જીવલેણ કિરણો ફેંકતો પૃથ્વી જેવો બીજો ગ્રહ, શું તમને ખબર હતી આના વિષે??

નાસાના વૈજ્ઞાનિકોએ તારાઓમાંથી નીકળતાં પ્રકાશની વેવલેન્થની હલચલ પરથી સૂર્યથી 11 પ્રકાશ વર્ષ દૂર પૃથ્વી જેવા નવા ગ્રહની શોધ કરી છે. આ ગ્રહ પાછળ કંઈ કોઈ વિશિષ્ટ સંશોધન કરવામાં નહોતું આવ્યું પણ આ ગ્રહની આસપાસ ફરતા રોસ-128 નામના એક તારાના અભ્યાસથી આ ગ્રહની માહિતી પ્રાપ્ત થઈ હતી. ગ્રહ પરથી પ્રવાહી મળી આવ્યું હોવાના કારણે તે ગ્રહ પર જીવન મળવાની શક્યતાઓ પણ નકારી શકાય તેમ નથી. આ નવા ગ્રહની વધારે માહિતી મેળવવા માટે રોસ 128 નામના તારાનું વધારે અધ્યયન કરવું જરૂરી છે. આ તારાનું કદ ખુબ જ નાનું છે અને તેનું દળ પણ ઘણું જ ઓછું છે. આ તારા દ્વારા પૃથ્વી જેવા લાગતા આ ગ્રહને વિસ્તૃત રીતે જાણવામાં મદદ મળશે.

સૂર્યને બાદ કરતાં જે તારા તથા ગ્રહો ભ્રમણકક્ષામાં ચક્કર લગાવે છે તેને એક્સોપેનલ કહેવાય છે. જે ગ્રહો સૂર્યની નજીક ભ્રમણ કરે છે તેમાંથી હાનિકારક રેડિયેશન બહાર નીકળે છે બીલકુલ તેવું જ રેડિયેશન આ ગ્રહમમાંથી પણ નીકળે છે. વધારામાં નાસાએ જણાવ્યું છે કે આ ગ્રહ સિવાય પણ પૃથ્વી જેવા બીજા ઘણા બધા ગ્રહો મળી આવ્યા છે, જેમાં આ ગ્રહનો સાતમો ક્રમ છે. કુલ સાત જેટલા પ્રૃથ્વી જેવા ગ્રહ આ વર્ષમાં મળી આવ્યા છે. રોસ 128 નામના તારાના ઘેરાવામાં આ એક માત્ર પૃથ્વી જેવો ગ્રહ છે. અત્યાર સુધીમાં જેટલા પણ ગ્રહો શોધવામાં આવ્યા તેમાંથી કુલ 24 જેટલા એવા ગ્રહો છે જેના પર જીવનની શક્યતાના પુરાવાઓ મળી આવ્યા છે.

પ્રોક્સિમા બી તેમજ ક્લેપર 452 પર જીવન હોવાના પુરાવાઓ મળી આવ્યા છે.

પૃથ્વી તેમજ સૂર્ય જેટલું કદ ધાવતા અવકાશમાં અગણિત તારાઓ છે. આવા કુલ 24 જેટલા ગ્રહો તેમજ તારાઓ પર નાસાએ સંશોધન કર્યું છે. જેમાં પ્રોક્સિમા બી તેમજ ક્લેપર 452બી જેવાતારા પર જીવનની શક્યતા હોવાના પુરાવા મળ્યા છે. સૂર્ય જેવે ક્લેપર 452બી પૃથ્વી કરતા દોઢગણો ઘેરાવો ધરાવે છે અને આ તારાની આસપાસ અન્ય નાના તારાઓ પણ ભ્રમણ કરે છે. બીજી બાજુ પ્રોક્સિમા બી રાતા રંગના વર્તુળ જેવો દેખાતો તારો છે. જે ચાર પ્રકાશ વર્ષ દૂર આવેલો છે. જ્યારે તમારે કોઈ પણ તારા પરના જીવન વિષેની શક્યતાઓ બાબતે તપાસ કરવી હોય ત્યારે ત્યાં પાણીનું અસ્તિત્ત્વ હોવું તે એક અનિવાર્ય જરૂરિયાત છે. કોઈ પણ જીવનના અસ્તિત્ત્વ માટે પાણી એક પાયાની જરૂરિયાત છે જેને ગ્રહની લાક્ષણિકતાઓમાં ગણવામાં આવે છે.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર 

શેર કરો આ રસપ્રદ માહિતી તમારા ફેસબુક પર અને લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી