પીઝા મસાલા સેન્ડવીચ ઢોકળા – Weekend માં અચૂક કરો ટ્રાય !!! Yummiest…

ઢોકળા અને ઈડલી તો તમે ખૂબ ખાધા હશે પણ હવે બનાવો આ નવી સ્ટાઈલ ના ઢોકળા નવી જ જાત ના ડીપ સાથે ખરેખર ખાવાની ખૂબ મજા આવસે

પીઝા મસાલા સેન્ડવીચ ઢોકળા

સામગ્રી:

૧ વાટકી ઢોકળા નુ ખીરૂ
૧ વાટકી ઈડલી નુ ખીરૂ
૨ નાની ચમચી ખાવાનો સોડા

સ્ટફીંગ માટે:

૧ ચમચી ઝીણી સમારેલી ડુંગરી
૧ ચમચી ઝીણુ સમારેલુ કેપ્સીકમ
૧ ચમચી પીઝા સોસ
૧ ચમચી ટોમેટો કેચઅપ
૧ નાની ચમચી પીરીપીરી મસાલા
૧ ચીઝ ક્યુબ

 

વઘાર માટે થોડું :

થોડા લીમડા ના પાન
૧ નાની ચમચી રાઈ ના દાણા

ગાનીઁસ માટે થોડી ઝીણી સમારેલી કોથમીર.

રીત:

ઢોકડીયા અથવા ઍક લોયા મા પાણી ગરમ મુકી અંદર તેલ થી ગી્સ કરેલી મોટી ડિશ મુકવી હવે ઢોકડા ના ખીરા મા ૧ નાની ચમચી ખાવાનો સોડા નાખી સતત હલાવી ડિશ મા રેડી દેવુ ઊપર ઢાંકણ ઢાંકી ને પાંચ મિનીટ ઢાંકી ને ચડવા દો ચડે ત્યા સુધી મા ચીઝ સિવાય ની સ્ટફીંગ ની બધી વસ્તુ મીક્ષ કરી લો.

હવે ઢોકળા ની ડિશ ઊતારી ને તેના પર સ્ટફીંગ પાથરો તેના પર ખમણેલું ચીઝ પાથરો હવે ડિશ ને પાછી સ્ટીમ કરવા મૂકી ઈડલી ના ખીરા મા ૧ નાની ચમચી ખાવાનો સોડા નાખી સતત હલાવી સ્ટફીંગ પર રેડી સરખુ પાથરી ને આઠ થી દસ મિનીટ ઢાંકી ને ચડવા દો પછી ચપ્પુ અંદર નાંખી ને ચકાસી લો જો ચોંટે નહિ તો સરખુ ચડી ગયુ હશે.

થોડી વરાળ નીકળે ઍટલે કટ કરી ને તેલ મા રાઇ તતડે ઍટલે લીંમડો નાખી વઘાર ઢોકડા પર રેડો ઉપર ઝીણી સમારેલી કોથમીર ભભરાવો.

ડિપ માટે:

૨ ચમચી માયોનીસ અથવા મોળુ દહીં
૧ ચમચી ટોમેટો કેચઅપ
૧ ચમચી સાલસા સોસ

બધુ સાથે મિક્ષ કરી ડિપ બનાવવુ.

રસોઈની રાણી : યોગીતા વાડોલીયા(રાજકોટ)

આપ સૌ ને મારી આ વાનગી કેવી લાગી ? કોમેન્ટ માં જણાવજો !!

ટીપ્પણી