આજનો દિવસ :- વર્લ્ડ પોસ્ટ ડે વિષે આજે આટલું જાણીએ !!

- Advertisement -

બુલેટ ટ્રેન કરતાઁ પણ સુપરફાસ્ટ એવી આજના સમયમાઁ કોમ્યુનિકેશન ક્ષેત્રે નવી ટેકનોલોજી જોવા મળી રહી છે. વ્યકિત હજારો કિલોમીટર અઁતરે કેમ ન હોય સ્માર્ટ ફોનનુઁ એક બટન દબાવો અને તેની ઝલક જોવા મળી જાય છે. પરઁતુ એક સમય એવો પણ હતો જયારે સ્વજનના હાલ જાણવા માટે ‘કોચમેન અલી ડોસા’ની જેમ દિવસોના દિવસો સુધી રાહ જોવી પડતી હતી. અત્યારના સમયની સરખામણીએ પોસ્ટલ ટેકનોલોજી ભલે સાવ ધીમી લાગે પણ ના તે કેવળ મીઠી પરઁતુ આજે પણ દિલથી જોડાયેલી લાગે. હવે મુળ વાત પર આવીએ તો ૯ ઓક્ટોબર ૧૮૭૪ના સ્વિત્ઝર્લેંડના બર્ન ખાતે યુનિવર્સલ પોસ્ટલ યુનિયનની સ્થાપના કરવામાઁ આવી હતી અને આ દિવસની ઉજવણી ‘વર્લ્ડ પોસ્ટ ડે’ તરીકે કરવામાઁ આવે છે.

ભારતીય પત્ર વ્યવહારે તાડપત્રો, તમાલપત્રોથી માઁડીને હવે ઇ-મેલ સુધીની લાઁબી મજલ કાપી છે. વોટસએપ, સ્કાઇપના આ જમાનામાઁ ઇ-મેલનો ઉપયોગ પણ બિઝ્નેસ-ઓફિસના કામ પુરતો જ મર્યાદિત થઇ ગયો છે.

વિશ્વભરમાઁ ભારતમાઁથી સૌથી વધુ ૧.૫૦ લાખથી વધુ પોસ્ટ ઓફિસ આવેલી છે. આમ, ભારતમાઁ સરેરાશ ૭૧૭૫ વ્યકિતએ એક પોસ્ટ ઓફિસ છે, ભારતમાઁ અઁદાજે ૧૯૧૦૧ પીન કોડસ છે. સૌપ્રથમ પોસ્ટ ઓફિસની ૧૮૩૭ના વર્ષમાઁ સ્થાપના થઇ હતી અને અઁદાજે ૧૬૫ વર્ષ સુધી ટપાલ, ટેલિગ્રામ જેવી સેવાનો આપણે ત્યાઁ દબદબો જોવા મળ્યો હતો. એ જમાનામાઁ કોઇ આગઁતુકની રાહ જોવાતી હોય તેમ દરેક ટપાલની રાહ જોતા હતા, ટપાલી પણ જાણે સુખ-દુ:ખનો સાથી બની જતો.

હવે તો દિવાળીની બોણી વખતે જ આપણે ત્યાઁ આવતા ટપાલીનો ચહેરો જોવા મળતો હોય છે. વર્તમાન સમયે આઁખના પલકારામાઁ હજારો કિલોમીટર દુર સઁદેશા તો પહોઁચી જાય છે, પણ તેની સાથે ધીરજનો ગુણ પણ ગાયબ થતો જાય છે. ટપાલનો ઇઁતેજાર શુઁ કહેવાય તેની વેદના ગુજરાતી નવલિકા ‘પોસ્ટમેન’માઁ કોચમેન અલી ડોસા દ્રારા હ્દય સોઁસરવી ઉતરી જાય તેમ વર્ણવાઇ છે, ટપાલસેવા સાથે હવે આપણામાઁથી જાણે ઇઁતેજાર કરવાનો-ધીરજનો ગુણ પણ લુપ્ત થઇ રહ્યો છે, હાલના સમયે જુની વાનગીમાઁ નવો મસાલો નાખી રિ-મેક કરવાની બોલબાલા છે, આવા સમયે ‘પોસ્ટમેન’ની રિમેક બનાવવામાઁ આવે અને ટપાલના સ્થાને ઇ-મઇલ મુકી એમ કહેવામાઁ આવે કે કોચમેન અલી ડોસા ઇન-બોક્સ મઇલ સતત રિફ્રેશ કરી પુત્રી મરિયમના ઇ-મઇલની રાહ જોતા તો તે વાર્તાનો આત્મા જ મરી જશે.

ટપાલ લખવાની પણ કળા –એક આગવી ઢબ હતી. ટપાલના ઉપરના ભાગમાઁ ‘ઓમ’ કે ‘જય શ્રી કૃષ્ણ’ લખવામાઁ આવતુઁ. આ પછી ‘એતાન ગામ અમદાવાદ મધ્યેથી જીતુભાઇના રામ-રામ વાઁચશો…’ એ પ્રકારે મથાળુઁ બાઁધવામાઁ આવતુઁ અને પછી જે કઁઇ વિગત જણાવવાની હોય તે વિગતવાર લખવામાઁ આવતુઁ. પત્ર પુરો થવામાઁ આવે એટલે ‘તા.ક.’ લખીને ‘પત્ર લખતી વેળાએ કઁઇ ભુલચુક હોય તો સુધારીને વાઁચશો…દ’ તેવુઁ વાક્ય અવશ્ય મુકવામાઁ આવતુઁ. આ ઉપરાઁત શુભ પ્રસઁગે લખાતી ટપાલ હઁમેશા લાલ શાહી દ્રારા લખાતી અને તેને ‘શુકનિયો’ કહેવામાઁ આવતી. અશુભ પ્રસઁગે લખાતી ટપાલો હઁમેશાઁ કાળી શાહી દ્રારા લખવામાઁ આવતી અને તે ‘કાળોતરી’ કહેવામાઁ આવતી જે ટપાલ વાઁચીને તુરઁત જ ફાડી દેવાતી.

ઇમરજંન્સીમાઁ કોઇ સઁદેશો પહોઁચાડવો હોય તો ટેલિગ્રામની સેવાનો ઉપયોગ થતો. જોકે, મોટાભાગના મનુષ્યનુ મગજ સૌપ્રથમ નકારાત્મક વિચારને આવકારવા માટે ટેવાયલુઁ છે. આ કારણે, ટેલિગ્રામ એમ પોસ્ટમેન બોલે તે સાથે જ ઘણાને પહેલા તો ધ્રાસ્કો જ પડતો. આવી રીતે વિગતવાર પત્ર લખવા માટે ઇનલેન્ડ લેટરનો ઉપયોગ કરવામાઁ આવતો હતો. બહારગામ નોકરી કરતુ સઁતાન મની ઓર્ડરથી પગારની રકમ મોકલાવે ત્યારે તેના માટે સહી કરતી વખતે માતા-પિતાના ચહેરા પર એક ગર્વ જોવા મળતો. જીવનની આવી નાની-નાની ખુશીની ક્ષણ અત્યારના સમયમાઁ ખુબ ઓછી જોવા મળતી હોય છે.

હવે ભારતીય પોસ્ટલ ડિપાર્ટમેંટે સમય સાથે તાલ મેળવવા ટપાલસેવા ઉપરાઁત રેલ્વે ટિકીટ બુકિઁગ, ગઁગાજળ પહોઁચાડવુ જેવી સેવાઓ પણ શરુ કરી દીધી છે. હવે ‘પોસ્ટલ ડે’ આવે છે ત્યારે દુર રહેતા તમારા સ્વજન-મિત્રોને આ વખતે વોટસ એપને સ્થાને પોસ્ટથી ગ્રીટિઁગ કાર્ડ મોકલાવી શુભેચ્છા પાઠવો. આ ઉપરાઁત તમારા બાળકને પણ દુર રહેતા સ્વજન માટે કાગળ લખીને કેવી રીતે મોકલવો તે શીખવાડો. નહીઁ તો, આજથી થોડા વર્ષો બાદ ટપાલ સેવા જ નહીઁ ટપાલ લખવાની કળા પણ લુપ્ત થઇ જશે.

? લેખક :- ચિંતનભાઇ બુચ

— Vasim Landa ☺️ The Dust of Heaven ✍️

ટીપ્પણી