Yammiiiiiii…..Very Testy…….!!!!!, “પિન્ક ગ્વાવા જ્યુસ વિથ લાઇમ”

પિન્ક ગ્વાવા જ્યુસ વિથ લાઇમ

ફ્રૂટ્સમાં પ્રોટીન્સ અને વિટામિન્સ સારા પ્રમાણમાં હોય છે બાળકોને તો ખાસ ફ્રૂટ્સ ખવડાવવા જ જોઈએ પણ અત્યારના બાળકોને ફ્રૂટ ને એવુ ભાવે જ છે ક્યાં?

જો તમારા બાળકો ફ્રૂટ ના ખાતા હોયતો તેમને અલગ અલગ સ્ટાઇલ ના ફ્રેશ જ્યુસ વનાવી દેવા જોઇએ તેનાથી તે લોકો ને કાઇક નવુ કોલ્ડ ડ્રિન્ક પીધાનો આનંદ થાસે અને તમને કાઇક હેલ્ધી ડ્રિન્ક પીવડાવ્યાનો આનંદ થશે.
તો ચાલો બનાવીએ તેવો જ એક જ્યુસ.

સામગ્રી:

• ૪ થી ૫ એકદમ ગુલાબી પાકા જામફળ,
• અડધુ લીંબુ,
• ૪ ચમચી ખાંડ,
• સ્હેજ મીઠું (કોઇપણ જાતના જ્યુસ બનાવો સ્હેજ મીઠું તો નાખવું જ જોઈએ તેનાથી તેનો ટેસ્ટ ઓર વધી જાસે),
• ૧ ગ્લાસ ફૂલ ચિલ્ડ વોટર,

રીત:

૧ ગુલાબી રંગના પાકા જામફળ સરખી રીતે ધોઇ લેવા.

૨ જામફળની છાલ ઉતારીને મીડિયમ સાઇઝના કટકા કરી લેવા.

૩ મિક્સ્ચરમા જામફળના કટકા નાખીને તેમા ચાર ચમચી ખાંડ નાખવી.

૪ /૫ જામફળમા મીઠું ઉમેરી અડધુ લીંબુ નીચોવવું.

૬ ફૂલ ચિલ્ડ વોટર એક ગ્લાસ એડ કરવુ.

૭ મિક્સ્ચરમા આ બધી વસ્તુને એકદમ સરસ રીતે બ્લેન્ડ કરી લેવી.

૮ નીચે તપેલી રાખીને ઉપર ચારણી કે ગરણી રાખીને જ્યુસને ગાળી લેવો આમ કરવાથી જામફળના બી ગરણીમા રહી જાસે.

* જામફળની મીઠાશ અનુસાર તમે ખાંડ નાખી શકો છો.

એક ગ્લાસમા ફ્રેશ જ્યુસ રેડીને ગ્લાસમા સાઇડમા એક લીંબુની સ્લાઇસ રાખીને એકદમ ચીલ્ડ સર્વ કરવો.

રસોઈની રાણી : યોગીતા વાડોલીયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

 

 

ટીપ્પણી