પાસપોર્ટ બનાવવો બાળકોનો ખેલ! હવે આવ્યો નવો નિયમ !

4495_1

 

પાસપોર્ટ બનાવવો બાળકોનો ખેલ! હવે આવ્યો નવો નિયમ !

==================================

જો તમે પણ પાસપોર્ટ બનાવાનું વિચારી રહ્યા છો અથવા તો પછી પાસપોર્ટને લઇને કોઇ માહિતી લેવા માંગો છો તો તમારા માટે એક નવા સમાચાર છે. આ સમાચાર પાસપોર્ટ બનાવા માટે ખૂબ જ કામના સાબિત થઇ શકે છે. જી હા જનાબ પાસપોર્ટને લઇને હવે ભારતમાં એક નવી વ્યવસ્થા ચાલુ થવા જઇ રહી છે.

હવે પાસપોર્ટની સ્થિતિ જાણવા માટે તમારે વારંવાર પાસપોર્ટ ઑફિસ કે પછી કોમ્પ્યુટર પાસે જવાની જરૂર નથી. કોર્પોરેટ મામલાના મંત્રાલય અને ટાટા કન્સલટન્સી સર્વિસીસ (ટીસીએસ)ના સહયોગથી હવે પાસપોર્ટની સ્થિતિ સ્માર્ટ ફોન પર પણ ઉપલબ્ધ થશે. તેના માટે ટીસીએસના એપ્લીકેશનનો ઉપયોગ કરી શકાય છે.

એમપાસપોર્ટસેવા નામની આ નવી મોબાઇલ એપ્લીકેશન ભારતીય નાગરિકોને પાસપોર્ટ સાથે સંબંધિત માહિતીઓને ઉપલબ્ધ કરાવશે. આ સર્વિસ પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશીપ (પીપીપી)ની અંતર્ગત શરૂ કરાઇ છે.

આ એપ્લીકેશન દ્વારા નાનાથી નાના વિસ્તાર કે પછી વિદેશમાં રહેનાર પણ એ જાણી શકશે કે તેમની નજીક કઇ પાસપોર્ટ ઑફિસ કયા છે.

ઑફિસનો સંપર્ક ક્રમાંક, એપ્લીકેશન ફી, અને અન્ય માહિતીઓને પણ પ્રાપ્ત કરી શકાય છે. પાસપોર્ટ સર્વિસીસ માટે મુંબઇ જેવા શહેરોમાં ખાનગી કંપનીઓની મદદ લેવાય છે. જેમાંથી ટીસીએસ એક છે અને કેટલાંક વિસ્તારોમાં આ ક્ષેત્રીય પાસપોર્ટ ઑફિસના રૂપમાં સર્વિસ આપે1 છે.

 

પોસ્ટને શેર કરીને વધુમાં વધુ લોકો સુધી પહોચાડો!

ટીપ્પણી