પેસ્ટો સૅન્ડવિચ (Pesto Sandwich)

પેસ્ટો સૅન્ડવિચ

સામગ્રી –

+ અડધો કપ ગાજર ખમણેલાં
+ ૧ નંગ કાકડી અથવા ઝુકિની પાતળી સ્લાઇસમાં
+ ૧ નંગ કાંદો પાતળી રિંગમાં કાપેલો
+ બે નંગ રેડ અથવા પીળાં કૅપ્સિકમની પાતળી સ્લાઇસ
+ ૧ નંગ મીડિયમ અવાકાડો પાતળી સ્લાઇસમાં કાપેલું
+ અડધો કપ સ્પ્રાઉટ્સ
+ અડધા લીંબુની છાલ, જૂસ
+ ૧ ટેબલ-સ્પૂન ઑલિવ ઑઇલ
+ મીઠું
+ ૧/૪ કપ મેયોનીઝ
+ ૪ નંગ મલ્ટિગ્રેન અથવા બ્રાઉન બ્રેડ ટોસ્ટેડ

પેસ્ટો સૉસ –

+ ૧ કપ બેસિલ લીવ્ઝ
+ ૧/૪ કપ ઑલિવ ઑઇલ
+ ૧ નંગ લસણની કળી
+ ૧ નંગ આલાપેનો ચિલી
+ ૧ ટેબલ-સ્પૂન લીંબુનો રસ
+ ૧/૪ ટી-સ્પૂન મીઠું
+ ૧/૪ ટી-સ્પૂન મરી

રીત –

૧. પેસ્ટો સૉસની બધી સામગ્રીની મિક્સર જારમાં સ્મૂધ પેસ્ટ કરવી.

૨. એક બોલમાં કાકડી, કાંદા, ઑલિવ ઑઇલ, લેમન ઝેસ્ટ, મીઠું, મરી ૧૫ મિનિટ માટે મૅરિનેશન કરવું.

૩. કૅપ્સિકમ મરચાંને ગૅસ પર શેકી લેવાં. પછી એની બળેલી સ્કિન કાઢી એક બોલમાં એને સ્લાઇસ કરી લેવાં. એમાં મીઠું, તેલ, લસણ, મરી મિક્સ

કરી રાખવું.

૪. એક ટોસ્ટ બ્રેડની સ્લાઇસ પર મેયોનીઝ લગાડવું. એના પર પેસ્ટો સૉસ લગાડી એના પર રોસ્ટેડ કૅપ્સિકમની સ્લાઇસ, ખમણેલાં ગાજર ગોઠવવાં. એના પર મીઠું-મરી છાંટવાં.

૫. ઉપર મૅરિનેડ કરેલાં કાકડી અને કાંદા ગોઠવવાં. એના પર અવાકાડોની સ્લાઇસ ગોઠવવી અને એના પર

મીઠું-મરી છાંટવાં.

૬. બધાથી ઉપર સ્પ્રાઉટ્સનું લેયર કરી મીઠું-મરી છાંટવાં.

૭. એના પર પેસ્ટો સૉસ લગાડેલી બ્રેડ સ્લાઇસથી કવર કરી એક્સ્ટ્રા પેસ્ટો સૉસ, કેચપ સાથે સર્વ કરવું.

રસોઈની રાણી : કેતકી સૈયા (મુંબઈ)

ટીપ્પણી