પેટ્રિશિયા નારાયણન… નારી તું નારાયણી…

પેટ્રિશિયા નારાયણન… નારી તું નારાયણી…

પ્રથમ દિવસ ની આવક..50 પૈસા, હવે.. રૂ 2,00,000 પ્રતિદિન

31 વર્ષ ની ઉંમર… એક નિષ્ફળ લગ્ન જીવનો બોઝ… બે નાનકડા બાળકો ની જવાબદારી… અનેક વ્યસનો ના બંધાણી પતિ સાથે સંઘર્ષ…

બધા અવરોધો વચ્ચે મરિના બીચ પર ખાણીપીણીનું વેચાણ કરી ને એક ઉદ્યોગ સાહસિક બન્યાં…

આજે આ તમામ અવરોધો ને પાર કરીને પેટ્રિશિયા Restaurants ની શ્રુન્ખ્લાઓ ના માલિક છે…

તેમણે તેમના માતાપિતા ની મરજી વિરૃદ્ધ લગ્ન કર્યા… કમનસીબે તેમના લગ્ન નિષ્ફળ નિવડ્યા… પરંતુ તેમના માતાપિતાએ તેમને ક્યારેય માંફ ન કર્યા અને તેમને પોતાની અને સંતાનોની જવાબદારી તેમના જ શિરે આવી પડી…

પેટ્રિશિયાનાં શબ્દોમાં..

“મને ખબર હતી કે કાં તો મારે મુસીબતો ના ભાર થી કચડાઈ જવાનું હતું કાં તો મુસીબતો સામે લડવાનું હતું , અને મૈ એકલપંડે લડવાનું નક્કી કર્યું …”

તેમણે અથાણાં, સ્ક્વોશ અને જેમ ઘરે બનાવીને વેચવાનું શરુ કર્યું…

થોડા સમય બાદ તેમને તેમની પોતાની કોફી ની લારી શરુ કરી…પેટ્રિશિયા પહેલા દિવસે માત્ર એક કપ કોફી વેચી શક્યાં… અને પ્રથમ દિવસ ની કમાણી હતી 50 પૈસા… પરંતુ તેમણે આશા ન છોડી અને એક દિવસ એ કમાણી નો આંકડો 25,000 રૂ પ્રતિદિનએ પહોચ્યો…

એક દિવસ Slum Clearance Board નાં ચેરમેન મોર્નીંગ વોક માટે નીકળ્યાં હતાં અને તેમની મુલાકાત પેટ્રિશિયા સાથે થઇ… તેમણે પેટ્રિશિયાને Slum Clearance Boardની ઓફીસ માં આવેલી canteen સંભાળવાનો પ્રસ્તાવ મુક્યો…. બસ આ એક મોટી સફળતા હતી અને ત્યાર બાદ પેટ્રિશિયાએ ક્યારેય પાછું વાળીને જોયું નથી….

2004 માં તેમના જીવન માં ફરી થી દુઃખ નાં વાદળો છવાયા જયારે તેમની પુત્રી અને જમાઈ નું માર્ગ અકસ્માત માં મૃત્યુ થયું… તેમનાં મૃતદેહો ને લાવવાં નો ambulance સેવાએ ઇનકાર કરી દીધો… અંતે કોઈ પોતાની કાર ની ડેકી માં બધાં મૃતદેહો ને લઇ આવ્યું… પેટ્રિશિયા મૃતદેહો ની આવી અવદશા જોઈ ને ભાંગી પડ્યાં અને તેમણે તેમની મૃત પુત્રી ની યાદ માં અકસ્માત ના સ્થળે એક એવી ambulance સેવા શરૂ કરવાંનો નિર્ધાર કર્યો કે જે અકસ્માત પીડિત ને જીવિત ક મૃત અવસ્થા માં મદદરૂપ બને…

આજે તેમના પુત્ર સાથે મળીને પેટ્રિશિયા તેની પુત્રી ની યાદમાં રેસ્ટોરાં ‘Sandeepha’ ની શ્રુંખલા ચલાવે છે અને આશરે 200 લોકો તેમાં કામ કરે છે…

2010 માં પેટ્રિશિયાને ‘વર્ષના FICCI ઉદ્યોગસાહસિક’ એનાયત કરવામાં આવ્યો હતો…

આ હિંમતવાન નારી ને સલામ….

લેખક : દીપેન પટેલ

ટીપ્પણી