“પોટેટો પીનટ ચાટ” – બાળકો આજે ચાટ ખાવાનું કહે તો બનાવી આપજો, ખુશ થઇ જશે..

“પોટેટો પીનટ ચાટ”

સામગ્રી:

2 કપ બાફેલા બટેકાના કટકા,
1/4 કપ શેકેલા શિંગદાણા,
3 Tbsp તેલ,
1 tsp ચાટ મસાલો,
1/2 tsp લાલ મરચું,
ચપટી હલદર,
1/2 tsp જીરુ પાઉડર,
1/2 tsp ખાંડ,
1 tbsp લિમ્બુનો રસ,
1 બાઉલ ચોપડ ટમેટા & ડુંગળી,
2 tbsp મસાલા પીનટ,
2 tbsp મસાલા બૂંદી,
મીઠું,
કોથમીર,

રીત:

એક પહોળા વાસણમાં તેલ લઈ તેમા બટેકા 4-5 મિનિટ અથવા બ્રાઉન ક્રિસ્પ થાય ત્યાંસુધી મિડીયમ તાપે સાંતલવા.
પછી શિંગદાણા ઉમેરી 1-2 મિનિટ મિડીયમ તાપે સાંતલવા.
પછી બાકી રહેલ સામગ્રી ઉમેરી બરાબર મિક્ષ કરી 1 મિનિટ મિડીયમ તાપે સાંતલવુ.
તો તૈયાર છે ગરમાગરમ પોટેટો પીનટ ચાટ.

રસોઈની રાણી: દિપીકા ચૌહાણ (નડિયાદ)

સાભાર: હિરલ રાકેશ ગામી (જામનગર)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

આપ આ વાનગી Whats App અથવા Facebook પર શેર કરી અમારો ઉત્સાહ અચૂક વધારજો !

ટીપ્પણી