“પીત્ઝા રોલ” – પીઝાનો ટેસ્ટ માણો હવે રોલમાં, થોડી પ્રેક્ટીસ થઇ જશે એટલે પરફેક્ટ આવડી જશે..

“પીત્ઝા રોલ”

સામગ્રી :

પીત્ઝાનું ફિલિંગ,
બે કપ મશરૂમ સમારેલા,
અડધો કપ કાંદા સમારેલા,
ચારથી છ કળી લસણ સમારેલું,
અડધો કપ મકાઈ બાફેલી,
બે ટેબલ-સ્પૂન ફ્રેશ બૅઝિલ,
અડધી ચમચી મીઠું,
અડધી ચમચી મરી,
એક ચમચી ચિલી ફ્લેક્સ,
પીત્ઝાના સૉસની સામગ્રી,
અઢી કપ ફ્રેશ ટમેટાં સમારેલાં,
અડધો કપ કાંદો સમારેલો,
બે ટેબલ-સ્પૂન લસણ સમારેલું,
એક ટેબલ-સ્પૂન તેલ,
એક ચમચી ડ્રાય મિક્સ હર્બ,
આઠથી દસ બૅઝિલનાં પાન સમારેલાં,
૧૨૫ ગ્રામ ચેડર ચીઝ ખમણેલું,
અન્ય સામગ્રી,
એક્સ્ટ્રા મેંદાનો કે ઘઉંનો લોટ છાંટવા માટે,
તેલ,

રીત :

એક બોલમાં બન્ને લોટ ભેગા કરી એમાં મીઠું, સાકર, મિક્સ હર્બ્સ, યીસ્ટ મિક્સ કરી પાણીથી લોટ બાંધવો. પાંચ મિનિટ લોટને મસળવો. છેલ્લે એમાં તેલ મિક્સ કરી એને અડધો કલાક સાઇડમાં રાખવું. (ફૂલવા માટે)

ફિલિંગની રીત:

એક પૅનમાં તેલ ગરમ કરી કાંદા-લસણને એક મિનિટ સાંતળવાં. એમાં મશરૂમને મિક્સ કરી એક મિનિટ સાંતળવું. એમાં બાફેલી મકાઈ અને બાકીની સામગ્રી મિક્સ કરી ગૅસ બંધ કરવો. મિક્સ્ચર ઠંડું થાય એટલે એમાં સૉલ્ટ, મરી અને ચિલી ફ્લેક્સ ઍડ કરવું.

સૉસ માટેની રીત:

એક પૅનમાં તેલ ગરમ કરી કાંદા-લસણને મીડિયમ હીટ પર સાંતળવાં. એમાં ઝીણાં કાપેલાં ટમેટાં ઉમેરી મિક્સ હર્બ્સ નાખી મિક્સ કરવું. આ પૅનને ઢાંકી ૧૫થી ૨૦ મિનિટ માટે ટમેટાં સાંતળીને કુક કરવું. સૉસ ઘટ્ટ થાય એટલે ગૅસ બંધ કરી એમાં મીઠું, મરી અને બૅઝિલ પાન મિક્સ કરવાં.

૮૦ ડિગ્રી પર માઇક્રોવેવને પ્રી-હીટ કરવું, બેકિંગ ટ્રેને બટર લગાવી રાખવું. લોટને સરખો મસળીને એના બે ભાગ કરવા. પ્લૅટફૉર્મ પર લોટ છાંટીને એને લંબચોરસ શેપમાં વણી લેવું. લોટ પર અડધું ખમણેલું ચીઝ પાથરવું અને એના પર અડધું ફિલિંગ પાથરવું. આ લોટનો ટાઇટ રોલ વાળવો અને એની કિનારીને પાણીથી પૅક કરવી. સમાન પદ્ધતિથી બીજો રોલ બનાવવો. આ રોલમાંથી જાડી સ્લાઇસ કાપી લેવી અને ઊભી ગોઠવવી. એને ઉપરથી જરાક ટ્રેસ કરી પ્રી-હીટ અવનમાં ૧૫-૨૦ મિનિટ માટે બેક કરવા. પીત્ઝા રોલને પીત્ઝા સૉસ સાથે સર્વ કરવું.

રસોઈની રાણી :- કેતકી સૈયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…
 
દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી