Plain Naan (પ્લેન નાન)

970024_336756733124559_2071658083_n

 

ઘરે જ બનાવો ‘પ્લેન નાન’

 

સામગ્રી:

 

500 ગ્રામ મેંદો

1 ટીસ્પૂન યિસ્ટ

1 ટીસ્પૂન કાળુજીરું (કલોંજી)

1/4 કપ દહીં

2 ટેબલસ્પૂન માખણ

1 ટીસ્પૂન ખાંડ

1 કપ ગરમ પાણી

1 ટીસ્પૂન મીઠું

 

રીત:

 

– ખાંડ અને યિસ્ટને ગરમ પાણીમાં ઓગાળી લો અને 10 મિનીટ સુધી બાજુમાં રાખી મૂકો.

– મેંદાના લોટને મીઠા સાથે ભેળવીને ચાળી લો.

– તેમાં કાળુજીરું, દહીં, માખણ અને યિસ્ટ-ખાંડ વાળુ પાણી મિક્સ કરો.

– મિશ્રણમાંથી નરમ કણક બાંધી લો. તેના પર થોડુ તેલ લગાડીને તેને ભીના કપડાથી ઢાંકી લો.

– કણકને હૂંફાળી જગ્યાએ 2-3 કલાક માટે રાખી મૂકો. જેથી તે તેના કદ કરતા બેગણો ફૂલી જાય.

– હવે કણકને ફરીથી એક વાર મસળી લો અને તેને 8 ભાગમાં વહેંચી દો.

– દરેક ભાગને ગોળ આકાર આપીને દબાવીને સહેજ સપાટ કરો.

– હવે તેને નાનનો આકાર આપો.

 

માઈક્રોવેવમાં:

 

– ઓવનને 450 ફેરનહિટ પર પ્રિહિટ કરી લો. દરેક નાનને 10 મિનીટ સુધી બેક કરો.

– નાન શેકાઈ જાય એટલે તેના પર ઘી અથવા માખણ લગાડી દો.

– કોઈ પણ વેજ સબ્જી અથવા દાલ સાથે નાન માણી શકો છો.

 

તવા પર:

 

– તવા પર નાન બનાવવા માટે તવાની સપાટી પર પાણી લગાડો.

– હવે નાનને તવા પર લગાડી દો.

– તવાને ગેસની આંચ પર ઊંધો ગોઠવી દો જેથી નાન સીધી જ ગેસની આંચના સંપર્કમાં આવે.

– જ્યારે નાન શેકાઈ જાય ત્યારે તેને ચિપીયા વડે તવા પરથી કાઢી લો.

– ઘી કે માખણ લગાડીને ગરમાગરમ સર્વ કરો

 

સૌજન્ય : પ્રશાંત પટેલ

 

ટીપ્પણી

Ad Slot 4 – Below Bottom Related Article Block