“કહાણી એ રાતની !” વાંચો પ્રદિપ પ્રજાપતિ લિખિત અદ્દભુત ભૂત કથા !

“મારો હાથ પકડ્યો અને એ છોકરીને મેં પૂછ્યું, “બેટા તું ક્યાંથી આવી ?”
‎કેમ કે હું જે રસ્તેથી જતો હતો એ રસ્તો સુમસામ હતો અને સમય પણ રાતનો હતો ! એ છોકરીની ઉંમર દસથી બાર વર્ષ હશે ! હું થોડો આશ્ચર્યમાં મુકાઇ ગયો હતો.

એ છોકરી બોલી, “અંકલ મારી સાથે રમવા ચાલો ને..!”
‎મેં કહ્યું, “રમવા અને અત્યારે ? બેટા તારા મમ્મી ક્યાં છે ?”
‎મેં ફક્ત આટલું પૂછ્યું અને એ છોકરી રડતી રડતી દોડીને ક્યાંક ચાલી ગઈ !

હું ઘરે પહોંચ્યો અને ફ્રેશ થયો, હું ટુવાલથી માથું લૂછતો હતો અને અચાનક કોઇકે પાછળથી મારી આંખ પર હાથ રાખ્યા !
‎હું ડરી ગયો અને કોણ છે ? કોણ ? એમ બુમો પાડવા લાગ્યો અને ત્યારે હાથ દૂર થયા અને એક અવાજ આવ્યો, “હું છું પ્રતીક !”
‎મેં ઊંડો શ્વાસ લીધો, કેમ કે એ હાથ મારી પત્ની અંજલિના હતાં !

અંજલિ બોલી, “પ્રતીક શું થયું ? હું આવા મજાક તો દરરોજ કરું છું, અને તું આજે કેમ ડરી ગયો ?”
મેં અંજલિને એ નાની છોકરી વિશે વાત કરી અને ત્યારે અંજલિ બોલી,
“પણ પ્રતીક આટલી મોડી રાત્રે એ નાની છોકરી કોણ હશે ?”
હું બોલ્યો, “અંજલિ આ જ સવાલ મારા મનમાં ક્યારનો ફરે છે !”
અંજલિ બોલી, “ડિયર આ તારો ભ્રમ હશે !”

મેં કહ્યું, “ના….આ કોઈ ભ્રમ નથી”
અંજલિ એ કહ્યું, “તો ચાલ પ્રતિક અત્યારે જ એ સ્થળે જઇએ અને તપાસ કરીએ કે એ છોકરી ત્યાં છે કે નહીં ?”
મેં અંજલિને ના પાડી કારણ કે મોડી રાત થઈ ગઈ હતી !
હું અને અંજલિ સુવા માટે બેડરૂમમાં ગયા અને રાત્રે મને ઊંઘ નહોતી આવતી !
અંજલિએ મને બાથ ભરી અને બોલી, “પ્રતીક પ્લીઝ હવે તો શાંત થા !”

મને મોડી રાત્રે ઊંઘ આવી અને સવારે હું ઉઠ્યો અને તૈયાર થયો ! અંજલિ બોલી, “પ્રતીક, આજે મારે ઓવર ટાઈમ છે, તો થોડું લેટ થઈ જશે”
હું બોલ્યો, “કેટલા વાગશે ?”
અંજલિ એ જવાબ આપતાં કહ્યું, ‘નવ કે સાડા નવ થશે !” મેં કહ્યું, “તો અંજલિ આજે આપણે ક્યાંક બહાર જ જમવા જઈએ તો ?”

અંજલિ બોલી,”હા ડિયર, ડન !” મેં કહ્યું, “હું તને સાડા નવ વાગ્યે લેવા માટે તારી ઑફિસે આવીશ !”
અંજલિએ કહ્યું, “ઓકે સ્વીટહાર્ટ !” અંજલિ ઑફિસે ગઈ ! અંજલિ ફોરેન્સિક સાયન્ટિસ્ટ છે, એટલે એ કોઈ ભૂત પ્રેતમાં નહોતી માનતી !

હું તૈયાર થઇને મારી ઑફિસે ગયો અને રાત્રે સાડા નવ વાગ્ય અંજલિને લેવા માટે એની ઑફિસે ગયો !
હું અંજલિની ઑફિસની બહાર ઉભો રહ્યો અને અંજલિ આવી અને એ ખૂબ જ ખુશ દેખાતી હતી. મેં પૂછ્યું, “કેમ ડૉક્ટર આજે આટલા ખુશ છો ?”
અંજલિએ જવાબ આપતાં કહ્યું, હા સાહેબ, “આજે આપણે બહુ સમય બાદ બહાર જમવા માટે આવ્યાને એટલે”

હું અને અંજલિ શહેરની પ્રખ્યાત રેસ્ટોરન્ટમાં જમવા ગયા અને અમે ખૂબ મજાક મસ્તી સાથે જમવાનું એન્જોય કર્યું !
હું અને અંજલિ ઘરે જવા નીકળ્યા, મારી પાસે કાર હતી અને એ રસ્તો આવ્યો કે જ્યાં મને એ નાની છોકરી મળી હતી. મેં બીજે રસ્તેથી કાર લઈ જવાનો નિર્ણય કર્યો અને અંજલિએ મને કાર ઉભી રાખવા કહ્યું અને બોલી,
“પ્રતીક, તું એજ રસ્તે કાર લઈ જા એટલે તારો વહેમ દૂર થઈ જાય અને હું પણ જોવું કે ત્યાં શું છે ?”

હું થોડો મુંજાયો અને મેં કાર એજ રસ્તે લઈ જવાનો નિર્ણય કર્યો ! થોડા આગળ પહોંચ્યા અને મારી કાર બંધ થઈ ગઈ !
અંજલિ બોલી, “પ્રતીક, આમાં ડીઝલ તો હતું ને ?” મેં કહ્યું, “સવારે જ તો પુરાવ્યું છે !”

મેં અને અંજલિએ કાર માંથી ઉતરીને ચેક કર્યું પણ કારમાં ક્યાંય કોઈ ફોલ્ટ દેખાયો નહિ ! અંજલિ કંઈક બોલવા જતી હતી અને ત્યાં તો એજ નાની છોકરી આવી અને રડવા લાગી !

અંજલિ એણે ચૂપ કરવા ગઈ, પણ મેં અંજલિનો હાથ પકડ્યો અને કહ્યું, “અંજલિ પ્લીઝ આ છોકરી પાસે ન જજે”અંજલિએ સામે કહ્યું, “કેમ ? પ્રતીક તું જુએ છે ને, આ નાની છોકરી રડે છે !”

હું બોલ્યો, “અંજલિ આ એજ છોકરી છે કે જે મને ગઈકાલે મળી હતી !”
અંજલિ બોલી, “તું પણ પ્રતીક, આ નાની છોકરી છે, કોઈ ભૂત નથી !”
અંજલિ નાની છોકરી પાસે ગઈ અને એ છોકરીને પૂછ્યું, “બેટા, કેમ રડે છે ? અને તારા મમ્મી ક્યાં છે ?”

એ છોકરી બોલી, “મારી સાથે કોઇ રમો ને, પ્લીઝ !!” અંજલિએ પૂછ્યું, “બેટા તારું નામ શું છે ?” ત્યારે એ છોકરી બોલી, “મારું નામ જાણીને તમને શુ કામ ?”
આમ એ છોકરી ગુસ્સામાં બોલતી હતી ! અંજલિએ પૂછ્યું,
“તારી મમ્મી ક્યાં છે ?” એ છોકરી ગુસ્સામાં જોરથી બોલી, “મારી મમ્મીએ આત્મહત્યા કરી લીધી અને સામેના ઘરમાં એમની લાશ છે, જોઈ લો ?”

એ છોકરી અચાનક જોરથી હસવા લાગી અને મેં અંજલિનો પરાણે હાથ પકડ્યો અને કારમાં બેસાડી !
અંજલિએ મને કહ્યું, “પ્રતીક પેલા ઘરમાં ચેક કરવું જોઈએ, ત્યાં કદાચ કંઇક મળી જાય તો ?”
મેં કહ્યું, “જે કરવું હોય એ સવારે કરજે, અત્યારે નહીં !”
મેં ઝડપથી કાર હંકારી, અને અંજલિએ સાઈડ મિરરમાં જોયું તો એ છોકરી નહોતી દેખાતી, પણ પાછળ ફરીને જોયું તો એ ત્યાં જ હસતી હતી !

અંજલિ બોલી, “પ્રતીક મારે જાણવું છે કે આ કોણ છે ?”
મેં કહ્યું, “બધુ જ સવારે અત્યારે તો ફક્ત ઘરે જ પહોંચવું છે !”
હું અને અંજલિ ઘરે પહોંચ્યા, અમને આખી રાત ઊંઘ ન આવી અને સવાર પડતાં જ હું અને અંજલિ એ સુમસામ ઘરે પહોંચ્યા !

મેં અંજલિને પૂછ્યું, “અંજલિ આપણું અંદર જવું યોગ્ય રહેશે ?”
અંજલિ બોલી, “જો જાણવું હોય તો અંદર જવું જ પડશે !”
હું અને અંજલિ એ ઘરમાં ગયા અને એ ઘરમાં બહુ જ ધૂળ જામેલી હતી ! એ ઘરમાં બધુ જ ચેક કર્યુ પણ અમને કંઈ જ ન મળ્યું પણ એક રૂમ ચેક કરવાનો હજુ બાકી હતો !

હું અને અંજલિ એ રૂમમાં ગયા, મેં ઉપર જોયું તો પંખા પર એક કંકાળ હતું, હું ડરી ગયો અને મેં આ અંજલિને બતાવ્યું.
અંજલિ ફોરેન્સિક સાયન્ટિસ્ટ હતી, એટલે એની માટે આ કંઈ નવું નહોતું !

અંજલિએ કંકાળ ચેક કર્યું તો જાણવા મળ્યું કે એ પચીસ વર્ષ પહેલાનું હતું અને કોઇક મહિલાનું હતું અને જે હાલતમાં હતું તો એના પરથી જાણવા મળતું હતું કે આ મહિલાએ આત્મહત્યા કરી હશે !
અંજલિ બોલી, હું મારી ફોરેન્સિક ટીમ અને ક્રાઈમ બ્રાન્ચને બોલવું છું !
હું કંઈ ન બોલ્યો અને અંજલિએ એની ટીમને બોલાવી અને ટીમે આવીને બધુ ચેક કર્યું અને ટીમને બેડ નીચેથી એક કંકાળ મળ્યું અને એ પણ પચીસ વર્ષ જૂનું હતું, પણ નાની બાળકીનું હતું !

ટીમ માંથી કોઇકે કહ્યું, “અંજલિ મેમ આ કંકાળના હાથના ભાગના હાડકામાં કંઇક કાગળનો ટુકડો છે !” અંજલિએ કહ્યું,

મને આપજે ! અંજલિએ કાગળ ખોલીને જોયું તો એમાં લખેલ હતું કે,
“આ મારી જ લાશ છે, જે તમને ગઈકાલે રાત્રે મળી હતી !! થેંક્યું સો મચ !!!”
આટલું જ સાંભળતા હું અને અંજલિ સ્તબ્ધ થઈ ગયા !!!

લેખક : પ્રદિપ પ્રજાપતિ

દરરોજ નવું નવું જાણવા અને અનેક લેખકોની વાર્તા વાંચવા માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી