“પૌંઆનાં ઢોકળાં” – બનાવો ઢોકળાની આ નવીન વેરાયટી..

“પૌંઆનાં ઢોકળાં”

સામગ્રી:

+ ૨ કપ પૌંઆ (જાડા),
+ ૩ કપ ખાટી છાશ,
+ અડધો કપ કાચા શિંગદાણા (અધકચરા મિક્સરમાં પીસેલા),
+ ૧ ચમચી આદું-મરચાંની પેસ્ટ,
+ મીઠું સ્વાદ અનુસાર,
+ સાકર (૧ ચમચી),
+ કોથમીર ઝીણી સમારેલી (૧ ચમચી),

વઘાર માટે:

+ તેલ (જોઈતા પ્રમાણમાં),
+ હિંગ પા ચમચી,
+ કડીપત્તો (૬થી ૭ પાંદડાં),
+ ૧ ચમચી તલ,
+ ૧ ચમચી રાઈ,
સર્વ કરવા માટે,

+ કોથમીર-ફુદીનાની ચટણી

રીત

જાડા પૌંઆને પાણીમાં પાંચથી સાત મિનિટ પલાળવા. તેલ ગરમ કરવું.

એમાં આદું-મરચાંની પેસ્ટ, પૌંઆ અને છાશ ઉમેરવી.

પછી એમાં શિંગદાણા, મીઠું, સાકર, કોથમીર ઉમેરવી.

ઘટ થાય એટલે તેલ લગાડેલી થાળીમાં સેટ કરવું.

પછી ઠંડા કરવા. પછી એક કડાઈમાં તેલ, રાઈ, હિંગ, કડીપત્તો, તલનો વઘાર કરી ઢોકળાં પર રેડવું.

પછી એના કાપા કરવા અને કોથમીર-ફુદીનાની ચટણી સાથે પીરસી શકાય

રસોઈની રાણી – મીનાક્ષી કેનિયા (મુંબઈ)

આપ આ વાનગી Whats App અથવા Facebook પર શેર કરી અમારો ઉત્સાહ અચૂક વધારજો !

ટીપ્પણી