જાણી લો સુપરસ્ટાર અક્ષય કુમારના પેરેન્ટીંગ ફંડા અંગે…! For Every parents..

અક્ષય કુમાર આજના સૌથી સફળ કોમર્શિયલ એકટરોની યાદીમાં સ્થાન ધરાવે છે. પણ તેને આ સફળતા કંઈ એમનેમ નથી મળી. અક્ષયે કરેલી સ્ટ્રગલ પર નજર નાંખીએ તો તેણે પોતાના જીવનમાં રસોઈયાથી માંડીને માર્શલઆર્ટના ટ્રેનર સુધીના કામો કરવામાં કોઈ નાનપ રાખી નથી.

અરે 18 મહિના સુધી તો એણે વિના પગારે ફોટોગ્રાફી આસિસ્ટન્ટ તરીકે પણ કામ કરેલું છે. તેણે વેઠેલા સંઘર્ષે જ આજે તેને બોલિવુડમાં ટોચનું સ્થાન અપાવ્યું છે એમ કહીએ તો જરાય ખોટું નથી. તેથી જ અક્ષય ઈચ્છે છે કે તેના બાળકો પણ મહેનત કરવામાં જરાય પાછા ન પડે.

મારા બાળકોને મારા નામની વિરાસતનો લાભ નહીં મળે

એક ઈન્ટરવ્યૂ દરમિયાન અક્ષયે જણાવ્યું હતું કે,”હું ઈચ્છું કે મારા બાળકો જાતે મહેનત કરીને સફળતા મેળવે. આ માટે પરિવારની વિરાસત કે નામનો ફાયદો ઉઠાવે તેમ હું નથી ઈચ્છતો. એ લોકો જે કમાય તેના માટે તેમણે મહેનત કરવી પડશે. સૌથી પહેલા મારા સંતાનો એક જવાબદાર વ્યક્તિ બને એમ હું ઈચ્છિશ. મારા બાળકોને કશું જ અમારા તરફથી દાનમાં નહીં મળે. એમણે પોતાની સફળતાની જવાબદારી જાતે ઉઠાવવી પડશે.”

અક્ષય પોતાની આ વાતને બહુ સિરીયસલી કહી રહ્યો છે. અને એટલે જ હમણાં થોડાક સમય પહેલા ફેમિલી વેકેશનમાં જતી વખતે અક્ષયે આરવની સામે એક શરત રાખી હતી. કે જો તે કરાટેની બ્લેક બેલ્ટ કોમ્પિટીશનમાં ફર્સ્ટ ડિગ્રી મેળવશે તો જ તેને ટ્રાવેલિંગ દરમિયાન બિઝનેસ ક્લાસની ટિકીટ મળશે. જો કે બાદમાં આરવે મહેનત કરીને બિઝનેસ કલાસની ટિકીટ હાંસલ કરી લીધી હતી. અક્ષય ઈચ્છે છે કે દીકરી નિતારા પણ સેલ્ફ ડિફેન્સની તાલિમ લે.

હું મારા સંતાનો પર જબરજસ્તી નથી કરતો.

જો કે અક્ષય એ વાતનું પણ ધ્યાન રાખે છે કે સ્વનિર્ભરતાના પાઠ શીખવવામાં સંતાનોનું બાળપણ ન છીનવાઈ જાય. તેથી તે બાળકો સાથે કોઈ જાતની જબરજસ્તી કરવામાં નથી માનતો. તે કહે છે કે,”મારા બાળકો પણ અન્યો જેવા જ છે. તેમને રમવું અને મસ્તી કરવું ગમે છે.

હું તેમના પર કોઈ જાતની જબરજસ્તી નથી કરતો. પણ એમને જે કરવું હોય એ માટે પ્રોત્સાહન અવશ્ય આપું છું. બાળકોને એમની સ્પેસ મળવી જોઈએ પણ એ સાથે સાચી શિક્ષા અને જ્ઞાન પણ મળવું જોઈએ. મારા પેરેન્ટ્સે મને જે શીખવ્યું છે તે હું મારા બાળકોને શીખલલા માંગું છું.”

તમારા બાળકોને પ્રેમથી ગળે લગાડો.

દરેક પિતાને અક્ષય શિખામણ આપતા કહે છે કે, “મારો દીકરો હવે મોટો થઈ રહ્યો છે. હવે એની પોતાની ઈચ્છાઓ જાગશે અને એ મારા હાથમાંથી નીકળવાની કોશિષ કરશે. પણ હું હંમેશા તેની સાથે જ રહીશ.

એ પડશે, ઉભો થશે અને ભાગલાની કોશિષ કરશે આ બધામાં હું તેની સાથે હોઈશ. મારું દરેક પિતાને કહેવું છે કે તમારા બાળકોને પ્રેમ કરો. તેમને પ્રેમથી ગળે લગાવો. તમારો પ્રેમ તેમને ગમે તે પરિસ્થિતિનો સામનો કરવાની તાકાત આપશે.”

લેખક : લજ્જા જય

આપ આ માહિતીસભર પોસ્ટ www.Jentilal.com પર વાંચી રહ્યા છો. આવી બીજી મહત્વની પોસ્ટ્સ નિયમિત રીતે વાંચવા અને માણવા અમારું ફેસબુક પેજ અત્યારે જ લાઇક કરો – ક્લિક કરો – જલ્સા કરોને જેંતીલાલ

ટીપ્પણી