ચાલો આજે સ્ટેપ બાય સ્ટેપ રેસિપી જોઇને શીખીએ પાતરાના ભજીયા ….

પાતરા ના ભજીયા

હેલો મિત્રો આજે હું લઇ ને આવી છુ ભજીયા ની રેસીપી. ભજીયા તો બધા ના ઘર માં બનતા જ હસેને ? પરંતુ ક્યારેય વિચાર્યું છે કે પાતરા ના પણ ભજીયા બની સકે ? પાતરા તો અપડે સોવ કોઈએ ખાધા હશે. પરંતુ આજે અપડે બનાવીશું પાતરા ના અલગ અલગ રીત થી ભજીયા. જેમ ભાત બચ્યા હોય તો અપડે તેમાં થી ભજીયા બનાવી દઈએ છીએ. એમજ અપડે પાતરા માંથી પણ ભજીયા બનાવી શકીએ છીએ. ભરેલા મરચા ના ભજીયા કરીએ અને કેવો સરસ ટેસ્ટ આવે છે. એવા જ ટેસ્ટી બનશે પાતરા ના ભજીયા.

સામગ્રી:

૭-૮ અળવી ના પાન,

૨ વાડકા ચણા નો લોટ,

૧/૨ વાડકો રવો,

૨ ચમચી આદુ-મરચા ની પેસ્ટ,

૨ ચમચી ખાંડ,

૨ ચમચી મરચું પાઉડર,

૨ ચમચી ધાણાજીરું

૧/૨ ચમચી સાજી ના ફૂલ,

૧ ચમચી નમક,

૧ ચમચી ગરમ મસાલો,

૧/૨ ચમચી હળદળ.
તેલ તળવા માટે.

ગર્નીશ માટે..

ટમેટો સોસ,

અળવીના પાન.

રીત-૧

સૌપ્રથમ ભજીયા બનાવવા માટે અળવી ના પાન. બધા જ પાન ને પ્રોપર ધોઈ લઈશું અને ત્યાર બાદ તેની જાડી ડાળખીઓ કાતર વડે કટ કરી લઈશું

ત્યાર બાદ પાતરા માં ભરવા નો મસાલો તૈયાર કરીશું. તેના માટે લઈશું. એક બાઉલ માં ચણા નો લોટ, રવો અને હવે તેમાં બધા જ મસાલા ઉમેરીસું. જેવા કે આદુ મરચા ની પેસ્ટ. જેમાં આદુ અને મરચા ને ધોઈ અને ક્રસ કરેલા છે. હવે લઈશું નમક, મરચું પાઉડર, હળદળ, ધાણાજીરું, ખાંડ, ગરમ મસાલો. ઉમેરીસું.

આ બધા ને હાથ વડે પ્રોપર મિક્ષ કરી અને તેમાં પાણી ઉમેરી બધું જ મિક્ષ કરી લઈશું. અને આપડી પાસે એક ખુબ જ સરસ મિક્ષ્ચર તૈયર થઇ જશે જેને અપડે સરળતા થી પાતરા ઉપર લગાડી સકીસું.

હવે આપડે લઈશું અળવી નું પાન જેમાં થી ધોઈ અને કડક ડાળખીઓ કાપી લીધી છે. હવે તેને કટ નથી કરવાનું આખું પણ એમજ રાખી. તેને ઉલટું કરી તેના ઉપર બનાવેલું મિક્ષ્ચર હાથ વડે લગાડીસું. અને લેયર એવું રાખવું કે જે બોવ જાડુ પણ નહિ અને પાતળું પણ ના રહે.

હવે તે લગાડાય ગયા પછી તેના રોલ વાડી લેવા. તે વળાય ગયા બાદ. ઢોક્ડીયું લઇ તેમાં ૨ ગ્લાસ જેટલું પાણી નીચે ગરમ કરવા મુકો. તે થઇ ગયા બાદ તેના પર ઢોકડિયા ની પ્લેટ મુકો અને તેના પર અપડા બનાવેલા પાતરા મૂકી. ઢોકડિયું બંદ કરી ૧૦-૧૨ મિનીટ સુધી થવા દો.

પાતરા બની ગયા બાદ કટર વડે તેના વચે ના ભાગ થી નાના નાના કટકા કરી લો. અને આ પાતરા હવે તૈયર છે તો અપડે તેને કોઈ પણ ચટણી હારે સેર્વ કરી શકીએ છીએ.

હવે ભજીયા નો લોટ બનાવવા માટે અપડે લઇસુ ચણા નો લોટ, સાજી ના ફૂલ અને નમક. અને જરૂર મુજબ પાણી લઇ તેનો લોટ તૈયાર કરીશું.

હવે તેમાં કટ કરેલા પાતરા ઉમેરી અને તેલ માં તળી લઇશું તો તૈયાર છે ગરમ ગરમ પાતરા ના ભજીયા.

રીત-૨

સૌપ્રથમ પાતરા ના ભજીયા બનાવવા માટે લઈશું અપડે અળવીના ના પાન. પાન ને ધોઈ અને કોરા કપડા વડે તેને કોરા કરી લેવા. ત્યાર બાદ તેના કાતર વડે નાના નાના કટકા કરી લેવા.

ત્યાર બાદ પાતરા માં ભરવા નો મસાલો તૈયાર કરીશું. તેના માટે લઈશું. એક બાઉલ માં ચણા નો લોટ, રવો અને હવે તેમાં બધા જ મસાલા ઉમેરીસું. જેવા કે આદુ મરચા ની પેસ્ટ. જેમાં આદુ અને મરચા ને ધોઈ અને ક્રસ કરેલા છે. હવે લઈશું નમક, મરચું પાઉડર, હળદળ, ધાણાજીરું, ખાંડ, ગરમ મસાલો. ઉમેરીસું.

હવે તે મિક્ષ્ચર માં અપડે ઉમેરીસું અળવીના પાન.અને તેને મિક્ષ કરી લઇશું.

હવે એક પેન માં તેલ ગરમ કરીશું. અને તેલ ગરમ થઇ ગયા બાદ આપડે બનાવેલા મિક્ષ્ચર ના ગરમ ગરમ ભજીયા બનાવીશું. ભજીયા બને બાજુ સરખા તળાય જાય એટલે તેને એક પ્લેટ માં કાઢી ચટણી જોડે સેર્વ કરો.

તો તૈયાર છે અળવીના પાન ના ભજીયા. જેને ટમેટો સોસ તેમજ પતાર્વેલીયા ના પાન વડે સેર્વ કરો.

નોંધ: પાતરા ના ભજીયા બનાવતી વખતે તેમાં મરચા તેમજ કોથમરી ઉમેરીએ તો પણ ખુબ જ ટેસ્ટી લાગે છે.

રસોઈની રાણી : મેધના સચદેવ(જૂનાગઢ)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી