પપ્પાએ તો આપણા માટે કર્યું છે શું?

કદાચ ઘણાંને એવું લાગતું હશે, એતો એમની ફરજ હતી. કદાચ “માં” ના ગુણગાન ગાવામાં પપ્પાને મહત્વ ઓછું આપીએ છીએ, પણ આપણા જીવનમાં “માં” જેટલું જ મહત્ત્વ “પિતા” નું છે.

પિતાને પોતાનાં સંતાનો માટે લાગણી હોય છે પણ તેઓ વ્યક્ત કરી શકતા નથી. પિતા સંતાનનું પોષણ કરે છે, તેને ભણાવે છે, ગણાવે છે માટે તે શ્રેષ્ઠ ગુરૂ પણ છે.

પોતાનાં સંતાનને જીતાડીને દુનિયાનો દરેક બાપ ખુબ ખુશ થાય છે. કહેવાય છે કે “MOTHER IS THE HEART OF THE HOUSE” BUT ” FATHER IS THE HEAD OF THE HOUSE” પિતા એ ઘરમાં મસ્તકનાં સ્થાને હોય છે.

એક પિતાનાં પર્સમાંથી ૧,૦૦૦રૂ. ગૂમ થયા, તેમણે પત્નીને પૂછ્યું, દીકરા – દિકરીને પૂછ્યું કે મારાં પર્સમાંથી ૧,૦૦૦રૂ. કોઈએ લીધાં છે?? બધાએ ના પાડી.

પિતાની આંખોમાં આંસુ આવી ગયા, અરે!! ઉધાર લીધેલા ૧,૦૦૦રૂ. ચૂકવવાનો આજે વાયદો હતો. હવે હું શું કરીશ?? કઈ રીતે ચૂકવીશ… ત્યાં જ દીકરો આવ્યો અને તેણે કહ્યું લો પપ્પા…આ ૧,૦૦૦રૂ. મેં તમારાં પર્સમાંથી ચોર્યા તા.

પિતા કહે બેટા એવી તો તારી કઈ મજબૂરી આવી પડી કે તારે ચોરી કરવી પડી..!!

દિકરો કહે… પપ્પા હું તમને કેટલાં સમયથી કહેતો તો કે મારે બ્રાન્ડેડ શુઝ જોઈએ છે, મારાં ક્લાસમાં બધાં પાસે છે મારી પાસે જ નથી. ત્યાં જ પિતાની આંખોમાં આંસુ આવી ગયા અને કહ્યું બેટા!! હું કેટલો કમનસીબ પિતા છું કે તારા શોખ પૂરા નથી કરી શકતો..!!

કંઈ વાંધો નહીં બેટા… હું જે સવારે ૧૦ થી સાંજે ૬ જોબ કરું છું ને પણ હવે હું over time સવારે ૫ થી ૯ અને રાત્રે ૭ થી ૧૨ જોબ કરીશ, તારા બધાં જ શોખ પૂરા કરીશ.

દિકરાએ આંખમાં આંસુ સાથે કહ્યું… ના પપ્પા મારે કંઈ નથી જોઈતું, જો તમે OVER TIME કરશો તમારી તબિયત બગડશે… મને વસ્તુ નહીં પણ મારા પપ્પા જોઈએ છે… મારા પપ્પા જોઈએ છે.

મિત્રો જીવનમાં ઘણી વાર એવું બનતું હોય છે કોઈ વસ્તુ પપ્પા પાસે મંગાવી હોય પણ સંજોગો એવા હોય, પરિસ્થિતિ કપરી હોય. પપ્પા લાવી ન શક્યા હોય.

કોઈએ સુંદર કહ્યું છે… रोज खाली हाथ लौट आता हूँ मैं, और बच्चें मुस्कराते हैं और मर जाता हूँ मैं…

FATHER’S DAY…. પિતાનો દિવસ…. આપણે HAPPY FATHER’S DAY કહીએ છીએ તો FATHER રોજ HAPPY રહે તેવું ના કરી શકીએ….?

તો ચાલો પપ્પાને સમજીએ, એમની લાગણીઓ ને પ્રેમ કરીએ, માન – સન્માન આપીએ…. એમની સાથે બેસીએ… એમનાં દિલની વાતો સાંભળીએ… અને એક સરસ હગ કરીને કહી દઈએ…. LOVE YOU PAPA….. ???

લેખક : પંકિતા ગિરીશ ભાઈ શાહ…( માં બાપને ભૂલશો નહીં, દિકરી દરીયો વ્હાલનો)

ટીપ્પણી