આ દિવાળીએ મહેમાનો ને હોમ મેઇડ મુખવાસ આપજો !! બનાવો ખુબ સરળ રીતે.…

- Advertisement -

પાન મુખવાસ (Pan Mukhvas)

સામગ્રી-

1 વાટકી ઝીણા સમારેલ નાગરવેંલ નાં પાન
1 નાની વાટકી કલર ફુલ વળીયાળી
2 ટી સ્પૂન ઘાણાદાર
1 ટી સ્પૂન કાચી વળીયાળી
1 ટી સ્પૂન ઝીણી કટકી સોપારી
1 ટી સ્પૂન ગુલકંદ
1/2 ટી સ્પૂન સિલ્વર બોલ્સ
ચપટી ઠંડાઇ પાવડર
1/4 ટી સ્પૂન કાથો

બનાવાની રીત-

ઍક બાઉલ મા સૌ પ્રથમ બધી સૂકી વસ્તુ નાખી મિક્સ કરી લો.પછી તેમાં ગુલકંદ અને કાથો નાખી પાછું બધું મિક્સ કરી લો.
તો તેયાર છે ઍકદમ ટેસ્ટી પાન મુખવાસ

આ મુખવાસ કાચ ની બરણી માં ભરી 10 દિવસ સુધી રહીં શકે છે

ચાંદની ચિંતન જોશી (જામનગર)

હવે તમારે બહારથી મુખવાસ લાવવાની જરૂરત નહિ પડે. શેર કરો આ રીત બીજા મિત્રો સાથે અને લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી