પાપડી-પૂરી – હાલતા ચાલતા નાસ્તામાં ખાઈ શકાય એવી આ ટેસ્ટી પૂરી એકવાર ટ્રાય કરજો……….

પાપડી-પૂરી

પાપડી પૂરી ને ચાટ પૂરી પણ કેહવામાં આવે છે. જયારે પણ પાપડી પૂરી ચાટ પૂરી બધી વાનગીઓ બનાવવી હોય ત્યારે ભલે બધું જ ઘરે બનાવીએ પરંતુ પાપડી તો બહાર થી જ લાવીએ છીએ.

પરંતુ હવે તેની કશી જરૂર નહિ પડે. ઘરે પણ સેમ માર્કેટ માં મળતી પૂરી જેવી જ પાપડી ઘરે બનાવી શકીએ છીએ.

પાપડી પૂરી સોફ્ટ હોય છે જેથી બાળકો થી લઇ ને મોટા સુધી બધા જ તેને સરળતા થી ખાઈ શકે છે.

પાપડી પૂરી માત્ર પૂરી બનાવવા જ નહિ, પૂરી ચાટ પૂરી, જીરા પૂરી હોય કે ભેલ બધા જ માં આ પાપડી ઉમેરવાથી સરસ લાગે છે.

પાણી પૂરી બહાર ખાઈએ તો પણ એ છેલી પાપડી માં જ વધારે મજા આવે છે ને. તો જયારે પણ ઘરે પાણી પૂરી બનાવો તત્યારે પણ આ પાપડી થી એ મજા ઉઠાવી શકો છો.

આ પૂરી એટલી ટેસ્ટી હોય છે કે બાળકો હાલતા ચાલતા એકલી પૂરી પણ ખાઈ શકે.

આ પાપડી એક વખત બનાવી ડબ્બો ભરી સ્ટોર પણ કરી શકાય છે.

સામગ્રી:

  • 1 વડકો રવા નો લોટ,
  • ½ વડકો મેંદો,
  • 1 ગ્લાસ પાણી,
  • તેલ તાડવા માટે.

રીત:

સૌપ્રથમ આપણે લઈશું રવા નો લોટ. જેટલી પણ માત્રા માં પાપડી-પૂરી બનાવવી હોય એટલી માત્રા માં આપણે રવા નો લોટ લઈ શકીએ છીયે.

ત્યાર બાદ તેમાં ઉમેરીશું પાણી. પાણી ઉમેરી તેને 1 થી 2 કલાક સુધી પલડવાદો. 1 વડકો રવો હોય તો 1 નાનો ગ્લાસ જેટલું પાણી ઉમેરવું. 1થી2 કલાક જેટલો સમય થઈ જાય ત્યાર બાદ બધુ જ પાણી શોષાઈ જશે.

હવે એક બાઉલ માં આપણે પાણી મિક્સ કરેલો રવો ઉમેરીશું. જેએકદમ સોફ્ટ થઈ ગયો હસે.

ત્યાર બાદ તેમાં ઉમેરીશું મેંદો. બને ને મિક્સ કરી લોટ બંધવાનો છે. પરંતુ લોટ માં ઉપર થી કોઈ પણ પ્રમાણ માં પાણી કે તેલ ઉમેરવાનું નથી.હવે લોટ બંધાય જ્ઞ બાદ લોટ ને 10-15 મિનિટ સુધી રેસ્ટ આપી દઇશું. જેથી તે પૂરી બનાવા માટે તૈયાર થઈ જસે.ત્યાર બાદ લોટ માથી નાના લોટ ના લુવા બનાવી આખા પાટલા ની પોહડાંય નું તેને વણી લો. તેને બની શકે તેટલું પાતળું કરવું જેથી પૂરી બરાબર ફુલે.ત્યાર બાદ કોઈ પણ બરણી ના ઢાંકણ વડે તેને ગોળ ગોળ કટ કરી લો. જેથી પૂરી નાની નાની ગોળ સરસ મજાની થઇ જાય. જયારે પૂરી ને ફુલાવવાની જરૂર ના હોય ત્યારે જ ઢાંકણ ની મદદ લેવી.

હવે ગોળ ગોળ નાની પૂરી આપણને મડી જશે. જો આમ ના કરવું હોય તો નાની નાની પૂરી વણી પણ શકાય છે. તેમાં કાટા ચમચી વડે કાણા પાડી લેવા જેથી તે પ્રોપર ગોળ જ રહે અને ફૂલે નહિ.

હવે એક પેન માં તેલ ગરમ કરી તેને ધીમી આંચ ઉપર પૂરી તડીએ એવી જ રીતે તળી લેવું.

તો તૈયાર છે ગરમા ગરમ પાપડી પૂરી ની પૂરી. જેને ગરમ ગરમ પણ ખાઈ શકાય છે. તેમજ વધારે બનાવી અને ડબ્બા માં સંગ્રહ પણ કરી શકાય છે.

નોંધ:

પાપડી પૂરી ને મસાલા જોડે કે ચાટ બનાવવી હોય તો આ જ રીત થી બનાવવી પરંતુ આ પાપડી પૂરી એકલી ખાવી હોય તો તેમાં લોટ બાંધવામાં થોડાક મસાલા ઉમેરી બનાવીએ તો પણ ખુબ જ સરસ લાગે છે. જેમાં આપણે ઉમેરી શકીએ છીએ. નમક, મરી પાઉડર, કે જે ફ્લેવર ની પાપડી કરવી હોય એ ઉમેરી શકાય છે. જેવીકે આદુ મરચા ની પેસ્ટ, લસણ વગેરે….

રસોઈની રાણી : મેધના સચદેવ(જૂનાગઢ)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી