માણો, શ્રીલંકાની ફેમસ પોલ રોટી (Pol Roti)

ચાલો, આજે એક ઇન્ટરનેશનલ રેસીપી થઇ જાય ! માણો, શ્રીલંકાની ફેમસ પોલ રોટી (Pol Roti)

દોસ્તો ! તમે કયારેય શ્રીલંકાની આ પોલ રોટી ચાખી છે ? એક વાર બનાવશો તો એનો સ્વાદ કદી નહિ ભુલાય ! હું પંજાબી સબ્જી સાથે બટર નાન કરતા આ પોલ રોટી જ બનાવું છું.  તમે પણ બનાવી જોજો…હે ને ?

pol

સામગ્રી :

2 cups ઘઉંનો લોટ (આમ તો મેંદો વપરાય છે પણ ઘઉના લોટની એટલી જ સરસ અને વધારે healthy બને છે)
1 cup તાજું ખમણેલું કોપરું
1 onion જીણી સમારેલી
2 લીલા મરચા જીણા સમાંરેલા
Pinch ચીલી ફલેક્સ
15-20 મીઠા લીમડાં નાં પાન જીણા સમારેલાં
2 tbspn તેલ
1/4 spn બેકીંગ પાવડર
Salt – સ્વાદ મુજબ
પાણી

રીત :

બધી સામગ્રી મિકસ કરી પરોઠાં જેવો લોટ બાંધી દો, 30 થી 40 min લોટને ઢાંકી ને રહેવાં દો

ગરમ ગરમ રોટી તમારી મનપસંદ સબ્જી સાથે સર્વ કરો

ટીપ્પણી