હોમમેડ પીઝા બેઝ
અત્યારે બાળકોને કે મોટાઓને પૂછીએ કે તમને શું ભાવે??? તો તરત જવાબ આવશે પિઝા… પીઝા બનાવવા લગભગ લોકો બઝારમાંથી બેઝ લાવતા હોય છે અથવા ભાર જમવા જતા હોય છે… તો હવે ઘરે બનાવો બઝાર કરતા ફ્રેશ, સસ્તા અને હાઈજેનીક હોમમેડ પીઝા બેઝ અને તેમાંથી ઘરે બનાવો યમ્મી યમ્મી પિઝા…
હોમમેડ પીઝા બેઝ બનાવવા જોઈતી સામગ્રી:
- ૧/૨ કપ હુંફાળું પાણી + ૨ ટે સ્પૂન પાણી,
- ૧ ટે સ્પૂન ઇન્સ્ટન્ટ ડ્રાય યીસ્ટ,
- ૧ ટે સ્પૂન દળેલી ખાંડ,
- ૧ ટે સ્પૂન મેંદો,
- ૨ કપ મેંદો,
- મીઠું,
- ૨ ટે સ્પૂન તેલ + ૧ ટે સ્પૂન તેલ..
હોમમેડ પીઝા બેઝ બનાવવાની રીત:
સૌ પ્રથમ એક બાઉલમાં હુંફાળું પાણી લેવું, પછી તેમાં ઇન્સ્ટન્ટ ડ્રાય યીસ્ટ ઉમેરવી. પછી તેમાં દળેલી ખાંડ ઉમેરવી, પછી તેમાં ૧ ટે સ્પૂન મેંદો ઉમેરવો,ડ્રાય યીસ્ટ, દળેલી ખાંડ, મેંદો ઉમેરાય જાય એટલે બરાબર મિક્સ કરી લેવું. મિક્સ કરી ઢાંકીને ૮-૧૦ મિનિટ માટે સાઈડ પર રહેવા દેવું.
ત્યાંસુધીમાં એક મોટા પહોળા વાસણમાં મેંદો લેવો, મીઠું લેવું. પછી તેલનું મોણ આપી બરાબર મિક્સ કરી લેવું.
મિક્સ થઇ જાય એટલે વચ્ચે ખાડો કરી યીસ્ટવાળું મિક્ષણ ઉમેરવું.
બાઉલમાં જે ચોટેલ હોય ટે પણ લોટ ઉમેરી લઇ લેવું. પછી બરાબર મિક્સ કરવું. પછી ૧ ટે સ્પૂન પાણી ઉમેરી લોટ મસળતા મસળતા લોટ બાંધવાનો, પછી પાછું ૧ ટે સ્પૂન પાણી ઉમેરી લોટ મસળવાનો.મિનિમમ ૫ મિનિટ લોટ મસળવાનો, વચ્ચે વચ્ચે જરૂર પડે તેમ તેલ લેતું જવું અને મસળતા જવું… નીચે વિડિઓ આપેલ છે તમે વિડિઓ પણ જોઈ શકો છો.
સરસ સ્મૂથ લોટ બની જાય અને હાથમાં ચોંટે નાઈ ત્યાંસુધી મસળ્યા કરવું. પછી એક બાઉલને તેલ વડે ગ્રીસ કરી તેમાં લોટનો બોલ મુકવો.પછી તેને ઢાંકીને ૩-૪ કલાક માટે બન્ધ કન્ડિશન માઈક્રોવેવમાં મુકવો જેથી યીસ્ટ અંધારામાં અને હૂંફમાં સરસ ફર્મેન્ટ થાય.
૩-૪ કલાક પછી તમે જોશો તો લોટ ફૂલીને ડબલ થઇ ગયો હશે… પછી તેને પંચ કરી એર કાઢી મસળી લેવું.
પછી ઓવનને પ્રિહિટ થવા માટે ચાલુ કરવું.
પછી હાથ તેલ વાળા કરી સિલિન્ડર કરી લેવું, અને નાઇફ વડે બે કટ કરવા જેથી સરખા ભાગમાં ૩ પીઝા બેઝ્ના ભાગ પડશે.
પછી એક ભાગ લઇ બોલ બનાવી પાટલી પર અટામણ માં સૂકો મેંદો લઇ હળવા હાથે બેઝ વણી લેવો. પછી ફોર્ક વડે પ્રીક કરી લેવું, જેથી પીઝા બેઝ ફૂલે નહિપછી ગ્રીસ કરેલ બેકિંગ ટ્રેમાં બેઝ મૂકી
પ્રિહીટેડ માઈક્રોવેવમાં કન્વેકન મોડ પર 180 ડિગ્રી પર ૮-૧૦ મિનિટ બેક કરવો.
તો તૈયાર છે પીઝા બેઝ…. યમ્મી પિઝા બનાવવા માટે.જો તમને મારી રેસિપી પસન્દ આવી હોય તો લાઈક કરો અને તમારા ફ્રેડ્સ અને ફેમિલી સર્કલમાં શેર કરો તેમને ટેગ કરો…જેથી તે લોકો પણ ઘરે પિઝા બેઝ બનાવે…
નોંધ: જયારે લોટને ફર્મેન્ટ માટે ઓવનમાં મુકીયે ત્યારે ધ્યાન રહે ઓવન બન્ધ હોવું જોઈએ… આપણે તેને અંધારું અને હુંફાળી જગ્યા મળી રહે એટલે તેમાં રાખીયે છીએ. તમે વધારે હેલ્થી બનાવવા ઘુનો લોયત પણ યુસ કરી શકો છો.
લોટને મસળવો તે મેઈન પાર્ટ છે… એટલે સરસ લોટ મસળવો. બઝારમાં બે પ્રકારના બેઝ મળે છે જાડો અને પાતળો બેઝ… મેં અહીં જાડો બેઝ બનાવેલ છે જો પાતળો બેઝ બનાવશો તો ૪ બેઝ બનશે.
રેસિપીનો વિડીયો જુઓ :
રસોઈની રાણી: હિરલ રાકેશ ગામી (જામનગર)
મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…
દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.