નવો અને સમજવા જેવો જોક

- Advertisement -

5295_laloo-onamaએક યુવાનના માતા પિતા તેમના સંતાનની કારકિર્દી વિશે ખુબ ચિંતામાં હતા. તે શું બનશે તેનું કંઇ નક્કી થતુ ન હતુ, તેથી માતાપિતાએ એક ટેસ્ટ લેવાનું નક્કી કર્યુ.

તેમણે એક 100 રૂપિયાની નોટ, ધાર્મિક ગીતા અને વ્હિસ્કીની બોટલ ટેબલ પર રાખી દીધી. અને પછી બન્ને છુપાઇ ગયા. પતિએ કહ્યુ, ”જો તે રૂપિયા લેશે, તો બિઝનેસમેન બનશે..જો ગીતા વાચશે તો સંત બનશે.. અને જો વ્હીસ્કીની બોટલ પકડશે, તો મને ડર છે તે દારુડિયો બની જશે..”

માતા પિતાએ તેમની જગ્યા એક ખુણા પાછળ લઇ લીધી જ્યાં દરવાજાની તિરાડમાંથી તેઓ જોઇ શકતા હતા. થોડી વારમાં તેમનો છોકરઓ આવ્યો અને ત્રણેય વસ્તુ જોઇ. પાસે એક ચિટ્ઠી પડી હતી જેમાં તેના માતા પિતાએ લખ્યુ હતુ કે તેઓ બહાર ગયા છે. છોકરાએ પહેલા 100 રૂપિયાની નોટ ઉપાડી અને તેને ખિસ્સામાં મુકી દીધી. ત્યાર બાદ થોડી વાર તે ગીતા વાંચી ને બાજુમા મુકી દીધી. છેલ્લે તેણે બોટલ ઉપાડીને તેને સુંઘીને ખાતરી કરી કે સારી ક્વોલિટીની છે, અને ત્રણેય વસ્તુને લઇને તેના રૂમ તરફ જવા લાગ્યો.

તેના બાપે કપાળ પર હાથ મુકીને નિશાષા સાથે કહ્યું

”હે ભગવાન…આ તો આપણે ધાર્યુ તેના કરતા પણ ખરાબ થવાનો બેઠો છે..”

“મતલબ?” પત્નીએ પૂછ્યુ

“આપણો છોકરો રાજકારણી બનવાનો છે!” દુખી બાપે કહ્યુ.

ટીપ્પણી