“પાપડ મેથીનું શાક” – મારા બા બહુ મસ્ત બનાવતા હતા આ શાક.. તમે પણ ખાધું જ હશે..

“પાપડ મેથીનું શાક”

સામગ્રી:

અડદ નાં પાપડ 4,
1 વાટકી સૂકી મેથી,
1 ટી સ્પૂન આદું લસણ ની પેસ્ટ,
1 ટી સ્પૂન લાલ મરચું પાવડર,
1/2 ટી સ્પૂન હળદર,
1 ટી સ્પૂન ધાણાજીરું પાવડર,
મીઠુ સ્વાદ અનુસાર,
3 ટી સ્પૂન તેલ,
રાઈ,
જીરું,
હિંગ,
લીમડો,

બનાવાની રીત

– સૂકી મેથી ને 2 થી 3 કલાક પલાળી રાખવી.
– હવે તેમાં મીઠુ નાખી કુકર માં 3 થી 4 સિટી વગાડી બાફી લેવી.
– હવે એક વાટકી માં થોડું પાણી લઇ તેમાં હળદર, લાલ મરચું પાવડર, ધાણાજીરું નાખી મિક્સ કરવું.
– હવે એક પેન માં તેલ ગરમ કરો તેમાં રાઈ, જીરું અને હિંગ નાખી આદું લસણ ની પેસ્ટ સાંતળો.
– હવે તેમાં પાણી માં મિક્સ કરેલા મસાલા વાળું મિશ્રણ ઉમેરો.
– 1 મિનીટ પછી તેમાં મેથી ઉમેરો.
– હવે 3 થી 4 મિનીટ બધું મિક્સ કરી ઢાંકી ને પાકવા દેવું .
– સર્વ કરવા ટાઈમે પાપડ નાં નાના ટુકડા કરી ઉમેરો.
– પાપડ નાં ટુકડા ઉમેરી 1થી 2 મિનીટ રાંધવા દઇ સર્વ કરો.

તૌ તેયાર છે એક્દમ ટેસ્ટી પાપડ મેથી નું શાક.

રસોઈ ની રાણી:ચાંદની જોશી(જામનગર)

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી