આપણા શરીર માટે આ વસ્તુ છે પૉઇઝન સમાન..તમે પણ બંધ કરી દો ખાવાનું…હમણા જ વાંચો

પ્રાચીન કાળથી જ આપણાં જીવનમાં આયુર્વેદ ખૂબ જ મહત્વ ધરાવે છે. ઋષિમુનીઓ, વૈદ્ય તથા ડૉક્ટર્સ પણ આયુર્વેદનાં ઉપચારને માનતા આવ્યાં  છે. ખાસ કરીને અત્યારની લાઈફ સ્ટાઈલને અનુસરતા લોકોમાં બ્લડ પ્રેશર, હ્રદય  રોગ , અસ્થમા તથા ડાયબીટિઝ જેવી ગંભીર બીમારીઓ જોવા મળી રહી છે. આ બધી તકલીફો ફાસ્ટ ફૂડ તથા એવા ખોરાક ખાવાથી થાય છે જેને આપણે રોજબરોજની જીવનશૈલીમાં ઉપયોગમાં લેતા હોઈએ છીએ. તો આવો આના વિશે વધુ ડિટેલમાં જાણીએ.

ત્રણ હજાર વર્ષ પહેલા આયુર્વેદમાં એવું જણાવવામાં આવ્યું છે કે શરીરને ભોજન માંથી મળતી શુગર ઝડપથી પેટમાં પચી જાય એવો ખોરાક લેવો જોઈએ અને વચ્ચે ખોરાકને પચવામાં કોઈ અડચણ આવે એવી કોઈ વસ્તુ ભોજનમાં ન લેવી. જેથી પ્રાચન ક્રિયાને કોઈ ખરાબ અસર થાય નહીં. પાચન ક્રિયા સારી ન હોવાને કારણે લોકોમાં મેદસ્વીતા વધે છે અને આ કારણે શરીર અનેક બીમારીઓનું ઘર બની જાય છે.

રાજીવભાઈ નામની એક વ્યક્તિ જેમણે આજનાં ટેક્નોલોજીનાં પ્રમાણે રીસર્ચ કરવાની શરુ કરી, જેમાં અત્યારનાં ફૂડમાં  એવી કઈ કઈ વસ્તુઓ છે જે શરીરમાં  શુગરનું પ્રમાણ વધારે છે અને પ્રોબ્લેમ ઉભી કરે છે. તો આનું પરિણામ એકદમ શૉક કરી દે એવું છે.

આપણા દેશમાં આવેલ ફેમસ લેબોરેટરી CDRI (સેન્ટ્રલ ડ્રગ રીસર્ચ સેન્ટર)માં રાજીવભાઈ ગયા અને ઘણા વૈજ્ઞાનિકોને આના વિશે વાત કરી અને પૂછ્યું કે આપણાં ભોજનમાં એવી કઈ વસ્તુઓછે જેને કારણે શરીરમાં શુગરનું પ્રમાણ ઉભી કરે છે. આ અંગે બધા વૈજ્ઞાનિકોએ એક જ જવાબ આપ્યો કે તમારા કાન ઉપર વિશ્વાસ નહીં થાય. આ વસ્તુ આપણાં બધાનાં જ ઘરમાં હોય છે, જેનું સેવન આપણી લાઈફમાં ખૂબ જ કરતા હોઈએ છીએ. તેનું નામ છે ખાંડ, હા એ જ ખાંડ જેનો ઉપયોગ તમે દિવસની શરુઆતથી લઈને રાત્રી સુધી કરતા રહી એ છીએ.

હવે તમે  કહેશો કે ખાંડની જગ્યાએ શું ખાવું જોઈએ? તો જવાબ એ છે કે ગોળ. તમે કહેશો ગોળ અને ખાંડમાં શું ફરક છે. આ બંનેમાં  ઘણો ફરક છે, ખાંડ બનાવવા માટે શેરડીનાં રસમાં ૨૩ ટાઈપનાં કેમિકલ ભેળવવા પડે છે અને તે બધા કેમિકલ ઝેર સમાન છે જે શરીરની અંદર તો જાય છે પરંતુ બહાર નથી નીકળી શકતા. ગોળ એ એક જ એવો છે જેને કોઈ પણ પ્રકારની ભેળસેળ વગર તૈયાર કરવામા આવે છે. શેરડીનાં રસને ગરમ કરવાથી ગોળ બને છે જેમાં દૂધ સિવાય કઈ પણ મિક્સ કરવામાં આવતુ નથી.

ગોળથી પણ એક બેસ્ટ વસ્તુ છે જેને તમે ખાઈ શકો છો તેનું નામ છે કાકવી. જો તમે ક્યારેય ગોળ બનતા જોયું હશે તો તમને તેની પણ ખબર પડી જશે. આ કાકવી ગોળથી પણ સારી હોય છે.  તમને પહેલો પ્રશ્નતો એ જ થતો હશે કે આ કાકવી શું છે. કાકવી એટલે ગોળને ગરમ કરતા અને ગોળ તૈયાર થાય એ પહેલા એક લિક્વીડ બને છે તેને કાકવી કહે છે. જ્યાં ગોળ બને છે ત્યાં કાકવી મળતી હોય છે.

કાક્વીને ડોલમાં ભરીને રાખો તે ખરાબ થતી નથી.૧ વર્ષ આરામથી રાખી શકો છો. કાકવીનો ભાવ પણ ગોળ જેટલો જ હોય છે. હવે તમે કા તો કાકવી ખાવ નહીં તો ગોળ ખાવ. જો તમને કાકવી મળી રહે છે તો ખૂબ જ સારું નહીતર ગોળ તો છે જ.

રાજીવભાઈ જ્યારે શુગરનાં એક વેપારીને મળ્યા ત્યારે તેમણે પણ જણાવ્યું કે જ્યારથી આ શુગરનો ઉપયોગ શરુ થયો છે ત્યારથી જ શરીરની દશા બગડી ગઈ છે. તમને પણ વિનંત્તી છે કે શુગરને પોતાની લાઈફથી દૂર કરો. કરોડો રુપિયા ખર્ચીને શુગરની ફેક્ટરી ઉભી થાય છે અને કરોડો શેરડીનાં રસને ખાંડ બનાવવામાં લાગે છે. તેનાથી સારું તો સસ્તામાં ગોળ બને છે પરંતુ તેનાથી ખુબ જ સસ્તામાં કાકવી બને છે.

હવે રસપ્રદ જાણકારી તમને જણાવું કે ભારત ને છોડી ને દુનિયાનાં બીજા દેશોમાં ગોળ અને કાકવીની ખુબ જ માંગ છે. કેમ કે ખાંડથી બનેલી મીઠાઈ જલદી ખરાબ થઇ જાય છે અને તેમાં ગુણવત્તા પણ સારી નથી હોતી, પરંતુ ગોળ માંથી બનેલી મીઠાઈ ઘણા મહિના સુધી બગડતી નથી અને સારી ક્વોલેટીની પણ હોય છે.

તમને સાંભળીને નવાઈ લાગશે કે ગામડાઓમાં ગોળનો ભાવ ૨૦-૩૦ રૂપિયા કિલો હોય છે. પરંતુ ઇઝરાઇલ એક નાનો દેશ છે જ્યાં ગોળનો ભાવ ૧૭૦ રૂપિયા કિલો વેચાય છે. જર્મનીમાં ગોળનો ભાવ ૨૧૦ રૂપિયા કિલો છે, કેનેડામાં ભારતના રૂપિયાના હિસાબે ગોળનો ભાવ ૩૩૦ રૂપિયા કિલો છે. આ બધા દેશોમાં ગોળની ખુબ જ માંગ છે. ખાંડ ત્યાં સસ્તી છે કેમ કે તેમને ખબર છે કે ખાંડ ઝેર છે અને ગોળ તેમનાં માટે સારું છે. ગોળ અને ખાંડ ની હંમેશાં એક જ વાત યાદ રાખો જો ખાંડ તમે ખાધી તો તેને પચાવવી પડે છે અને તેમાં એટલા નુકશાનકારક તત્વો હોય છે કે તે આસાનીથી પચતા  પણ નથી અને જો તમે ગોળ ખાશો તો ગોળ એટલી સરસ જાત છે કે જે પણ ગોળ સાથે તમે ખાધું છે તેને પણ ગોળ પચાવી દેવામાં મદદ કરે છે.

શુગરને પચાવવી પડે છે જેમાં ૬-૭ કલાક લાગે છે અને ગોળ જે કઈ પણ ખાઓ તેને માત્ર ૪ કલાક ૪૦ મિનિટમાં પચાવી દે છે. એટલા માટે ભોજન સાથે ગોળ જરૂર ખાવ અને શુગરને બિલકુલ ભૂલી જાઓ.

જો તમે આ સૂત્રનું પાલન કરશો તો ડાયબીટિઝ,, અસ્થમા, હાર્ટને લગતી  ૧૪૮ ગંભીર બીમારીઓ જીંદગીમાં ક્યારેય નહીં થાય. આપણાં શરીને કુદરતી શુગર ફળ અથવા અન્ય વસ્તુઓ માંથી મળી રહે છે. તો ખાંડનાં બદલે ગોળ કે કાકવી ખાઓ અને લાઈફને એન્જોય કરો.

લેખન – સંકલન : જ્યોતિ નૈનાણી 

ટીપ્પણી