ગુજરાતનું ગૌરવ અને મોબાઈલમોલના માલિક એવા યોગેશ પુજારાના શો-રૂમની લીધેલી મુલાકાત..

કોઈને એમ કહીએ કે હું મોબાઈલના મોલમાં જઈ રહ્યો છું, તો એ માથું ખંજવાળશે કે મોબાઈલનો પણ મોલ હોય ? એકવાર રાજકોટ જવાનું થયું અને જ્યારે મારું કામ પૂરું થયું ત્યારે મેં મારા એક મિત્રને પૂછ્યું કે રાજકોટમાં જોવાલાયક સ્થળ કયા કયા છે ? એણે કહ્યું કે આજીડેમ, રેસકોર્સ અને ઘણાં મોલ પણ છે અને એક પુજારા પણ છે ! મેં તરત એને પુછ્યુ કે આ પુજારા શું છે ? એણે કહ્યું કે મોબાઈલનો શો રૂમ છે ! મેં કહ્યું એમાં જોવાલાયક શું છે ? એ કંઈ જ ન બોલ્યો અને મને સીધો પુજારા ટેલિકૉમમાં લઈ આવ્યો !

અમે અંદર ગયા અને ત્યાં આજુબાજુની દીવાલો પર યોગેશભાઈ (પુજારા ટેલિકૉમના માલિક) સાથે ઘણાં બધા સેલિબ્રિટીના ફોટોઝ હતાં. હું આશ્ચર્યમાં મુકાયો અને વિચારવા લાગ્યો. થોડા અંદર ગયા ત્યાં હું ઉપર જ જોતો રહી ગયો, કારણ કેમ મે મારા જીવનમાં આટલો મોટો મોબાઈલનો શો રૂમ ક્યારેય નહોતો જોયો ! મારા મિત્રએ કહ્યું કે તમે અહીં ફરો હું થોડીવારમાં આવું, મેં કહ્યું સારું ! વચ્ચેના ભાગમાં કેટલીક ખુરશીઓ રાખેલી હતી તો હું ત્યાં બેઠો અને થોડીવાર પછી એક ભાઈ આવ્યા અને મને પફ અને કોલડ્રિન્ક આપ્યું, મેં પૂછ્યું આના કેટલા ? એમણે કહ્યું, ભાઈ આ ફ્રી છે ! હું વિચારમાં પડી ગયો કે કોઈ પ્રાઇવેટ કંપની વાળા ફ્રી માં બેસવા પણ ન દે અને અહીંયા તો ફ્રી માં નાસ્તો ! ગજબ છે હો. મારી બાજુમાં એક ભાઈ બેઠા હતાં એમણે કહ્યુ કે અહીં લેડીઝને હાથમાં મહેંદી પાડવી હોય તો અહીં ફ્રી માં પાડી આપે છે ! હું મનમાં જ વિચારતો હતો કે કદાચ એટલે જ બધા પુજારા ટેલિકૉમને મૉલ કહેતાં હશે !

પુજારા ટેલિકૉમમાં ઘણા ડિપાર્ટમેન્ટ હતાં તો હું એક એક ડિપાર્ટમેન્ટમાં જવા લાગ્યો ! મારી જમણી બાજુ એક સ્ટોર હતો ત્યાં પ્રીમિયમ બ્રાન્ડના મોબાઈલ ફોન્સ મળતાં હતાં ! સામેની બાજુમાં નોર્મલ મોબાઈલ ફોન્સ હતાં અને ડાબી બાજુ એસેસરીઝનો શો રૂમ હતો ! હું થોડો અંદર ગયો અને ત્યાં એક અલગ સ્ટોર હતો. મેં ત્યાંના એક ભાઈને પૂછ્યું કે આ કયો ડિપાર્ટમેન્ટ છે ? એમણે કહ્યું કે અહીં સેકેન્ડ હેન્ડ મોબાઈલ મળે છે અને વધુમાં બોલતાં કહ્યું કે તમે અહીંથી સેકેન્ડ હેન્ડ મોબાઈલ લેશો તો તમને વોરંટી પણ મળશે !

મારા માટે મોટું સરપ્રાઈઝ આ જ હતું કે સેકેન્ડ હેન્ડ પીસમાં કોઈ વોરંટી કઈ રીતે આપે ? હું મનમાં હસતો હતો કે કેવી આ ગજબની દુનિયા છે ! ત્યારે મારો મિત્ર પાછો આવ્યો અને મને સર્વિસ સ્ટેશન પણ બતાવ્યું અને કહ્યું કે અહીં અવનવા ઇવેન્ટ્સ પણ થાય છે અને ઘણીવાર તો સાવ સસ્તામાં મોબાઈલ એસેસરીઝ પણ મળે છે ! એણે કહ્યું કે ઇન્ડિયાના મોટા મોટા મોબાઈલના શો રૂમમાં પુજારા પ્રથમ નંબરે છે અને સૌથી વધારે સેલિંગ કરતી ટેલિકૉમ કંપની છે ! એણે કહ્યું કે પુજારાના માલિક યોગેશભાઈના લીધે જ આ કંપની અહીં સુધી પહોંચી છે અને એ પણ લાખો હેપ્પી કસ્ટમર સાથે ! મારા મનમાં એક જ વિચાર આવ્યો કે આ તો અદ્દભુત છે અને ગુજરાતનું ગૌરવ છે.

(વાંચો યોગેશભાઈ પુજારા વિશે મારા આગામી લેખમાં)

લેખક : પ્રદીપ પ્રજાપતિ

દરરોજ અવનવી માહિતી માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી

Ad Slot 4 – Below Bottom Related Article Block