પીઝા સૉસ હવે સૌ કોઈ બનાવી શકે છે ઘરે જ….નહિ માનો પણ છે સાવ જ સરળ….

પીઝા સૉસ : (Pizza Sauce)

સામગ્રી :

ટામેટાં – ૬ નંગ મોટી સાઇઝ
ઑલીવ ઑઇલ – ૨ ટેબલ સ્પૂન
લસણ – ૧/૨ ટી સ્પૂન
ડુંગળી – ૧ નાની જીણી સમારેલી
ટૉમેટો કે-ચપ – ૩ ટેબલ સ્પૂન
ચીલી સૉસ – ૧ ટી સ્પૂન
મરી પાઉડર – ૧/૪ ટી સ્પૂન
ચીલી ફ્લૅકસ – ૧/૨ ટી સ્પૂન
ઑરેગાનો – ૧/૨ ટી સ્પૂન
થાઇમ – ૧/૪ ટી સ્પૂન
ખાંડ – ૧/૨ ટી સ્પૂન(Optional)
મીઠું – ૧/૪ ટી સ્પૂન

રીત :

૧. ટામેટાંને ચીલી કટરમાં ક્રશ કરી લો.
૨. કડાઇમાં ઑઈલ લઈ જીણુ સમારેલું લસણ સાંતળી પછી ડુંગળી સાંતળો.
૩. ક્રશ કરેલા ટામેટાં ઉમેરી ચડી જાય ત્યાં સુધી સાંતળો.
૪. ટૉમેટો કે-ચપ, ચીલી સૉસ ઉમેરી
મિનિટ કુક કરો.
૫. મરી પાઉડર, ચીલી ફ્લૅક્સ, ઑરેગાનો, થાઇમ, ખાંડ, મીઠું ઉમેરી ૨ મીનીટ કુક કરો. તો તૈયાર છે પીઝા સૉસ.

નોંધ :

૧.આ સૉસ કે-ચપ કરતા થોડો જાડો રાખવો.
૨. પીઝા બેઝ ઉપર હંમેશા પેહલા બટર લગાવીને જ સૉસ પાથરવો. નહીં તો પીઝા બેઝ સૉગી થઈ જશે.
૩. આ હોમમેઇડ પીઝા સૉસ ને ફ્રિઝ માં લાંબા સમય સુધી સ્ટોર કરી શકાય છે.

રસોઈની રાણી : નિશા પ્રજાપતિ (કંપાલા, યુગાંડા)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

 

ટીપ્પણી