શું તમને પણ રોજ પૂછવામાં આવે છે કે “આજે જમવામાં શું બનાવું?” તો આજે જવાબ આપી જ દો…

- Advertisement -

પંજાબી મિક્સ દાલ ફ્રાય

સામગ્રી :

દાળ માટે

– 1 કપ મિક્સ દાળ ( મગ, તુવેર, ચણા, અડદ, મસુર ની દાળ સરખા પ્રમાણમાં)
– 1 ટી સ્પુન હળદર પાવડર
– 2 1/2 કપ પાણી
– સ્વાદ મુજબ મીઠું

વઘાર માટે :

– 1 ટેબલ સ્પુન તેલ
– 1 ટી સ્પુન રાઈ
– 1 ટી સ્પુન જીરુ
– 2 પીસ લવિંગ
– 1/2 ઈંચ તજ
– 1 પીસ લાલ મરચા
– 1 તજ પત્તા
– 5 લીમડાના પાન
– 1 ગ્રીન મરચી (બારીક સમારેલી)
– 1 કપ કાંદા (બારીક સમારેલા)
– 1 ટામેટા (બારીક સમારેલા)
– 1 ટી સ્પુન હળદર
– 1 ટેબલ સ્પુન લાલ મરચા પાવડર
– 1 ટેબલ સ્પુન ધાણા પાવડર
– 1 ટી સ્પુન ગરમ પાવડર
– 1/2 ઈંચ આદુ છીણેલું
– 2 કળી લસણ
– 1/2 કપ કોથમીર સમારેલી
– 1/4 ટી સ્પુન હીંગ
– લીંબુનો રસ (જરૂરિયાત પ્રમાણે – ઓપશનલ)
– મીઠું સ્વાદ મુજબ

રીત :

– દાળને ધોઈને પાણીમાં ભીંજવી દો.
– બાફતી વખતે હળદર પાવડર, મીઠું ઉમેરી દાળ બાફવી.

વઘાર માટેે :

– તેલને ગરમ કરો.
– રાઈ, જીરાનો વઘાર કરો.
– હીંગ, લાલ મરચા , લવિંગ, તજ, તજ પત્તા, લીમડાના પાન ઉમેરી હલાવો.
– કાંદા નાખી સાંતળો.
– ટામેટા, હળદર, લાલ મરચા પાવડર, ધાણા પાવડર, ગરમ પાવડર, આદુ, લસણ, ગ્રીન મરચી, મીઠું ઉમેરી હલાવો.
– બધા મસાલા બરાબર કાંદા, ટામેટામાં ચડી જાય એટલે દાળ નાખી દો.
– થોડું પાણી ઉમેરો.
– મસાલા દાળમાં મિક્સ થાય એટલે કોથમીર નાખી સર્વ કરો.

ઉર્વી શેઠિયા (મુંબઈ)

તો આજેજ ઘરે જણાવી દો કે શું બનવાનું છે… શેર કરો તમારા મિત્રો સાથે, લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી