ખરેખર દરેક પ્રેમી અને પ્રેમિકાએ વાંચવી જોઈએ આ સ્ટોરી….

મંઞળ અમંઞળ –  કલ્પના નો સંબંધ એક અનોખી કહાની…

રોજ નાં પોતાના નિયમ અનુસાર કલ્પના ઉઠી ને અરીસામા જુએ છે 5 મિનિટ નાં મૌન સંવાદ બાદ એ પોતાની નોકરી માટે નીકળી પડે છે,
22 વર્ષ ની થાય એટ્લે કોઈ પણ ગુજરાતી પરિવાર મા લગન ની વાત શરૂ થઈ જાય એ વાત સ્વાભાવિક છે. મમ્મી પાપા દ્રારા યોગ્ય પસંદગી માટે લગભગ બધા સગાંવહાલાં નાં સંપર્કો ચાલુ કરી દેવાયા હતાં.

એક સ્માર્ટ, 5.6′ ની હાઈટ, શરીરે નમણી,મલ્ટી નેશનલ કમ્પની મા નોકરી કરતી, વડીલોને માન આપવામા ક્યારેય નાં ચુકે એવી યુવતી માટે યોગ્ય પસંદગી શોધવામાં જો આટલી તકલીફ સારા કુટુંબ ને થતી હોય તો કંઇક વાત છે જે હજી જાણવાની બાકી હતી એ હતી કલ્પનાની કુંડળી મા મંઞળ દોશ. ગ્રહોની દિશા હવે કલ્પના નાં જીવન ની દશા નક્કી કરશે એ ચોક્ક્સ હતુ.

દિકરીનાં સગપણ ની ચિંતા કલ્પના નાં માબાપની નીંદર ઉડાડી ગઇ હતી. 55 ને પોહચેલા રમેશભાઈ માટે જીવન નો એકમાત્ર ઉદ્દેશ હતો એની દિકરીનાં લગ્ન. જયાં વાત આગળ વધતી ત્યાં કુંડળીનો દોશ વચ્ચે વિલન નું પાત્ર ભજવી જાય.

આ બધી લપથી કંટાળીને કલ્પનાએ લગ્ન બાબતે વિચારવાનું જ બંધ કરી દીધું હતુ અને પોતનાં મમ્મી પપ્પાને પણ એ આવી જ સલાહ આપતી, પણ એનાં માતા પિતા એમ થોડા માનવના હતાં.

કલ્પના ની જ્ઞાતિ નો દર્પણ નામનો એક દેખાવડો છોકરો એની જ સાથે કામ કરતો હતો ગુડ મોર્નિંગ અને બાય સિવાય કોઈ વાત ક્યારેય થયેલી નહીં તો એકબીજા માટે ક્યારેય વિચારવાનું તો દુર રહ્યુ ,પણ લેખ એનું કામ કરવાનું જ! કલ્પના ની વાત દર્પણ સાથે ચાલી દર્પણ નાં પિતા થકી વાત વાત મા ખબર પડી કે બન્ને જણા એક જ કમ્પની મા કામ કરે છે.

હવે વાત હતી બન્ને જણાને સામસામે બેસાડવાની અને બન્નેનાં પરિવાર ને મળવાની, કલ્પના નાં મમ્મી પપ્પા ને લાગ્યું આ વખતે વાત આગળ વધશે પણ એ એટલી સહેલી ખીચડી ન હતી. દર્પણ પોતાના માતાપિતા સાથે કલ્પના ની ઘરે પોહચે છે, દર્પણ માટે આ બધુ એક ઔપચારિકતા હતી કારણકે પ્રેમ ભલે ના હોય પણ એ એટલું તો જાણતો હતો કે કલ્પના જેવી સમજદાર છોકરી એને બીજે ક્યાંય નહીં મળે. નાસ્તો પીરસયૉ અને કોફી નાં 2 કપ સાથે બન્ને જણા ને હિંડોળા ઉપર બેસાડી કલ્પનાની ભાભી હળવા સ્મિત સાથે ત્યાં થી રફૂ ચક્કર થઈ જય છે. બન્ને પાત્ર મા સવાલ જવાબ ની રેપીડ ફાયર લગભગ 1 કલાકે પુરી થાઈ છે. વડીલો ને પણ કશુંક વાત કરવા તો જોઈએ ને!! દર્પણ ની મા કલ્પના ની કુંડળી માંગે છે અને હવે વાત છેડાય છે મંગળ ની, દર્પણની મમ્મી ને ગ્રહયોગ મા ભારે વિશ્વાસ, એમા પણ જો કોઈ પઁડ઼િત ની નાં પડે તો વાત પુરી, ઉપરવટ થઈ ને દર્પણની માતાએ વાત ત્યાંજ અટકાવવાની હાકલ નાખી પણ ત્યાં સુધી મા વાતચીત બાદ નો નિયમ અફર હતો એની મમ્મી નાં નિર્ણય જેવો.

ઘરે આવ્યાં બાદ મા દિકરા વચ્ચે હા ના બાબતે લાંબી ધડ ચાલી, દર્પણ ના પપ્પા નાં મતે તો ગ્રહ કરતા મન મળવા વધારે જરુરી હતાં જે 100% મળતાં હતાં .

કલ્પના ને જોયા બાદ દર્પણ વારાફરતી 13 મંગાઓ જતા કર્યા, એ કોઈ હિસાબે ઍક પણ છોકરી જોવા જવા તૈયાર થયો નહીં. એક દિવસે એની માતાએ એને બેસાડી ને પુછ્યું તારે એ છોકરી જોડે જ લગ્ન કરવા છે? એટ્લે દર્પણ પોતાની ઇચ્છા જણાવતા કહે છે ” મમ્મી મને કદાચ મંગળ હોય અને કોઈ છોકરી ની મમ્મી જો આવુ રીતે આપણી ઘરે આવીને ના પાડી જય તો તુ સાખી લઈશ? હુ કોઈ ગ્રહની અસર મા માનતો નથી મારી ઇચ્છા કલ્પના સાથે લગ્ન કરવાની હતી અને છે”

પણ દિકરા પઁડ઼િતજી એ ચોખ્ખું કહ્યુ છે કે જો એ તને પરણશે તો તારું મૃત્યુ ચોક્ક્સ છે તુ હજી વિચારી લે..

દર્પણ નો ઍક જવાબ એની મમ્મી ને હા પાડવા મજબૂર કરી ગયો કે મારુ આયુષ્ય પઁડ઼િત નહીં પણ ઉપરવાળો નક્કી કરશે. અંતે દર્પણની મમ્મી એ હા પાડી બીજે દિવસે નાક નમૂનો લઇ કલ્પનાની ઘરે પોહ્ચયા અને બીજા અઠવાડિયે સગાઈ રખાઈ. છ મહિના નાં અંતે લગ્ન લેવાયા આ વાત જાન્યુઆરી ૨૦૦૭ની છે જેને આજે દસકોં વીતી ગયો છે. દર્પણ બિલકુલ સ્વસ્થ છે અને કલ્પના દર્પણ નાં આંગણે બે વખત પારણાં બંધાય ચુક્યા છે. દર્પણની મમ્મી ને કલ્પનાને વહુ તરીકે મન થી સ્વીકારવામાં સમય લાગ્યો પણ હવે તેઓ સુખી સંસાર પરોવાયેલા રહે છે.

લેખક : પૂજા સોની

ખુબ સુંદર વાર્તા શેર કરો અને લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી