Papad Roll (પાપડ રોલ)

0
6

1461001_175392129331904_1962979026_n

 

પાપડ રોલઃ

 

*સામગ્રી

-ચાર અડદના કાચા પાપડ

-ચાર બાફેલા બટાટા

-એક લીલું મરચું ઝીણું સમારેલું

-એક ચમચી ઝીણી સમારેલી કોથમીર

-અડધી ચમચી લીંબુનો રસ

-અડધી ચમચી લાલ મરચાનો પાઉડર

-અડધી ચમચી ગરમ મસાલો

-બે ક્યુબ ખમણેલું ચીઝ

-અડધી ચમચી સાકર

-મીઠું સ્વાદ પ્રમાણે

-એક ચમચો ચણાનો લોટ

-તળવા માટે તેલ

 

*રીતઃ

બાફેલા બટાટાનો છૂંદો કરો. એમાં ખમણેલું ચીઝ, લીલાં મરચાં, કોથમીર, લાલ મરચાંનો પાઉડર, ગરમ મસાલો, સાકર, મીઠું અને લીંબુનો રસ ઉમેરો. બરાબર મિક્સ કરી અલગ રાખો. ચણાના લોટમાં જરૂર પ્રમાણે પાણી ઉમેરી થિક પેસ્ટ બનાવો અને અલગ રાખો. એક પ્લેટમાં પાણી ભરો. પાપડને પાણીમાં બોળી બહાર કાઢી લો. પાપડ નરમ થઈ જશે. હવે પાપડની વચ્ચે તૈયાર કરેલો બટાટાનો મસાલો ભરો અને એને રોલ કરો. કિનારીઓને ચણાના લોટથી સીલ કરી લો. આ રીતે બધા પાપડ રોલ તૈયાર કરો. હવે એક કડાઈમાં તેલ ગરમ કરો. તૈયાર કરેલા પાપડ રોલને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો. તળાઈ જાય એટલે લાંબા પીસમાં કાપો. સર્વિંગ પ્લેટમાં કાઢી સૉસ અને ગ્રીન ચટણી સાથે ગરમ પીરસો.

ટીપ્પણી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here