Pineapple Pauva (પાઈનેપલ પૌવા)

- Advertisement -

1078152_10151544514711088_2074007142_n

 

ચાલો આજે આપણે બનાવીએ સહેલું અને જલ્દી બની જાય એવું

 

“પાઈનેપલ પૌવા”

 

સામગ્રી :-

1 કપ પોઆ 1 કપ ખાંડ 8/10 પાઈનેપલ સ્લાઈઝ સમારેલા નાના ટુકડા 4/5 કાજુ બદામ 8/10 કિસમિસ 1 ચમચી એલચી પાવડર 2 કપ પાણી 2 ચમચા ઘી

 

રીત :-

 

પૌવાને સાફ કરી ને મિક્ષ્ચર માં ક્રશ કરો .તે એકદમ લોટ ના થાય અને અધકચરા ક્રશ થયેલા રહે તેનું ધ્યાન રાખવું .એક કડાઈ માં ઘી ગરમ કરી ને તેમાં પોઆ ને બદામી રંગ ના થાય ત્યાં સુધીધીમા આંચ એ શેકો .બીજી કડાઈ માં ખાંડ અને પાણી નાખી ને હલાવો .થોડું ઉકાળવા દયો .તે ઉકળે એટલે તેમાં એલચી નો પાવડર ,પાઈનેપલ ના ટુકડા નાખી ને 2/3 મિનીટ સુધી રેવા દયો .ત્યાર પછી તેમાં પોઆ નાખી ,હલાવો .પોઆ બધું પાણી શોષી લે ,ત્યારે તેમાં મેવો નાખી આંચ પર થી ઉતારી લ્યો અને તેનો ગરમ ગરમ સ્વાદ માણો .

 

રસોઈ ની રાની :- કવિતા શેઠ (એડીસઅબાબા, ઇથોપીયા)

ટીપ્પણી