પાવભાજી ચીઝ મસાલા ટોસ્ટ- ખૂબ જ ઝડપથી બની જતી સેન્ડવિચ એવો સ્નેકસ છે જે નાના મોટા સૌને પસન્દ આવશે..

પાવભાજી ચીઝ મસાલા ટોસ્ટ

આપણે ઘણી બધી જુદા પ્રકાર ની સેન્ડવિચ બનાવતાં હોઈએ છીએ.. અને એમાં પણ હવે ખૂબ જ નવા વેરિએશન આવતા જાય છે.

ખૂબ જ ઝડપ થી બની જતી સેન્ડવિચ એવો સ્નેકસ છે જે નાના મોટા બધાને પસન્દ જ હોય… માર્કેટ માં બ્રેડ માં પણ હવે ખૂબ જ અલગ અલગ વેરાયટી મળે છે. અને આપણે જો થોડી વધુ હેલ્ધી રીતે ઉપયોગ કરીએ તો ચોક્કસ થી સેન્ડવિચ નો આપણા રેગ્યુલર ભોજન માં સમાવેશ કરી શકાય..

હું આજે એક ઓપન સેન્ડવિચ ની રીત લાવી છું. જેને ટોસ્ટ પણ કહીએ છીએ.. ઓપન સેન્ડવિચ મને ખુબ પસંદ છે કેમકે સાદી સેન્ડવિચ માં જે 2 બ્રેડ નો ઉપયોગ કરીએ એ જ આપણે 1 જ બ્રેડ માં બનાવીએ છીએ.. એટલે ખાવામાં પણ હેલ્ધી જ બની જાય…

પાવભાજી તમે રોજ ખાતા જ હોવ છો. આજે પાવભાજી ફ્લેવર ની સેન્ડવિચ પણ ટેસ્ટ કરી ને જોવો.. ચોક્કસ થી તમારી ફેવરિટ બની જશે. અને બાળકો ને જેના નામ થી જ પ્રેમ છે એવું ચીઝ પણ આપણે ઉમેર્યું છે તો આજે જ ટ્રાય કરો આ સેન્ડવિચ. જે સરળતા થી બનાવી શકાય અને ખૂબ જ સ્વાદિષ્ટ પણ છે એવી પાવભાજી ચીઝ મસાલા ટોસ્ટ

માટે ની સામગ્રી:-

11/2 બાફેલા બટેટાનો માવો,
1 કપ મિક્સ વેજિટેબલ( ગાજર, વટાણા, સ્વીટકોર્ન),
1 મોટી ડુંગળી ઝીણી સમારેલી,
1/2 કેપ્સિકમ ઝીણું સમારેલું,
1/2 કપ ચીઝ છીણેલું,
2 ચમચા ઝીણી સમારેલી કોથમીર,
1 ઝીણું સમારેલું લીલું મરચું,
1-2 ચમચા પાવભાજી નો મસાલો,
1/8 ચમચી ગરમ મસાલો,
ચપટી હિંગ અને હળદર,
મીઠું અને લાલ મરચું સ્વાદાનુસાર,
1/2 લીંબુ નો રસ,
1 પેકેટ બ્રેડ( મેં ઘઉં ની બ્રેડ લીધી છે),
બટર શેકવા માટે,

રીત:-

સૌ પ્રથમ બટેટા ને બાફી ને ઠંડા થાય પછી છાલ ઉતારી ને છીણી લો અથવા હાથે થી માવો બનાવી લો.

મિક્સ વેજિટેબલ પણ વરાળે બાફી લો. ત્યારબાદ બ્રેડ સિવાય ની બધી સામગ્રી ને મિક્સ કરી ને સ્ટફિંગ તૈયાર કરો.

હવે બ્રેડ ની એક સ્લાઈસ લો. તેની એક તરફ ઉપર બનાવેલું સ્ટફિંગ નું લેયર લગાવો.

અને ગરમ તવા પર બટર મૂકી ને બંને બાજુ બ્રાઉન થાય ત્યાં સુધી ધીમી આંચ પર શેકી લો.

આવી રીતે આછા બ્રાઉન કલરની શેકાઈને તૈયાર થઈ જશે.

હવે, તૈયાર છે પાવભાજી ચીઝ મસાલા ટોસ્ટ.. કટ કરીને સોસ અને ચટણી સાથે સર્વે કરો.

નોંધ:-  બટેટા અને શાક બાફી ને ઠંડા થાય પછી જ ઉપયોગ માં લેવા. અને બંને માં પાણી નો ભાગ ના હોવો જોઈએ.ચીઝ વધુ કે ઓછું તમારી ઈચ્છા મુજબ ઉમેરી શકો. ના ઉમેરો તો પણ ચાલે. શાક તમારી ઈચ્છા મુજબ લઇ શકો છો.  લીંબુ ના બદલે આમચૂર ઉમેરો તો પણ ચાલે. સર્વ કરવામાં ઉપર થી પણ ચીઝ નાખી શકાય.

રસોઈની રાણી : જલ્પા મિસ્ત્રી (અમદાવાદ)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

 

 

 

ટીપ્પણી