એક સીઇઓ એ આપેલી પાર્ટી

- Advertisement -

crocodile-pool_1859358i

 

છેલ્લે સુધી વાંચજો ! મોજ આવી જશે !!

=======================

એક સીઇઓ તેના સ્ટાફને પાર્ટી આપે છે અને પોતાના જાજરમાન બંગલાનો ટુર કરાવે છે. તેના બંગલાની પાછળના ભાગમાં એક ખુબજ વિશાળ સ્વીમિંગ પુલ હતો જેને જોઇને કર્મચારીઓ ખુબજ આશ્વર્યચકિત થઇ ગયા.

પુલમાં ભુખ્યા મગર તરતા હતા. સીઇઓ તેના એક કર્મચારીને કહે છે,

”મને લાગે છે કે કોઇ પણ વ્યક્તિનું માપ તેની હિંમતથી નીકળે છે. મારી હિમ્મતના લીધે જ હું સીઇઓ બની શક્યો છું. તેથી હું ચેલેન્જ કરુ છું, તમારામાંથી જે કોઇ પણ આ પુલમાં ડુબકી લગાવી ને તરીને સામી તરફ પહોંચી જશે, તેને હું જે માગશે તે આપીશ. મારી નોકરી, પૈસા, બંગલો ..ગમે તે.”

દરેક જણ આ સાંભળીને હસે છે અને પછી સીઇઓની પાછળ પાર્ટી માટે આગળ વધે છે. અચાનક પાણીમાં જોરદાર ધુબાકો સંભળાયો અને દરેક જણ બહાર જોવા નીકળ્યા. તેમણે જોયુ તો કંપનીનો ચીફ ફાઇનાન્શીયલ ઓફિસર આડેધડ તરીને જઇ રહ્યો હતા. તે જમણી ડાબી બાજુ થઇ થઇને ગમે તેમ બીજી તરફ પહોંચ્યો. પહોચતો હતો ત્યાં મગરે તેનુ બુટ પકડી લીધુ પણ તેમાંથી છટકીને તે બહાર આવી ગયો.

આશ્વર્ય સાથે સીઇઓ તેની પાસે પહોંચીને કહે છે, ”તું એકદમ કમાલ છે. મેં મારી જીંદગીમાં આવુ પરાક્રમ ક્યારેય જોયુ નથી. તારા જેવા બહાદુરને સલામ. મારી પાસે જે છે એ હવે તારુ છે, બોલ હું તારા માટે શું કરી શકુ.”

પેલાએ માંડ શ્વાસ રોકીને ઉંચુ માથુ કરીને કહ્યુ, “તમે મને માત્ર એટલુ કહી દો , કે મને ધક્કો કોણે માર્યો!!”

 

ટીપ્પણી