં ગયો અને મેં આ વાત કરી ! ત્યારે રક્ષા બોલી, અજય મારે ઑફિસમાં કામ કરવું છે, કોઇની સેવા નથી કરવી ! મેં થોડું વિચાર્યું અને રક્ષાની વાત પણ સાચી જ હતી. મેં રક્ષાને પૂછ્યું, રક્ષા તારે એકાઉન્ટ મેનેજર બનવું છે ? એ બોલી હા, મારે આવી જ કોઇક સારી જોબ જુએ છે. મેં રક્ષાને કહ્યું, એક કામ કર, સાંજે ચાર વાગ્યે આપણે લાઈબ્રેરીમાં મળીએ અને હું ત્યાં સુધી એકાઉન્ટ મેનેજરની પરીક્ષા માટેનો સિલેબસ લઈને આવું અને આજથી જ તૈયારીઓ શરું કરીએ !

રક્ષા ખૂબ જ ખુશ થઈ ગઈ હતી અને અમે બંને સાંજે ચાર વાગ્યે ત્યાંની એક લાઈબ્રેરીમાં મળ્યાં અને હું રક્ષાની બાજુમાં બેઠો ! રક્ષા સિલેબસ ચેક કરતી હતી અને એ બોલી, નીરવ હું આટલા ઓછા સમયમાં એકાઉન્ટ મેનેજરની પરીક્ષા આપવા માટે સક્ષમ બની જઈશ ? મેં થોડું વિચાર્યું અને બોલ્યો, મારા પર વિશ્વાસ છે ને ? એ બોલી, હા પૂરેપૂરો ! મેં કહ્યું, આ તારો સિલેબસ છે, અને આ બુક્સ છે, હવે આજથી બરાબર એક અઠવાડિયા બાદ તારી પરીક્ષા છે ! એ ઉત્સાહિત હતી અને હું પણ તૈયાર હતો ! હું અને રક્ષા દરરોજ લાઈબ્રેરીમાં મળતાં અને વાતો સાથે હું રક્ષાને બધુ શીખવતો ! આમ એક અઠવાડિયા જેટલો સમય પૂરો થઈ ચૂક્યો હતો. આવતીકાલે રક્ષાની પરીક્ષા હતી અને રક્ષા થોડી નર્વસ હતી. હું સવારે વહેલો પાંચ વાગ્યે ઉઠ્યો અને તૈયાર થઈને સાત વાગ્યે રક્ષાના પી.જી. પર પહોંચ્યો. રક્ષાને બાઈક પર બેસાડીને હું એને પરીક્ષાના સ્થળે લઇ ગયો ! રક્ષા અંદર પરીક્ષા અને ઇન્ટરવ્યૂ આપતી હતી અને હું બહાર રક્ષા માટે પ્રાર્થના કરતો હતો.

રક્ષા ખુશ થઈને બહાર આવી અને મેં પૂછ્યું, રક્ષા કેવું રહ્યું પેપર ? એ બોલી, બહુ જ મસ્ત, મજા આવી ગઈ ! હું પણ ખુશ હતો. મેં રક્ષાને કહ્યું, રક્ષા ચાલ આપણે કંઈક નાસ્તો કરી લઈએ અને ત્યાં સુધી તારું રિઝલ્ટ પણ આવી જશે ! મેં અને રક્ષાએ ચા નાસ્તો કર્યો અને પાછા કંપનીની ઑફિસે આવ્યા. રક્ષાને અંદર બોલાવવામાં આવી અને પાંચ મિનિટ પછી રક્ષા બહાર આવી અને હું ઉભો થયો અને પૂછ્યું, શું થયું રક્ષા ? રક્ષા રડવા લાગી ! હું બોલ્યો, રક્ષા પ્લીઝ રડ નહિ ! આપણે આવી કેટલીય પરીક્ષા આપીશું, તું એકમાં તો સિલેક્ટ થઈ જ જઈશ ! એણે રડતાં રડતાં મને બાથ ભરી અને બોલી, નીરવ હું સિલેક્ટ થઈ ગઈ છું ! થેંક્યું સો મચ ! ત્યારે હું બોલ્યો, આજે મેં મારી રક્ષાની સુરક્ષા પુરી કરી !

લેખક : પ્રદિપ પ્રજાપતિ

ખુબ સુંદર વાર્તા, શેર કરો અને લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી