“પ્રાઘ્રી” – હવે તમારા રસોડે પણ બનશે સિંધી વાનગી.. તો ક્યારે બનાવશો???

“પ્રાઘ્રી”

પ્રાઘ્રી એ કરકરી લેયર વાળી માવાના પુરણવાળી વાનગી છે. જે સિંધીઓ ખાસ હોળીના તહેવારમાં બનાવે છે. આ વાનગીની કેલેરી ભલે હાઈ હોય પણ સ્વાદમાં એકદમ અદ્વિતીય છે.

કુકીંગ માટે – 40 મિનિટ

સામગ્રી-

પફ માટે

– 2 1/4 કપ મેંદો,
– 1/4 કપ ડાલડા ઘી,
– કણક બાંધવા માટે પાણી,

ખીરા માટે-

– 3 ટી સ્પુન મેંદો,
– 3/4 કપ પીગળેલો ઘી,

ચાસણી માટે-

– 1 1/4 કપ સાકર,
– 1 કપ પાણી,
– ચપટી કેસર તાંતણાં 1 ટેબલ સ્પુન પાણીમાં પલાળેલી,
– રોઝ એસેંસના ટીપા,
– 3-4 એલચી દાણા પાવડર,
– 300 ગ્રામ સાકર ભેળવેલો માવો,
– તળવા માટે ડાલડા ઘી,
– સુકી ગુલાબની પાંદડીઓ – વરખ સજાવટ માટે,

રીત-
ચાસણી માટે –

– સાકરમાં પાણી , એલચી, કેસર નાખી 3-4 મિનિટ માટે ઉકાળો.
– પાતળી ચાસણી બનશે
– ગેસ પરથી ઉતારો અને એસેંસ ઉમેરો.

ખીરા માટે – સામગ્રીઓ મિકસ કરો.

ક્રીસ્પી પફ માટે-

– મેંદા,ઘી મિકસ કરી પાણીથી કણક બાંધો.
– ભીંજાવેલ મુલયમ કપડાથી ઢાંકી થોડીવાર બાજુએ મુકો.
– કણકના 7 લુઆ કરો.
– 1 લુઓ લો અને બીજા ઢંકાયેલ રાખો.
– લીધેલ લુઆના 4 સરખા ભાગ કરી એકસરખી પુરીઓ વણો.
– એક પુરી લો અનેે તેના પર ખીરાને ચોપડો.
– પુરીની એકસરખી 2 સે.મી. પહોળી એવી 4 પટ્ટીઓ કાપો.
– દરેક પટ્ટી ને એકબીજા પર ગોઠવો.
– બીજી 3 રોટલી ઓને પણ આમ જ કાપી પટ્ટીઓનો ઢગ બનાવો.
– ઢગના 4 ભાગ કરો.
– દરેક ભાગને એકબીજા પર ગોઠવી ટાવર જેવો બનાવો.
– ટાવરને દબાવી તેની પુરી વણો.
– વચ્ચે માવો ભરી પુરી વચ્ચે થી વાળી અર્ધ ગોળાકારનો આકાર (ઘુઘરા જેવો)આપો.
– પુરણની નજીકનો ભાગ દબાવી દો.
– પહેલો પફ તૈયાર છે. ભીના કપડાથી ઢાંકી દો.
– બાકીના 6 ગોળા ના પણ આમ જ પફ બનાવો.
– બધા પફ તૈયાર થઈ જાય એટલેધીમા તાપે એક એક ઘીમાં તળી લો.
– તળીને બરાબર ઠંડા કરો.
– ચાસણીમાં બોળી દો.
– ચાસણી બરાબર ચઢી જાય ત્યારે નીતારીને પફ સર્વ કરો.

રસોઈની રાણી : ઉર્વી શેઠિયા (મુંબઈ)

આપ આ વાનગી Whats App અથવા Facebook પર શેર કરી અમારો ઉત્સાહ અચૂક વધારજો !

ટીપ્પણી