હોમમેડ પીઝા બેઝ હવે બનાવજો ઘરે જ !!!

સામગ્રી :

૨ કપ.. મેંદો
૧ ટી સ્પૂન.. યીસ્ટ
૧ ટી સ્પૂન.. સુગર
મીઠું
૨ ટે સ્પૂન.. તેલ
જરૂર મૂજબ.. પાણી / મિલ્ક

રીત :

• એક નાનાં બાઉલ માં ૨ ટે.સ્પૂન પાણી થોડું ગરમ કરી સુગર મિક્સ કરો. તેમાં ડ્રાય યીસ્ટ મિક્સ કરી ૫-૭ મિનિટ ઢાંકી દો.
• યીસ્ટ ફૂલી જશે.
• મોટા બાઉલ માં મેંદો લઇ તેમાં મીઠુ, તેલ અને યીસ્ટ નું મિશ્રણ મિક્સ કરી જરૂર મૂજબ પાણી કે મિલ્ક ઉમેરી ઢીલો લોટ બાંધી લો. એકાદ કલાક ઢાંકી ને રાખો. લોટ ને બહાર કાઢી થોડું તેલ લઇ સારી રીતે ૩-૫ મિનિટ મસળી ફરી થી એરટાઇટ ૨ કલાક ઢાંકી રાખો. લોટ ફૂલી ને ડબલ થશે.
• નોન સ્ટીક ફ્રાય પેન નું લીડ ઢાંકી ગેસ ઉપર મિડિયમ તાપે પ્રિ હીટ થવા મૂકો.
• મોટો લુઓ લઇ મેંદા નું અટામણ લઇ થોડો જાડો રોટલો વણી ફોર્ક થી પ્રીક કરી પેન માં મૂકી ૧/૨ મિનિટ માં જ પલટાવી દો. બીજી બાજૂ પણ સહેજ વાર રાખી બહાર કાઢી લો. આ રીતે બધાં બેઝ બનાવી લો.
• મનપસંદ ટોપીંગ કરી પીઝા બનાવી સર્વ કરો. નોંધ : • બેઝ બનાવતી વખતે વધારે શેકવા નાં નથી. ટોપીંગ કર્યાં પછી પણ કુક થશે એટલે પહેલાં સોફ્ટ રાખવાં.
• આ માપ થી મિડિયમ સાઇઝ નાં ૬ બેઝ બનશે.
• પાણી માં યીસ્ટ મિક્સ કર્યા પછી થોડી વાર માં યીસ્ટ જો ના ફૂલ્યુ હોય તો તે ઉપયોગ માં ના લેવું. કારણ કે પાણી માં યીસ્ટ ફૂલી ને ડબલ નહીં થયું હોય તો લોટ પણ નહીં ફૂલે.
રસોઇ ની રાણી : નિશા પ્રજાપતિ (કંપાલા, યુગાંડા)

આપ સૌ ને મારી વાનગી કેવી લાગી કોમેન્ટ માં અચૂક કહેજો !!

ટીપ્પણી