પત્ની જોઈએ છે..

એક લાંબો પણ અત્યંત રમૂજી જોકઃ-

જુદા જુદા ધંધાદારી લોકોના તેમની પત્ની ની પસંદગી માટે ના મુદા:

ફીશરમેન :

પત્ની જોઈએ છે, ખોદકામ,સફાઈકામ,રસોઈકામ અને માછલી પકડવામાં માં પાવરફુલ હોવી જોયે..

તેની પાસે પોતાની એક બોટ હોવી જોઈએ અને તે પણ મોટર વાળી…

બાયોડેટા સાથે બોટ નો ફોટો પણ મોકલવો…

સેલ્સમેન :

ખુબ જ હેન્ડસમ અને સ્માર્ટ બેચલર માટે પત્ની જોઈએ છે…

પત્ની બનનાર ભાગ્યશાળી જ હશે કારણ છોકરા ને પોતાની કાર (ઘેર ઘેર વેંચવા માટે),મોબાઈલ(બોસ ને જવાબ દેવા માટે)અને પોતાનું ઘર(બાપા નું )છે…

ઇચ્છુક કન્યાઓ અચૂક સંપર્ક કરે…. તેના પૈસા નથી!!

અર્થશાસ્ત્રી :

હું એક પત્ની ની ડીમાન્ડમાં છું..સપ્લાય ઘણી છે પણ મારી અપેક્ષા પણ ઉંચી છે..અને હું નથી ઈરછતો કે આ મારી ઈલાસ્ટીસીટી ઓફ ડીમાંડ રાષ્ટ્રીય સંપતિ પર ભાર રૂપ થાય…

ગણિતશાસ્ત્રી :

મારા જીવન નો દાખલો ઉકેલી શકે તેવી ..આંકડાશાસ્ત્ર ની અભ્યાસુ તથા ભૂમિતિ ની ગણતરી માં બાહોશ હોવી જોઈએ..મારા ફેમેલી યુનીટ ને સંભાળી શકે તેવી હોવી જોઈએ…

આઈ.ટી કન્સલ્ટન્ટ:

મારા જીવન ની એફીસીયંસી વધે તે માટે હું આ પ્રોગ્રામિંગ કરી રહ્યો છું..હાલ ની મારા જીવન ની ગતિવિધિઓ એક દમ સ્લો થઇ ગઈ છે..
અને આશા રાખું છું કે એક પત્ની ના આવવાથી જીવન ની સ્પીડ વધશે અને તે મારા જીવન ની એન્ટી-વાઇરસ બની રહેશે..

રાજકારણી :

જીવન માં હંમેશા એવું લાગે કે કઈક ખૂટી રહ્યું છે..જીવન ને વધુ સારું અને કલ્યાણ કરી બનાવવા અને ભૂતકાળ ના અનુભવો ના આધારે આપણી મર્યાદાઓ ને ઓછી કરવા જીવન માં બીજી વ્યક્તિ ના સાથ ની જરૂર સમાજ ને લાગે જ…
અને તે તો માણસ નો સ્વભાવ જ છે…
માતા-પિતા બની ને જવાબદારી ઉપાડી ને જીવવું એ દરેક નાગરિક નું સ્વપ્ન હોય છે..કારણ આપણે સૌ એક સમાજ માં રહીએ છીએ…વગેરે વગેરે….(ક્યારેય પોઈન્ટ પર નહિ આવે)….

કાર ડીલર :

ભરાવદાર ,ટકાઉ અને ઓછો ઘસારો લાગેલ પત્ની જોઈએ છે…

બધી જ રીતે કન્ડીશન પરફેકટ હોવી જોઈએ…

ખેડૂત :

જે કુદરત પ્રિય હોય તથા ઢોર ઢાખર ને સાચવી શકે તેવી આવડત ધરાવતી હોય….રોંઢે બે ભાખરી અને છાશ લઈને ખેતરે આવવી જોઈએ

વકીલ :

માય લોર્ડ,આજે હું ખુશી વ્યક્ત કરું છું,કે આજ થી હું પત્ની માટે કાયદેસર એલિજિબલ થઇ ગયો છું..
જે પત્ની ની શોધ માં હું છું તે છોકરી પ્રથમ તો છોકરી જ હોવી જોઈએ.
ભવિષ્ય માં તે મને સરંડર કરી શકે છે..કોઈ પણ પ્રકાર નું ઓબ્જેક્શન ઓવર નહિ ચાલે..જરૂરી વિશ્વાસ સાથે એપ્લીકેસન મોકલાવી..
નહિ તો બધી જ જવાબદારી નલ અને વોઇડ ગણવામાં આવશે…

પાઈલોટ :

મારી અધૂરી જીંદગી પૂરી કરવા માટે પત્ની જોઈએ છે..તે એટલી તો ઉંચી ના હોવી જોઈએ કે વાદળો ને અડકી જાય..
તે બધા કામો માં પ્લેન ની જેમ ફાસ્ટ હોવી જોઈએ..તેનું દિલ હવા ની જેમ સ્વરછ હોવું જોઈએ..તેણી એરોડાયનેમિકલી સાઉન્ડ હોવી જ જોઈએ..

બેન્કર :

જે મારા જીવતર માં ઇન્ટરેસ્ટ લે અને તેણી પોતાની સર્વીસ થી પોતાની ક્રેડિટ વધારે..

એકાઉન્ટટ:

પત્ની જોઈએ છે,૫’૮” & ૩૪-૨૪-૩૬…સારા ફિગર સાથે સારો દેખાવ પણ જરૂરી છે…
તેણી ખોટા ખર્ચા કરવામાં માં ટેવાયેલી હોવી જોઈએ..
અને તેનો સ્વભાવ તેનો નફો બનવો જોઈએ જે,મારા કુટુંબ માટે પ્રોવીઝન થઇ શકે…

બિલ્ડર :

જીવન ના પાયા માં રહી ને મને એક સ્તંભ ની જેમ સહાયક બની રહે તેવી પત્ની ની જરૂરત છે…તેણી ઘરેલું અને મળતાવડી હોવી જોઈએ…

ડોક્ટર :

મારા જીવન નું ખાલીપણું જે કાઢી શકે…અને મારા માટે એક દવારૂપ બની રહે…

આર્મી કમાન્ડો :

મારા જીવન નું મિશન છે કે એક પરફેકટ પત્ની શોધું…

રેસ ડ્રાઈવર :

મારા ઝડપી જીવન માં ઝડપથી સેટ થઇ જાય તેવી ઝડપી અને ટકાટક પત્ની જોઈએ છે…

એસ્ટ્રોનોટ :

જે મારા જીવન ની સ્પેસ ને ભરી દે..કોઈ એવું કે જેની સાથે હું મારું બ્રહ્માંડ શેર કરી શકું..તેનો ચેહરો એવો હોવો જોઈએ કે દુનિયા માં તેવો કોઈને પણ ના હોય

ટીપ્પણી