માહ્યરું – અવનીએ સજાવેલું સપનું ! વાંચો અને અનુભવો..

“એ અવની, જોજે દીપા તૈયાર થઈ કે નહીં ?” અવનીના પપ્પાએ કહ્યું. આવતીકાલે અવનીની બહેન દીપાના લગ્ન છે તો ઘરના બધા જ લોકો તૈયારીમાં લાગ્યા હતાં ! અવની દીપાના રૂમમાં જાય છે અને કહે છે, “દીપા દીદી તૈયાર થયા કે નહીં ?” દીપા રૂમ ખોલે છે અને અવની દીપાને જોતાં જ બોલે છે, “વાહ…દીદુ…શું લાગો છો ! જીજુ તો આમ જોઈને જ ફિદા થઈ જશે !” દીપાએ કહ્યું, “જાને પાગલ….તારા પણ એક દિવસ લગ્ન થશે જ !” અવનીએ કહ્યું, “દીદી હવે જલ્દી તૈયાર થઈ જાઓ નહીંતર માસી મારો જ વાંક કાઢશે !” દીપા તૈયાર થાય છે અને અવની સાથે વચ્ચેના રૂમમાં આવે છે. આજે રાત્રે દીપાનો મહેંદીનો પ્રસંગ છે તો દીપા વચ્ચે બેસે છે અને પરિવારની સ્ત્રીઓ લગ્ન ગીત ગાય છે અને એજ સમયે અવની નાચવા માંડે છે !

દીપાના બંને હાથમાં અને પગમાં મહેંદી પાડવામાં આવે છે અને ત્યારબાદ પૂજા કરીને અવની દીપાને એના રૂમમાં લઈ જાય છે ! દીપા, અવની અને એમની પિતરાઈ બહેનો કુસુમ અને નંદિની રૂમમાં બેઠા હોય છે અને આવતીકાલની વાતો કરતાં હોય છે અને હસતાં હોય છે. ત્યારે દીપાના પતિ કૈલાશનો ફૉન આવે છે અને કહે છે, “દીપા, આજે લગ્નની આગલી રાત છે તો મને તો ઊંઘ નથી આવતી, ચાલને ક્યાંક બહાર આઈસ્ક્રીમ ખાવા જઈએ !” ત્યારે અવની દીપાના હાથ માંથી ફૉન લઈ લે છે અને કહે છે, “જીજુ આટલી જલ્દી હોય તો આવી જાઓને ઘરે, પણ એક ચેલેન્જ છે !”

કૈલાશ બોલે છે, “શું ચેલેન્જ ?” અવની કહે છે, “તમારે દીદીના નહીં પણ મારા રૂમમાં રાખેલો ફૉન લઈ આવવો પડે !” કૈલાશ કહે છે,”ઓકે ડન… પણ એના પછી તારી દીદીને મારી સાથે આઈસ્ક્રીમ ખાવા મોકલવી પડશે હો !” અવની કહે છે, “હા… કેમ નહીં !” દીપા કહે છે, “અવની આવી ચેલેન્જ કેમ આપી ?” અવની કહે છે, “કેમ કે મારા રૂમમાં કાકા અને કાકી સુવે છે !” દીપા કહે છે, “તું અને તારા નખરાં ક્યારેય નહીં સુધરે…!”

કૈલાશ ઘરનાં પાછળના દરવાજે આવે છે અને એની સાથે એનો મિત્ર રોહન પણ હોય છે. કૈલાશ કહે છે, “યાર રોહન….ઉપર સુધી પહોંચવું મુશ્કેલ છે ! હવે શું કરીએ ?” રોહન કહે છે, “તારી સાળીનો રૂમ કયો છે ?” કૈલાશ કહે છે, “યાર મને ક્યાંથી ખબર હોય ?” આમ કૈલાશ અને રોહન બન્ને રૂમ શોધવામાં પરેશાન થાય છે અને એ સમયે અડધી રાત થઈ હોય છે અને ફૂલ બાંધવા વાળો માણસ જતો હોય છે અને રોહન કહે છે,

“યાર એક આઈડિયા !” કૈલાશ, “બોલ બોલ શું ?” રોહન કહે છે, “ઉપર જો…” કૈલાશ ઉપર જુએ છે અને કહે છે, “હા.. મને ખબર છે કે રાત પડી છે !” રોહન કહે છે, “યાર એમ નહીં… એક કામ કર આ ટી – શર્ટ કાઢી દે અને લે આ રૂમાલ મોંઢા પર બાંધી દે !” રોહન કૈલાશને ઘર તરફ લઈ જાય છે અને ઘરની બહાર પરિવારના કેટલાક માણસો બેઠા હોય છે એમને રોહન પૂછે છે, “કાકા…ઉપર છત ઓર જવા માટે સીડી ક્યાં છે ?” એક સભ્ય પૂછે છે, “કેમ તમારે શું કામ છે ?” રોહન કહે છે, “કાકા અમે લાઈટ વાળા છીએ એટલે પાછળના ભાગમાં લાઈટ બંધ થઈ ગઈ છે તો એ ચાલુ કરવી હતી !” એ ભાઈ કહે છે, “અંદર રસોડાની બાજુમાં જ છે !” આમ કૈલાશ અને રોહન બંને ઘરમાં આવવામાં સફળ થઈ જાય છે !

ઉપર રૂમમાં દીપા કંઈક વિચારતી હોય છે અને ત્યારે અવની હસતાં હસતાં બોલે છે, “શું વિચારો છો દીદી…? જીજુ ક્યારે આવશે એજ ને ?” ત્યારે દીપા કહે છે, “હમમ…!” અવની બોલે છે, “ચિંતા ન કરો દીદી… હવે જીજુ સવારે સીધી જાન લઈને જ આવશે !” એ સમયે રોહન અને કૈલાશ સીડી ચઢતાં હોય છે અને રોહન કહે છે, “કૈલાશ ફ્લેશ લાઈટ ચાલુ કર !” કૈલાશ ફ્લેશ લાઈટ ચાલુ કરે છે અને બંને અવનીનો રૂમ શોધતાં હોય છે. કૈલાશ કહે છે, “રોહન…જો પેલા રૂમ માંથી હસવાનો અવાજ આવે છે, નક્કી અવની અને દીપા ત્યાં હશે !”

રોહન કહે છે, “રાઈટ મી. વરરાજા !” દીપા અને અવની જે રૂમમાં હોય છે એ રૂમની બહાર રોહન અને કૈલાશ ઉભા રહે છે અને બધી વાતો સાંભળે છે ! ત્યારે રોહન કૈલાશને કાનમાં કંઈક કહે છે અને કૈલાશ સ્માઈલ આપીને કહે છે, “ઓકે ડન ભાઈ !” ત્યારે રોહન બધા રૂમને ખખડાવે છે અને કૈલાશ બધી લાઈટ ચાલુ કરે છે અને પછી બન્ને સંતાઈ જાય છે ! ઘરના બધા ઉઠે છે અને ત્યારે અવની અને દીપા પણ રૂમની બહાર આવે છે અને અવનીના પપ્પા કહે છે, “આ કામ જરૂર અવનીનું જ હશે !” દીપા કહે છે, “ના પપ્પા !” પપ્પા કહે છે, “બેટા દીપા, તું આજે અવનીનો પક્ષ ન લઈશ !” જ્યારે ઘરના લોકો વાત કરતાં હોય છે ત્યારે કૈલાશ પાછી લાઈટ બંધ કરે છે અને રોહન અને કૈલાશ જે રૂમમાં દીપા અને અવની હતાં એ રૂમમાં જઈને સંતાઈ જાય છે !

અવની અને દીપા બોલતાં બોલતાં એમના રૂમમાં પાછા આવતાં હોય છે અને ત્યારે દીપા બોલતી હોય છે, “અવની એ તને ના પાડી હતી ને કે આમ મસ્તી ના કર, તો પણ તને ભાન નથી !” અવની કહે છે, “દીદી હજુય તમને એવું લાગે છે કે આ મસ્તી મેં કરી છે ?” ત્યારે બંને રૂમમાં આવે છે અને દીપા દરવાજો બંધ કરીને લાઈટ ચાલુ કરે છે અને અવની રાડો પાડે છે, “દીદી…. આમ જુઓ !” ત્યારે જુએ છે તો કૈલાશ અને રોહન હોય છે ! દીપા કહે છે, “કૈલાશ તમે ?” અવની કહે છે, જીજુ તમે ક્યાંથી આવ્યા અને આ કોણ છે ? કૈલાશ કહે છે, “આ રોહન છે, મારો મિત્ર. એ બધુ છોડો હવે ચાલો આઈસ્ક્રીમ ખાવા !

દીપા કહે છે, “કૈલાશ ટાઈમ જુઓ બે વાગ્યા, અત્યારે કયો આઈસ્ક્રીમ વાળો ખુલ્લો હશે ?” રોહન કહે છે, “એ વાત પણ સાચી ! એક કામ કરો, તમારે વાત જ કરવી હોય તો કૈલાશ અને ભાભી તમે બંને ટેરેસ પર જાઓ અને વાતો કરો ત્યાં સુધી હું સુઈ જાઉં” કૈલાશ અને દીપા ટેરેસ પર જાય છે અને રોહન અવનીને કહે છે, “સ્ક્યુઝમી, મને ભૂખ લાગી છે તો થોડો નાસ્તો મળશે ?” અવની કહે છે, “નાસ્તો અને અત્યારે ?” રોહન કહે છે, “તો ભૂખ તો ગમે ત્યારે લાગી શકે ને ?” અવની ગુસ્સામાં કહે છે, “બેસો હું કંઈક લઈને આવું છું !” અવની રોહન માટે નાસ્તો લેવા જાય છે અને રોહન ટીવી જોવે છે !

અવની ચા અને પાપડી લઈ આવે છે અને રોહન કહે છે, “અરે….વાહ શું નાસ્તો છે !” રોહન નાસ્તો કરે છે અને અવની બાજુમાં બેસે છે ! રોહન અવનીને પૂછે છે, “તમે કેટલું ભણેલા છો ?” અવની કહે છે, “એમબીએ સુધી !” રોહન કહે છે, “ગુડ કેમ ખાલી એમબીએ જ !” અવની કહે છે, “મારે આર્ટ્સ લેવું હતું પણ પપ્પાએ ના પાડી !” અવની રોહનને પૂછે છે, તમે કેટલું ભણેલા છો ? બાર પાસ ?” અવની હસે છે અને પછી ચૂપ થઈ જાય છે અને બોલે છે, “સોરી…!” રોહન કહે છે, “હું લિટરેચર ભણ્યો છું !” અવની કહે છે, “ગુડ એટલે કે એમ. એ નહીં ?” રોહન કહે છે, “મેં એમ.એ કર્યું, પછી એમ.ફિલ કર્યું અને પછી પી.એચ.ડી કર્યું !” અવની કહે છે, “ઓહ માય ગોડ…

તમને જોઈને લાગતું નથી કે તમે ડૉ. છો !” રોહન કહે છે,”અને તમને જોઈને પણ લાગતું નથી કે તમે કવિતા લખો છો !” અવની આશ્ચર્યમાં મુકાઈ ગઈ અને બોલી, “તમને કેમ ખબર કે હું કવિતા લખું છું ?” રોહન જવાબ આપતાં કહે છે, “તમારી આંખો પાછળનું દર્દ હું સાફ રીતે વાંચી શકું છું !” અવની કંઈ જ ન બોલી ! બન્ને ચૂપ થઈ ગયા અને અવનીએ પૂછ્યું, “મારી લાઈફ બહુ જ ખરાબ છે, કારણ કે મારે હંમેશ બીજા કે એમ જ કરવાનું હોય છે !” આમ અવની બોલતાં બોલતાં જ રડી પડી ! રોહને પોતાનો રૂમાલ અવનીને આપ્યો અને અવનીએ આંસુ લૂછયાં ! અવનીએ કહ્યું,”મારી બહેનના કાલે મેરેજ છે અને મારી સામે મહેમાન બેઠા છે ને હું પણ શું ચાલુ થઈ ગઈ !” રોહને કહ્યું, “ના તમે મને કઈ શકો છો !” અવનીએ કહ્યું, “અત્યારે દીદી અને જીજુ આવે છે તો પછી ક્યારેક આપણે મળીશું ત્યારે બધુ જ શાંતિથી કહીશ !” દીપા અને કૈલાશ આવે છે અને ત્યારબાદ રોહન અને કૈલાશ ઘરે જવા નીકળે છે !

સવારના સાતના પરોઢિયે જાન આવે છે અને આખી શેરીમાં ફટાકડાંનો અવાજ ગુંજે છે ! રોહન વરઘોડામાં હોય છે અને પછી તે અવનીના ઘરે જાય છે અને અવનીના પપ્પાને મળે છે અને કહે છે, “કેમ છો ?” અવનીના પપ્પા કહે છે, “એકદમ મજામાં બેટા !” રોહન કહે છે, “મને ભૂખ લાગી છે તો મને નાસ્તો મળશે !” અવનીના પપ્પા કહે છે, “બેટા એ પૂછવાનું હોય ? એક મિનિટ હો” અવનીના પપ્પા અવનીને બોલાવે છે, “બેટા અવની….!” અવની આવે છે અને રોહનને પપ્પા સાથે ઉભો જોઈને થોડીવાર વિચારમાં પડી જાય છે !અવનીના પપ્પા કહે છે, ” અવની બેટા આ આપણાં ખાસ મહેમાન છે તો એમને જરાં નાસ્તો કરવી દે ને !” અવની કહે છે, “હા પપ્પા !” અવની રોહનને નાસ્તો કરાવતી હોય છે અને કહે છે, “તમે ક્યારથી ખાસ બની ગયા ?” રોહન બોલે છે, “બન્યો નથી તો હવે બની જઈશ !”

અવની કહે છે, “તમને આખો દિવસ ભૂખ સિવાય કંઈ સુજે છે ?” રોહન કહે છે, “ભૂખ તો ગમે ત્યારે લાગે એમાં શું ?” પછી રોહન પાછો આવે છે અને ફેરા સમયે અવની રોહનને જ જોયા કરતી હોય છે અને જ્યારે જાન જમવા બેસે છે ત્યારે રોહન અવનીના પપ્પા પાસે જાય છે અને અવનીના પપ્પા કહે છે, “કેમ છે બેટા મજામાં ને ?” રોહન કહે છે,”એક દમ મજામાં, હું એમ કહેતો હતો કે મંડપમાં જગ્યા નથી તો હું ઘરમાં બેસી જાઉં ?” અવનીના પપ્પા કહે છે, “એમ થોડી પૂછવાનું હોય ? એક મિનિટ બેટા !” અવનીના પપ્પા અવનીને બોલાવે છે, “બેટા અવની….” અવની આવે છે અને કહે છે, “હા પપ્પા.” અવનીના પપ્પા બોલે છે, “જો બેટા આ આપણાં ખાસ મહેમાન છે તો એમને ઘરમાં લઈ જઈને જમવાનું પીરસી દે !” અવની કહે છે, “હા પપ્પા !” અવની રોહનને જમાડે છે અને કહે છે, “તમને કેટલી ભૂખ લાગે છે ?” રોહન કહે છે, “ભૂખ તો ગમે ત્યારે લાગે એમાં શું ?” ત્યારે અવની હસે છે !

કન્યા વિદાયનો સમય આવે છે અને દીપા એમના પરિવારજનોને બાથ ભરીને રડતી હોય છે અને અવની પણ ખૂબ રડતી હોય છે ! દીપા બધાના આશીર્વાદ લે છે અને કાર તરફ જાય છે ! અવનીના કાકા અવનીને કહે છે, “બેટા અવની તું બે દિવસના કપડાં પેક કરીને દીપા સાથે જા…. તારા ફોઈ જવાના હતાં પણ એમને તાવ આવ્યો છે તો હવે તું જા !” અવનીના કાકી કહે છે, “આરામથી કપડાં પેક કરજે, હજુ જાનૈયા માંથી એક અહીં જ છે !” અવનીએ પાછળ ફરીને જોયું તો રોહન હતો અને મંડપવાળાને મંડપ ઉતારવાનું કહેતો હતો ! અવની કપડાં પેક કરે છે અને રોહનની કારમાં બેક સીટ પર બેસે છે અને આગળ કૈલાશના માસી બેસે છે ! ત્યારે રોહનને ફૉન આવે છે અને કહે છે, “આજે હું ફ્રી નથી, રાત્રે એક ઈમ્પોર્ટન્ટ મિટિંગ છે !” રોહન બેકસાઈડના મીરરમાં જુએ છે અને કહે છે ત્યારે અવની સ્મિત આપે છે ! આમ એક અનોખી પ્રેમકથા રચાય છે !

લેખક :- પ્રદિપ પ્રજાપતિ

દરરોજ અલગ અલગ વિષયની વાર્તા અને માહિતી માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી

Ad Slot 4 – Below Bottom Related Article Block