મંદિરની બહાર બધા હાથ ભીખ માંગવા જ નથી ઉઠતા, મદદ માટે પણ ઉઠે છે… પ્રમાણિકતાની વાર્તા

પારકું ધનધૂળ સમાન

રવિવારનો દીવસ હોવાથી નૈયાને જોબ પર રજા હતી, અને રીતેશ પણ બે દિવસ માટે ગામડે ગયા હોવાથી આમેય આજે તે એકલી જ હતી. એટલે એ શાંતિથી ઘરનું કામ આટોપીનજીકમાં જ આવેલ મંદિરે જવાનું વિચાર્યું.

મંદિરના જેવા પગથીયા ચડતી હતી ત્યાં જ એને કાને અવાજ અથડાયો.
‘મેમ સાબ……..!’
અવાજની દિશા તરફ નજર કરી તો દસ વર્ષેની નાની બાળકી એને બોલાવી રહી હતી.
‘તું મને બોલાવે છે ???’
‘હા, મેમસાબ મારી મા માંદીછે. મારે એની દવા લાવવા પૈસાની જરૂર છે. હું ભીખ નથી માંગતી પણ મને પૈસા આપો તો હું કરી તેના બદલામાં તમારા ઘરનું બધું કામ કરીશ.’
‘તું શું કામ કરીશ, તું તો નાની છે!’.
‘હા હું નાની છું પણ કામ કરતા મને બધુય આવડે છે’.
‘પણ, મારું ઘર તને દુર નહી પડે ?,
‘નાં રે…, હું તો તમારા ઘરની સામે જે ઝુંપડા છે ત્યાં તો રહું છું’.
‘સારું, આજે બપોરે આવજે ‘

(પેલી છોકરી રાજી થઈ ત્યાંથી જતી રહે છે.)

‘ખબરનહિ પણ નૈયાને એ છોકરીનાં મુખ પર અલગ પ્રકારનું તેજ દેખાયું.દસ વર્ષની છોકરીમાં સ્વાભિમાનની ઝલક દેખાઈ. મોટેભાગે મંદિર પાસે લોકો ભીખ માંગતા હોય છે. પણઆને તો કામ માંગ્યું !’

(હજી આ વિચારો ચાલુ જ હતાં નૈયાના માનસપટલ ત્યાં જ પેલી છોકરી કુદકા મારતી, હરખાતી એની પહેલી નોકરી કરવા સમય કરતા વહેલી જ આવી પહોચી.)

નૈયા, ‘ તું તો વહેલી આવી ગઈ’.
‘હા, કામ જ કરવાનું છે તો વહેલું કે મોડું’
‘પણ, કામ તો આજે કશું છે જ નહી, તુંકાલથી આવજે. અને હા આ કચરો લેતી જા.સામે જે નગરાપાલિકાની કચરાપેટી છે ત્યાં નાખતી જજે’.
‘હા’

( પેલી છોકરી કચરાની ડોલ લઈને જાય છે.)

થોડીવાર થઈ હશે ત્યાં પાછી ડોરબેલ વાગી. નૈયા દરવાજો ખોલી જોવે છે તો પેલી છોકરી. થોડા છણકા સાથે , ‘ મેં તને કહ્યું ને કે કાલે આવજે ‘.
નૈયા આગળ કશું બોલે એ પહેલાં જ પેલી છોકરીનો એની તરફ લાંબો હાથકર્યો. એના હાથમાં કશુક ચમકી રહ્યું હોય એવું લાગ્યું. નૈયાએ જોઇને ચમકી.

‘અરે! આ તો મારી વીટી’.
‘મેમ સાબ , તમે જે કચરો આપ્યો હતો એમાં હતી. મારું ધ્યાન ગયું તો તમને પાછી આપવા માટે આવી’.
‘હા, એ તો ઠીક પણ, તારે પૈસાની જરૂર છે. તને લાલચ કેમ નાં આવી ??’.
‘મેમ સાબ! , મારી મા રોજ મને કે કે પારકું ધન ધૂળ સમાન’.

હજી નૈયાના કાનમાં શબ્દો ગૂંજી રહ્યા છે. ત્યાં છોકરી પોતાના ઘરે જતી રહે છે.

||અસ્તુ||

લેખક: તૃપ્તિ ત્રિવેદી

પ્રમાણિકતાની સુંદર વાર્તા, મિત્રો શેર કરો બધા સાથે…

ટીપ્પણી