સ્વાદમાં ટેસ્ટી એવા પટ્ટી મરચાંના ભજીયાં ચોક્કસથી એકવાર બનાવો.

 પટ્ટી મરચાંના ભજીયાં

ભજીયાં એ ખૂબ જ પ્રચલિત ફરસાણ છે. ઘણા બધા અલગ પ્રકાર ના ભજીયાં બનતા હોય છે. પ્રસંગ માં ખાસ કરી ને બનતા પટ્ટી મરચાં ના ભજીયાં ખૂબ જ પ્રચલિત છે.

ખાટા અને તીખા બેઉ ટેસ્ટ નું મિશ્રણ આ ભજીયાં માં હોય છે. મેં અહીં મીડિયમ તીખાં મરચાં લીધા છે તમે જો તીખું ખાવાના શોખીન હોવ તો એકદમ તીખાં મરચાં નો ઉપયોગ કરો.

સ્વાદ માં ટેસ્ટી એવા પટ્ટી મરચાં ના ભજીયાં ચોક્કસ થી એકવાર બનાવો.

સામગ્રી:-

3-5 નંગ લાંબા તીખા મરચાં,
1 કપ ચણાનો લોટ,
મીઠું સ્વાદ અનુસાર,
1/2 ચમચી અજમો,
ચપટી હળદર અને હિંગ,
1/4 ચમચી લાલ મરચું,
1/4 ચમચી આદુ મરચા ની પેસ્ટ,
1 ચમચી તેલ,
ચપટી ગરમ મસાલો,
ચપટી ખાવાનો સોડા,
1/2 લીંબુ નો રસ ખીરા માં ઉમેરવા માટે,
2-3 લીંબુ નો રસ મરચાં ડીપ કરવા માટે,
ચાટ મસાલો ઉપર છાંટવા માટે.

રીત:-

સૌ પ્રથમ મરચાં ને ધોઈ ને સાફ કરી લો. અને તેના ડીટીયા કાઢી ને વચ્ચે થી એક કાપો કરી લાંબી ચીરી કરી લો.

જે પટ્ટી જેવું લાબું દેખાય છે. એક બાઉલ માં 2-3 લીંબુ નો રસ નિકાળી લો. . એમાં ચપટી મીઠું પણ ઉમેરો. હવે મરચાં ની પટ્ટી ને લીંબુ ના રસ માં બોળી લો.

બીજા એક બાઉલ માં ચણા નો લોટ ,અજમો, મીઠું, મરચું ,હિંગ, હળદર, તેલ, લીંબુ નો રસ, આદુ મરચાં ની પેસ્ટ ,ગરમ મસાલો, અને ખાવાનો સોડા ઉમેરી ને બધું મિક્સ કરો.હવે પાણી ઉમેરીને મધ્યમ ઘટ્ટ ખીરું બનવો.

એક કડાઈ માં તેલ ગરમ કરો. હવે લીંબુ ના રસ માંથી મરચાંની ચીરી ને નીકાળી ને ચણા ના લોટ ના ખીરાં માં બોળો .

અને ગરમ તેલ માં મધ્ય થઈ તેજ આંચ પર ગુલાબી રંગ ના થાય ત્યાં સુધી તળી લો. બધા મરચાં ની પટ્ટી ને આવી રીતે તળી લો.

તેલ માંથી બહાર પેપર નેપકિન પર નીકાળો …પછી ભજીયા માં ઉપર થી ચાટ મસાલો ભભરાવો અને ચટણી અને સોસ સાથે સર્વ કરો. .

નોંધ:-  જો લીલા મરચાં બહુ તીખા હોય તો ખીરા માં મરચું ના ઉમેરો.  ચણા ના લોટ નું ખીરું બહુ પાતળું ના રાખવું. ઈચ્છા અનુસાર મસાલો વધુ કે ઓછો કરી શકો..

રસોઈની રાણી : જલ્પા મિસ્ત્રી (અમદાવાદ)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

 

 

 

ટીપ્પણી