પેટના દર્દો માટે મહત્વના ધરગથ્થુ ઉપચારો

મિત્રો, આ વાતો ભવિષ્ય માટે પણ સાચવી રાખજો. પેટના દર્દો લગભગ દરેક વ્યક્તિને વારે વારે થતા હોય છે કારણ આપણી ફૂડ હેબીટસ એટલે આ ઉપાયો તમે હાથવેત રાખશો તો આખું કુટુંબ બીજી ભયાનક બીમારીઓથી બચી જશો, તમને જાણીને આશ્ચર્ય થશે કે મેજોરીટી બધા રોગોનું મૂળ એ પેટ છે. એટલે પેટના તો કોઈ પણ પ્રકારના રોગો આપણને ના થવા જોઈએ તેથી તમારા માટે ખાસ આ સોના જેવી વાતો !!

પેટના દર્દો માટે મહત્વના ધરગથ્થુ ઉપચારો :

* એલચી,ધાણાનું ચુર્ણ ચારથી છ રતીભાર અને શેકેલી હિંગ એક રતીભાર લઈ લીંબુંના રસમાં મેળાવીને ચાટવથી વાયુ,પેટનો દુખાવો અને આફરો મટે છે.
* ફુદીનાના રસમાં મધ મેળાવી લેવાથી પેટના દર્દો મટે છે લાંબા સમય માટે આંતરડાની ફરિયાદ માટે આ ઉતમ ઇલાજ છે.
* સાકર અને ધાણાનું ચુર્ણ પાણીમાં પીવાથી પેટની બળતરા મટે છે
* જીરુ અને ધાણા બંને સરખા ભાગે લઈ રાત્રે પલાળી રાખો સવારમાં ખુબ મસળી તેમાં સાકર નાખીને પીવાથી પેટની બળાતરા મટે છે.

* અજમો ફાકી ઉપર ગરમ પાણી પીવાથી પેટનો દુખાવો,અજીર્ણ અને વાયુ મટે છે.
* આદુ અને લીબુના રસમાં અર્ધી ચમચી મરીનું ચુર્ણ નાખિ પીવાથી પેટનો દુખાવો મટે છે.
* અજમો અને મીંઠુ વાટીને ફાકી લેવાથી પેટનો દુખાવો મટે છે.
* આદુ અને ફુદીનાના રસમાં સિંધવ નાખીને પીવાથી પેટનો દુખાવો મટે છે.
* આદુનો રસ એક ચમચી અને લીબુનો રસ બે ચમચી મેળાવી તેમાં થોડી સાકર નાખીને પીવાથી કોઈ પણ જાતનો પેટનો દુખાવો મટે છે.
* શેકેલા જાયફળનું એક ગ્રામ ચુર્ણ ગરમ પાણી સાથે લેવાથી પેટનો દુખાવો મટે છે.

* જમ્યા પછી કેટલાકને ૨-૩ કલાકે પેટમાં સખત દુખાવો થાય છે તે માટે સુંઢ,તલ અને ગોળ સરખે ભાગે લઈ દુધમાં નાખી સવાર-સાંજ લેવાથી પેટનો દુખાવો મટે છે.
* લીંબુના રસમાં થોડો પાપડખાર મેળાવી પીવાથી પેટનો દુખાવો અને આફરો મટે છે.
* તુલસીનો રસ અને આદુનો રસ સરખે ભાગે લઈ ,સહેજ ગરમ કરી,પીવાથી પેટનો દુખાવો મટે છે.

* ગોળ અને ચુનો ભેગા કરી ગરમ પાણી સાથે લેવાથી પેટનો દુખાવો મટે છે.
* અજમો અને સંચળનું ચુર્ણ ફાકવાથી ગેસ મટે છે.
* ચીકણી સોપારીનો પા તોલો ભુકો મોળા મઠ્ઠામાં સવારે લેવાથી ગેસ મટે છે.
* લીંબુના રસમાં મૂલાનો રસ મેળાવી પીવાથી જમ્યા પછી થતો દુખાવો અને ગેસ મટે છે.
* કોકમનો ઉકાળો કરી,તેમાં થોડું મીઠું નાખી,પીવાથી પ્ર્ટનો વાયુ અને ગોળો મટે છે.

* ઉકળતા પાણીમાં સુઢનું ચુર્ણ નાખી,તેને ઢાંકી,ઠંડુ થયા બાદ ગાળી તેમાંથી પાંચ ચમચી જેટલું પીવાથી પેટનો આફરો,પેટનો દુખાવો મટે છે આ પાણીંમાં ખરાબ ઓડકાર અને પેટમાં રહેલો વાયુ મટે છે.
* એક તોલા તલનું તેલ પા તોલા હળદઆર મેળાવીને લેવાથી પેટની ચુંક મટે છે.
* રાઈનું ચુર્ણ થોડી સાકર સાથે લેવાથી અને ઉપરથી પાણી પિવાથી વાયુ અને કફથી થતો પેટનો દુખાવો મટે છે.
હિંગ,સુંઢ,મરી,લીડીપિપર,સિંધવ,ાજમો,જીરુ,શાહજીરુ આ આઠ વ્હીઓ સરખે ભાગે લઈ ચુર્ણ બનાવી (જે હિંગાષ્ટક ચુર્ણ કહેવામાં આવે છે તે બજારમાં પણ મળે છે)લેવાથી પેટના દર્દો મટે છે.

* સાકરવાળા દુખમાં એક થી બે ચમચી દિવેલ નાખી દિવસમાં બે વાર પીવાથી પેટનાં અનેક જાતના દર્દો મટે છે.
* સવારમાં પહોરમાં મધ સાથે લસણ ખાવાથી પેટની ચુક મટે છે.અને જેમનો જઠરાગ્નિ મંદ પડી ગયો હોય તો તે પ્રજવલિત બને છે.
* રાઈનું ચુર્ણ પાણિ સાથે લેવાથી પેટની ચુંક અને અજીર્ણ મટે છે.
* અજમો,શિંધવ અને હિંગ વાટી તેની ફાકી મારવાથી ગોળો મટે છ્એ.
* આદુનો રસ,લીંબુનો રસ અને મીંઠુ મેળાવીને પીવાથી પાચનક્રિયા બળવાન બને છે.

સાભાર : જીવનશૈલી

ટીપ્પણી