પાતવડી (ખાંડવી)

970957_10201821350522291_395529513_n

પાતવડી (ખાંડવી)

સામગ્રી :

ચણા નો લોટ – 1 /2 કપ
દહીં – 1 /2 કપ
પાણી – 1 કપ
હળદર પાવડર – 1 /2 ટી .સ્પૂન
મીઠું સ્વાદ મુજબ
કોથમીર – 1 ટે .સ્પૂન
ઓઈલ – 2 ટે .સ્પૂન
લીલા મરચા – 2 નંગ
રાઈ – 1 ટી .સ્પૂન
તલ – 1 ટી .સ્પૂન
હિંગ – ચપટી
લાલ મરચું પાવડર – ગાર્નીશ માટે

રીત :

એક બોવ્લ માં ચણા નો લોટ અંદ દહીં , મીઠું , હળદર લઇ મિક્ષ કરો . પછી ધીરે ધીરે પાણી રેડતા જાઓ અંદ હલાવતા રહો જેથી ગઠા ના પડે . આ મિશ્રણ ને પેન માં લઇ ને ગરમ કરો અને હલાવતા રહો . મિશ્રણ થીક થાય ત્યા સુધી ગરમ કરો.

એક થાળી લઇ મિશ્રણ પથરો. થોડી વાર ઠંડુ થવા દો. કટ કરી રોલ વાળો અને ડીશ માં ગોઠવી દો.

એક પેન માં ઓઈલ લઇ, રાઈ નાખો, તતડે પછી હિંગ, તાલ નાખી ખાંડવી પર રેડો. કોથમીર અને લાલ મરચું પાવડર ભભરાવી પીરસો .

રસોઈની રાણી : રિદ્ધિ વસાવડા (પુના)

ફ્રેન્ડસ. આપ સૌ આ વાનગી અચૂક ટ્રાય કરજો અને રસોઈની રાણીમાં તમે બનાવેલ વાનગી મોકલજો અમે મુકીશું !!

ટીપ્પણી