પત્ની, વાવાઝોડું કે…..?? તમે શું માનો છો ?? વાંચો સમજવા જેવી વાત….

………કેમ , કઈ વધુ ખુશ છે ને આજ તો !!!! .રમેશે પૂછ્યું..પણ…”મેં જવાબ માં ફક્ત સ્મિત જ આપ્યું..!!..” ok “.. એમણે આગળ પાસો ફેંક્યો..”જવાબ ન આપ તો કોઈ વાંધો નહીં..ચાય તો આપ….અને મને લાગે છે કે..આજે કોઈ પાત્ર તારા માનસપટલ પર ફરી ઝણઝણી રહ્યું હોય..એવી પાયલ નો રણકાર..થાય છે..!!!.”ને મેં મુક્ત હાસ્ય ની ઘૂઘરીઓ વેરતા કહ્યું.

….
,””Yes.. ચાલો કહું છું “..બાલ્કની માં બેસી ને ચા ની સાથે સવાર નું આકાશ..ફક્ત જોવું જ નહિ પણ મન ભરી માણવું ને જહન માં રોમેરોમ ભરી લેવું….આ મારું વ્યસન થઈ ગયુ’તું..
….હું એ વિશાળ ગગન માં મુક્ત રીતે ઉડતા પંખીડાઓ..જોઈ રહી……”હા..બોલ .. આજે કોણ શબ્દદેહે આકાર લઇ રહ્યું છે.??..બોલ..”કહીને એ મને તાકી રહ્યા…

મને એ આકાશ ના પંખીડા માં એક અલ્લડ પંખી યાદ આવ્યું..
…..”રમેશ..!, આપણે કાલે માતાજી ના મંદિરે ગયા ત્યારે કોણ મળ્યુ’તું…??”એટલું પૂછી ને આગળ બોલું એ પહેલાં એ કહે …”એ હા..,!!!તું …જેની સાથે વાત કરતીતી એ….સેજલ જ..હતી ને…??

..મને અચરજ થયું કે આ સાહેબ..દર વખતે કહેતા હોય કે આને ન ઓળખું ને તેને ન ઓળખું …ને આજ તો…!!! મને વિચાર માં જોઈ ને રમેશ બોલ્યા..” આપણા જુના પાડોશ ની આ શેરની..કેમ ભુલાય…??” ને વાતેય સાચી હતી …શેરની નહીં..વાઘણ કહો કે રીછણ… તોડી વીખી નાખે બધાય ને….વા સાથે વાતું કરે ને…ઝગડો…તો ઉછીનો…લઈ લ્યે….બધા એમ જ કેતા…બાપ રે…છે તો વેંત જેવડી પણ…જીભડો તો જો…ગામ આખા ને આંટો મારે ને તોય..વધી પડે ..એવડો લાંબો…
..કોઈ તો એને ઝગડવા માટે ભેગું ય લઈ જતું…અને સેજલ જતી ય ખરી ને સાથે લઇ જનાર વતી સામેવાળાની..ધૂળ કાઢી નાખતી…
..ઘણા એવું કહેતા કે આવી છોકરી…હોય ???કોઈની દાઢ માં નથી રેતી…આ સાસરે જશે તો શું થશે…?

શું થશે ..?.શુ..!!રિસામણા. કાઢશે..!!
કોઈ કેતુ કે કરમ.. જેના.. ભાઈગ.. ફૂટલા હશે કોના ??…એની લગ્ન થશે..સેજલ સાથે !! અરે, !! એની સાસુ તો ઘરની બહાર બેસી ને રોશે..!!. જોજો..ને !! અરે સાસુ બિચારી આપઘાત કરી ને મરી જશે..તો કોઈ કહેતું કે સેજલ ની સાસુ જો કાઈ બોલી ને માથાકુટ થઈ તો ….પોતે જ સાસુ ને કુવા માં નાખી ને પાછી આવે …!!એવી છે…બાપ રે..લગ્ન પછી સારથીયા..નવરા નહીં થ્યા હોય ને જાન વળાવી ને લગ્નની વાડી સાફસફાઈ કરી નહીં હોય ..ત્યાં તો સેજલ પાછી …આવી જ સમજજો…હા.!!

..હવે આવી જે છોકરી હોય એનું સગપણ કરાવે ય કોણ?? વાવાઝોડું ને વંટોળિયો..બેય ભેગા..સેજલમાં એય પાછા કમોસમી… ન સમય જોવે કે ન સ્થળ..ઉપાડી જ લે..ખેદાન મેદાન…પણ..કોક ના ભાગ્ય ફૂટ્યા કે…સેજલ ના લગ્ન થયા…

…એ સાસરે ગઈ ને અમે પણ બીજી જગ્યાએ સીફ્ટ થયા…પછી તો સમય જતાં કોન્ટેક્ટ ન રહેતા અમે ભૂલી પણ ગ્યાતા…અને અચાનક મળી તો…હું તો..અચંબિત…બની.ને..સેજલ ને જોઈ રહી……
….એ મને ઉમળકા ભેર મળી …કેમ છો ?ની ઔપચારિકતા …ચાલી…હું તો જોતી જ રહી ગઈ …એની સાથે એક વૃદ્ધ દંપતી હતું…એમને મારી ઓળખાણ કરાવી…હું…તો…વિચારતી જ રહી…સેજલ..!!.આ સેજલ !!!. …પેલી સેજલ.!!..કઈ… સેજલ…?? એકદમ શાલીન વાણી, આંખો માં વડીલો પ્રત્યે ભાવ..પ્રેમપૂર્ણ વ્યવહાર..ઓહ…આ..??

અને જેમને સેજલે આ મારા મમ્મી છે એમ કહી ઓળખાણ કરાવી ..મેં મારી નજર થી એમની સાથે નજર મિલાવી…તેમની આંખો માં ખાંખાખોળા કર્યા…તો..ક્યાંય..મને જે ફંફોસતી હતી એવું કાઈ ન મળ્યું..ને એ મમ્મી બોલ્યા…”મારી સેજલ જ્યારે તેના પિયર ની વાત કરે ત્યારે તમને ય યાદ કરતી હોય…આવો ને ક્યારેક ઘરે…મારી સેજલ બધાને ખૂબ જ સારી રીતે સાચવે છે..મેમાનની સરભરા કરે છે..ને અમારું તો એવું ધ્યાન રાખે છે કે..એમ થાય છે કે આ માતાજી ની કૃપા હોય તો જ આવી દીકરી ને ય ભુલાવે એવી વહુ. …ના..દીકરી થીયે અદકેરી દીકરી.. મળે.. “હસતા મુખે સેજલ પર વ્હાલ વરસાવવા લાગ્યા…

” હમ્મ ..” કરતી હું સેજલ સામે વિસ્ફારિત નેત્રે..જોઈ રહી..એણે મારી આંખો માંથી બધા જ સવાલ લખેલી ચબરખી કાઢી ને સડસડાટ વાંચી લીધી…

…”આન્ટી,..એક મિનિટ..,ખમો..”અને ” “મમ્મી ,તમે ને પપ્પા ત્યાં ગાર્ડન છે..ત્યાં બેસો હું થોડી વાર પછી આવું છું. ..”જરૂર ઘરે આવજો જ એવું મને આમંત્રણ આપી ને સેજલ ના સાસુ, એમના પતિ થોડે દૂર ઊભા હતા તેમની સાથે …જતા રહ્યા…હું ને સેજલ ..ત્યાંજ એક ઝાડ નીચે બાંકડો હતો ત્યાં બેસી ગયા…

….સેજલ મારી સામે જોઇને હસતાં હસતાં.. કહેવા લાગી..,” આન્ટી, હું એ જ સેજલ છું ..જેના વિશે બધા જુદી જુદી વાતો કરતા હતા..એ સાચું જ હતું..હું એ વાતો મુજબ ની જ સેજલ હતી..”અને… ” આન્ટી ,..” તે જરા શરમાઈ ને બોલી..,”મેં તો નક્કી જ કરી નાખ્યુંતું.. કે કયારેય કોઈથી ડરવું નઈ ને બધાને ડરાવી ને…વશ માં કહો ને કે ધમકાવી ને દબાવી ને દાબ માં જ રાખવા ..નણંદ હોય કે સાસુ !!કોઈની ચુ કે ચાં… નહીં…ચલાવી લેવાની…”

..હું તો સાંભળી જ રહી કે હા..એ બરાબર ..એ જ સેજલ ને અમે ઓળખતા હતા ..એ જ ..પણ આ..!!!તેણે મને વધારે વખત વિચાર વમળ માં ઘુમરા ન ખાવા દેતા બહાર કાઢી ને…મારા સવાલ ને ગહેરાય થી ઊંચકી ને સમજદારી ભર્યા જવાબ થી સાફ કરી દૂર કરતા કહ્યું…,”આપણે તો બંદા એવા જ હતા…રાહ જ જોતી કે કોઈ ઝપટ માં આવી જાય તો…,!!
,,,તો પછી…આ બધું…શુ છે…???

..હવે સેજલે જે વાત કરી એમાં કેટલાયે સળગતા પ્રશ્નો નો ઉકેલ છે ….અને એ પણ સાવ સરળ….જે લગ્ન ઇચ્છુક યુવાન હોય ને…એમના માટે તો…

..પોતાના ઘર ને સાસુ વહુ નું સમરાંગણ બનતું અટકાવવું હોય તો…ડૂબતા ને તરણું નહીં પણ સેફ બોટ છે…નો આધાર મળી રહેશે..

…સેજલ કહેવા લાગી આ મારી કાયાપલટ..મારા પતિ કવને કરી છે..
…આન્ટી..શુ કહું..કવન મને એટલો પ્રેમ કરે છે કે…ન વર્ણન કરી શકાય…લગ્ન ને આજે 5 વર્ષ થયાં..પણ પરણ્યાં ને પહેલા દિવસ થી લઇ ને આજ સુધી..એણે મને..પત્ની તરીકે નહીં પણ..”.સેજલ ..”શરમાઈ ને ગુલાબી ગુલાબી થઇ ગઇ..એ મને પત્ની નહીં પણ પોતાની પ્રેમિકા હોય એવી જ રીતે રાખે છે…

..લગ્ન ના બીજે દિવસે સવારે મારાથી પણ વહેલો ઉઠી ને..તૈયાર થઈ રૂમ માં જ મારા માટે bed tea લાવી ને મને…એકદમ નાજુકાઈ થી ઉઠાડી …પ્રેમ થી ચા પીવડાવી ..ને પછી..તો..ત્યારથી તે આજે અત્યાર સુધી..

આન્ટી , કવન સતત મને એટલો પ્રેમ કરે, કાળજી લે ..મને સ્પેશિયલ ફીલ કરાવે…મારી નાની મોટી વાત નું ધ્યાન રાખે..કે મને સંકોચ થાય કે…ઘરમાં બધાને…કેવું લાગશે…પણ કવન એક કમ્પની નો જવાબદાર sir.. ને કુટુંબ નો એક ફરજ નિભાવતો પુત્ર હોવા છતાં એ બધાં કામ ને ન્યાય આપવા ની સાથે..હું કેમ ખુશ રહુ એની જ સતત કાળજી રાખે …અને એ ય જરા ય શરમ કે ભાર વગર…એ બિન્દાસ્ત બોલે..કે ..તું તો મારા દિલ ની રાણી નહીં ..મહારાણી..છો…એક છોકરી પોતાનું ઘર છોડી ને પારકા ને પોતાના કરવા આવે છે ત્યારે …એ પારકા ની પણ કઈ ફરજ બને કે નહીં..તને જરાય અગવડ ન પડે..તને કદાચ આખી દુનિયા નું સુખ ન આપી શકું પણ મારી આખી દુનિયા તને સોપું છું…એ દુનિયા ની તું સમ્રાગની છે..એ મને એટલો પ્રેમ આપે છે…આન્ટી, !! એ ઘર માં હોય ત્યાં સુધી મારી આસપાસ ફર્યા કરે છે..હું જે કામ કરૂં તેમાં મારી સાથે બધું જ કરાવે છે…

…જેમ કે હું ચા બનાવતી હોવ તો એ આવી ને ટેબલ પર ડીશ ને નાસ્તો મુકવા લાગે… વાતો કરતો જાય હસાવતો જાય ને ..અમે ચા નાસ્તો પતાવીએ તો ..તરત મારી સાથે બધું સમેંટવા લાગે..આન્ટી..વાત તો સાવ નાની પણ એવું સ્પેસિઅલ… ફીલ થયા કરે …ન પૂછો..વાત..વળી એમ કહેતો જાય …કે આ બધું કરવામાં જ તો મને મજા આવે છે ..પ્રેમ કરવા તો લગ્ન કર્યા ..બાકી ..શરીર ની જરૂરિયાત તો ગૌણ બાબત છે ..આન્ટી, love u… love u… એટલી બધી વાર જુદીજુદી રીતે કહે કે.”..કહી સેજલ ફરી…મેં આંખો માંથી બહાર નીકળી જોયું તો….એના ગાલ ગુલાબ ના ગોટા જેવા શોભી રહ્યા હતા ને હોઠ તો…મલકાઈ ને જાણે કમળ પંખુડી..

એ પંખુડી… ખુલી ને એમાંથી મહેકતા શબ્દો બોલ્યા..”.આન્ટી, કવન સમજે છે કે ચાર દિવસ ઘરની બહાર ગમે ત્યાં જઈએ તો ઘરે આવી ને હા…શ..થાય..અને સ્ત્રી તો પોતાનું ઘર કાયમ માટે છોડે છે પતિ માટે…એના એ ત્યાગ.નું મહત્વ સમજે છે..સ્ત્રી નું એ બલિદાન ની એ કદર કરે છે.. .મોટા ભાગની પત્નીની ફરિયાદ હોય છે કે..લગ્ન પહેલા ઝીણી ઝીણી વાત યાદ રાખતા પતિ દેવો લગ્ન થયા પછી જરૂરી દિવસો ..જન્મદિવસ કે લગ્નતિથી કે …કોઈ..જ.1st dating ની date… કશુ ય યાદ નથી રાખતા…

આન્ટી , મને બધાની ખબર નથી પણ એક કડવી વાસ્તવિકતા એ છે કે કોઈ પણ છોકરો એક છોકરી એની જીવનસાથી બને એ માટે એ જેટલી મહેનત કરે છે ..એમ કહો કે રીતસરની ફિલ્ડિંગ ભરે છે ..કે વાત ન પૂછો… હા જાનું.. ya dear… બોલ sweet heart.. હોય કઈ બકા..કહી લાંબી લાંબી વાતો કરી ને બોલ..હજુ બોલ ,…તું બોલતી જ રહે …કહી કહી ને કલાકો કાઢી નાખનાર..એ જ છોકરો પતિ બન્યા પછી..હા..હમ..શુ… હો…ok… આવા શબ્દો થી વાત પૂરી કરે છે..
જે છોકરી પ્રેમ મેળવવા લગ્ન કરે છે એને ..લગ્ન પછી પ્રેમ ..કેવો મળે છે.??.પતિ ને ખબર જ છે કે એકવાર સ્ત્રી એને સમર્પિત થાય કે પોતાનું અસ્તિત્વ ભૂલી જાય ને પ્રેમ આપશે..એટલે જ પુરુષ નચિંત બની જાય છે.ને પત્ની ની જરૂરિયાત પૂરી પાડતો પતિ સ્ત્રીની અંદર રહેલી પ્રેમિકા ની ઉપેક્ષા કરે છે….અને એનું જ કદાચ રીએકશન હોય કે પરણીને આવેલી છોકરી વહુ બનતા સાસરિયાવ ને પ્રેમ આપવાને બદલે વગોવવા લાગે છે.

…એને બદલે મારે તો કવન…રોજરોજ ..જુદીજુદી રીતે મને પ્રેમ કરી ને એવી તો તરબોળ કરે છે કે ..મને એની દુનિયા એવી ગમવા લાગી કે….
…હુ જો એની દુનિયા ની મહારાણી હોઉં તો એ દુનિયા..એ મારુ રાજપાટ.થયું ને !!!.તો એ રાજપાટ સ્વર્ગ જેવું બનાવવાની જવાબદારી પણ મારી જ હોય ને..!!.અને જે અસ્ખલિત પ્રેમ મને કવન કરતો રહ્યો એ જ પ્રેમ ઝીલતી ઝીલતી હું પણ જાણે કે ચંચળ ઝરણાં માંથી શાંત નદી બની ને વહેવા લાગી ને એમાં જ અમારા ઘર ની બધી વ્યક્તિ ….પ્રેમ ને લાગણી ની ધારા પામવા લાગ્યા…ને સામે મને પણ એ લોકો મારા..સાસુ સસરા ,નણંદ..બધા એટલો ખ્યાલ રાખે છે..કે..બસ..મજા જ આવ્યા કરે..આન્ટી. વાત તો નાની છે..આજે હું બધા ના ઘર માં હું જોવ છું રૂપિયા ની અછત નથી .લાગણી ની અછત છે..પરસ્પર આદર કદર ને કાળજી હોય ને તો ઘર મંદિર બની જાય..અને આમ આન્ટી, પેલી સેજલ માં કવને આ નવી સેજલ ને ક્યારે રોપી દીધી ..ખબર જ ન રહી..ને આન્ટી, અમારા સંસાર બાગ માં એક કળી પણ ખીલી છે..ત્યાં જ ..

….એક યુવાન નાનકડી ઢીંગલી ને તેડી ને અમારા તરફ આવતા જોયો …મેં જોયું કે સેજલ ની આંખ એની સામે મળતા જ કવને એવો પ્રેમ ધોધ વ્હેડાવ્યો કે સેજલ ની કાન ની બુટ પણ લાલ લાલ થઈ ગઈ…
….”સાહિબા..”કહી ને મસ્ત સ્માઈલ આપી સેજલ સામે જોઈ બોલ્યો., “ઓળખાણ તો કરાવો.”..અને …આમ પછી …એ બને બોલતા હતા …
…હું તો બન્ને ને જોઈ રહી …કેવું જોડું છે મજાનું…જાણે કે સગાઈ પછી પહેલી વાર બહાર નીકળ્યા હોય ને એકબીજામાં જ ગુંથાય ને ગુફ્તગૂ કરતા હોય…જાણે કે કબુતર ની જોડી ગુટર..ગુ…કરતી હોય….હું પણ તેમનો અરસપરસ નો પ્રેમ અનુભવતી ….સમય મડયે ઘરે આવીશ એમ કહી ને છુટા પડતાતા..

…ને ત્યાં જ રમેશ તમેં આવ્યા ને ગાડી ની ચાવી મને આપી ને તમે કોઈ જરૂરી કામ પતાવવા એક ભાઈ ની સાથે જતા રહ્યા હતા…ને મોડી રાતે આવ્યા કે આ વાત જ રહી ગઈ…

….અને દોસ્તો…”હા,… આ સાચું હો !!..કવન પાસે થીસારું જાણવા મળ્યું “..એમ કહી મારા શ્રીમાન જી ..ચા ના ખાલી કપ રકાબી લેતા બોલ્યા…ચાલો ..મારી દુનિયા ના રાણી…
…અને અનાયાસે..મારા થી ગવાઈ ગયું..

“…મેં તો ભૂલ ચલી બાબુલ કા દેશ…પિયા કા ઘર પ્યારા લાગે….”‘

કોની રાહ જુવો છો…પતિદેવો..!!આજ થી જ..શરૂ કરી દો..તમારો પ્યાર .અમલ માં મુકવાની….પત્ની ને નાની નાની વાતો માં ટોકવાની કે રોકવાની એકપણ તક ન ચુકતા આપ ,. .પ્રેમના શબ્દો બોલવામાં …બધા સામે પત્નીના વખાણ કરવામાં…ભારે કંજૂસ..!!!
પછી તો ઘેર ઘેર .,..પેલી સેજલ જ જોવા મળે ને…!!
….વાવાઝોડું રાખવું કે પ્રેમ નું ઝરણું..!!એ પતિ ના હાથ ની વાત છે….આ વાત કવન ની છે પણ મને યાદ આવી…અમારા દીકરા જેવા જમાઈ મન ની..તેને જ અર્પણ…કે જેણે અમારા વાવાઝોડા ને વસંત માં ફેરવ્યું….

લેખક : દક્ષા રમેશ….

ખુબ સુંદર વાત કહી છે.. તમારા દરેક મિત્રોને વાંચવો.. શેર કરો..

ટીપ્પણી