પિઝ્ઝા હટ સ્ટાઇલ, પિઝ્ઝા

પિઝ્ઝા હટ સ્ટાઇલ “પિઝ્ઝા” ! હવે બનાવો તમારી ઘરે !

સામગ્રી :

પીઝાનો લોટ,
૧/૨ કપ પીઝા સોસ,
૨ ચમચી લાંબા સમારેલા કેપસીકમ,
૨ ચમચી લાંબી સમારેલી ડુંગરી,
સમારેલા ઓલીવ,
મશરુમ ૧/૨ કપ,
જેલોપીનો ૧/૨ કપ,
સ્વીટકોન ૧/૨ કપ,
૧ ટી સ્પુન મિકસ હર્બ,
૧\૨ કપ મોઝરેલા ચીઝ,
૧/૨ કપ ચેદાર ચીઝ,

રીત :

> સૌ પ્રથમ પીઝાના લોટથી મોટી (થોડી મોટી) રોટલી વણી લેવી.
> તેના પર પીઝા સોસ લગાવી લેવો ત્યાર બાદ રોટલીની ધાર પર અંદરની સાઇડ પર ૨ ઈંચના ૧૨ કટ કરવા.
> હવે દરેક કટની વચ્ચે ૧\૨ ચમચી મોઝરેલા ચીઝ મૂકીને રોટલીના કટના બન્ને છેડાથી ચીઝ કવર કરી ટોપી જેવા શેપ આપવા, વચ્ચેના ભાગમાં કેપસીકમ, ડુંગરી મૂકીને ઉપર ચીઝ સ્પ્રેડ કરવું.
> તેના ઉપર ઓલીવ મશરુમ જેલોપીનો સ્વીટકોન પાથરવા તથા ઉપર મિકસ હર્બ છાટવું.
> ધારને બટરથી બ્રશ કરવુ.
> ર્પ્રીહીટ ઓવનમા ૧૮૦ ડીગ્રી પર ૧૫ થી ૨૦ મિનિટ બેક કરી ટોમેટો સોસ સાથે સર્વ કરવું.
>તો તૈયાર છે “પિઝ્ઝા હટ” જેવા પિઝ્ઝા તમારી ઘરે જ…ઘરની વસ્તુઓ વાપરશો એટલે ફ્રેશ અને હેલ્ધી પણ બનશે. બાળકો પણ ખુશ…અને પૈસાની બચત એટલે હબી પણ ખુશ ! છે ને રસોઈની રાણીની કમાલ !

રસોઈની રાણી : કલ્પના પરમાર (ટાન્ઝાનિયા)

આપ આ વાનગી શેર કરી અમારો ઉત્સાહ અચૂક વધારજો !

ટીપ્પણી