ખુબ જ ટેસ્ટી સૂપ શીખી લો આજે અને રાત્રે બધાને ગરમા ગરમ સૂપ પીવડાવજો…

પટેટો ચીઝ સૂપ (Potato Cheez Soup)

સામગ્રી :

૪ ટેબલસ્પૂન બટર
૧ મોટો કાંદો
બે ગાજરની સ્લાઇસ
૧ ટિન સ્વીટ કૉર્ન ગ્રુપ
૩ કપ સ્ટૉક વૉટર
૧ ટેબલસ્પૂન પાર્સલી
મીઠું-મરી
૧ તમાલપત્ર
અડધો કપ ક્રીમ
૧૦૦ ગ્રામ ચીઝ સ્પ્રેડ (ખમણેલું)
બે મોટા બટેટાના પીસ

રીત :

એક પૅનમાં બટર ગરમ કરી એમાં કાંદાને તમાલપત્ર સાથે સાંતળવું. સાથે બટેટાને ગાજર મિક્સ કરી સોતે કરવું. એમાં વેજ સ્ટૉક વૉટર, પાર્સલી, મીઠું-મરી ઉમેરીને ઢાંકીને ૧૦-૧૫ મિનિટ થવા દેવું. એમાં સ્વીટ કૉર્ન સૂપ ઉમેરી પાછું સરખું મિક્સ કરવું. તમાલપત્ર કાઢી નાખવું. ગૅસ સ્લો કરી બધી સામગ્રીને મિક્સર જારમાં લઈ એને પીસી લેવું. પાછું એને પૅનમાં લઈ એમાં ક્રીમ અને ચીઝ (ખમણેલું અથવા સ્પ્રેડ) ઉમેરીને સરખું મિક્સ કરી ગરમ સર્વ કરવું.

નોંધ : (૧) ચીઝ પચાસ ગ્રામ લઈ શકાય છે. (૨) એમાં પનીરના પીસ, ઝીણી કાપેલી શાકભાજી ઉમેરી શકાય છે.

રસોઈની રાણી :- કેતકી સૈયા

મિત્રો શેર કરો ચીઝના દીવાના સાથે આ સુપની રેસીપી ખુશ થઇ જશે. લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી