પ્રેરણાના પુષ્પો : તમારા કામ પ્રત્યેનું પેશન

1456493_10151836802558865_1612253979_nલંડનમાં રહેતો એક અનાથ બાળક પોતાનું પેટ ભરવા માટે નાના મોટા કામો કર્તો હતો. ક્યારેક છાપા વેંચવાનું કામ કરે તો ક્યારેક ફુલ વેંચવાનું કામ કરે. રહેવા માટે કોઇ મકાન ન હતુ એટલે એ એક તબેલામાં રહેતો હતો. છાપા વેંચતી વખતે એને વાંચવાની ટેવ પડી એ નવરો પડે એટલે જુના છાપાઓ હાથમાં લઇને વાંચવા માટે બેસી જાય. એને અભ્યાસ કરવાની બહુ ઇચ્છા થઇ પરંતું ભણવા માટેના પૈસા ક્યાંથી લાવવા ?

13 વર્ષની ઉંમરે એણે એક ‘બુક બાઇન્ડર’ ને ત્યાં નોકરી શરુ કરી જેથી પેટ માટે ખાવાનું મળે અને વાંચન ભુખ પણ સંતોષાય. એકવખત એના હાથમાં એક લેખ આવ્યો જેમાં ઇલેક્ટ્રીસીટી વિષે લખવામાં આવ્યું હતું. એણે આ લેખ ઘણીવાર વાંચ્યો અને થોડા પોતાના વિચારોના આધારે એણે પ્રયોગ ઇલેકટ્રીસીટી બનાવવા માટે એક પ્રયોગ કર્યો. એક સદગૃહસ્થએ એણે આ પ્રયોગ કરતા જોયો એટલે એણે આ છોકરામાં કંઇક દમ છે એવું લાગ્યુ એટલે પ્રખ્યાત વૈજ્ઞાનિક સર હમ્ફ્રી ડેવીનું એક લેકચર સાંભળવા આ છોકરાને પોતાની સાથે લઇ ગયા.

લેકચર સાંભળ્યા બાદ આ બાળકે હમ્ફ્રીના લેકચરની સરસ નોંધ લખી અને એ નોંધની સાથે પોતાની ટીપ્પણી પણ લખી આ નોંધ સર હમ્ફ્રી ડેવી ને મોકલી આપી. ડેવી આ છોકરાના વિચારથી ખુબ પ્રભાવિત થયા અને પોતાની પ્રયોગશાળામાં જ એને નોકરી પર રાખી લીધો.

આ છોકરાના મનમાં એક ભુત સવાર હતુ કે ઇલેક્ટ્રીસીટી બનાવવી છે. એ સતત આ માટે પ્રયાસો કરતો હતો અને અનેક પ્રયાસોની નિષ્ફળતા બાદ એ પોતાના પ્રયોગમાં સફળ રહ્યો. આ અનાથ બાળક એટલે જગતને વિજળી- ઇલેકટ્રીસીટીની ભેટ આપનાર મહાન વૈજ્ઞાનિક માઇકલ ફેરેડે.

મિત્રો જરા કલ્પના તો કરો કે જો વિજળી ન હોત તો આપણું આજનું આ જીવન કેવું અંધકારમય હોત અને આપણને સૌથી મોટી ભેટ આપનારાને પણ ઓળખતા નથી. કાળા માથાનો માનવી જે ધારે તે કરી શકે એ ફેરેડેએ સાબીત કરીને બતાવ્યુ. બસ તમારા કામ પ્રત્યેનું પેશન હોય તો ગમે તેવી મુશ્કેલીઓ પણ તમને સફળ બનાવતા અટકાવી ન શકે.

ટીપ્પણી