“પંજાબી છોલે” નામ સાંભળતા જ મોમાં પાણી આવી ગયું ને ? તો ચાલો આજે એકદમ સરળ રીતથી બનાવીએ.

પંજાબી છોલે

પંજાબી છોલે નું નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય. પંજાબી છોલે સાથે ભાત, કુલચા, ભટુરે ,પરાઠા, કે રોટી કંઈ પણ સર્વ કરો સારું જ લાગે. ચાલો આજે ખૂબ જ ટેસ્ટી અને સરળતાથી બની જાય એવા છોલે ની રીત લઇ ને આવી છું.

પંજાબી છોલે બનાવાની સામગ્રી:

1 વાડકો કાબુલી ચણા લો.

છોલે ચણા બાફવાની રીતે :

1 વાડકો કાબુલી ચણા ને 8-10 કલાક હૂંફાળા પાણીમાં પલાળો.

ત્યારબાદ 3 – 4 પાણીએ ધોઈને કુકરમાં પાણી, મીઠું, તમાલપત્ર, 2 લવિંગ, 2 તજ , 1 ચમચી કોઈ પણ ચાની ભુક્કીને મસલીન કપડાંમાં બાંધીને ચણામાં મૂકી દો.

હવે 6-7 સીટી વાગે ત્યાં સુધી થવા દો. બફાઈ જાય પછી તેમાંથી તમાલપત્ર, તજ, લવિંગ, ચાની પોટલી બધું દૂર કરો. બફાઈને રહેલું પાણી એમાં જ રહેવા દો ગ્રેવી માટે.

વધાર માટે:

2 ચમચા તેલ,
1 ચમચી જીરુ,
ચપટી હિંગ,
1/2 ચમચી હળદર,
11/2 ચમચી મરચું,
1 ચમચી ધાણાજીરું,
2 ચમચા એવરેસ્ટ છોલે મસાલો,

3 સમારેલા ટામેટાં,
2 સમારેલી ડુંગળી,
1 ચમચો આદુ મરચાંની પેસ્ટ,
6- 8 મીઠાં લીમડાના પાન.

રીત:-

સૌ પ્રથમ કડાઈ માં તેલ મુકો. તેમાં જીરુ ઉમેરો. એ થાય એટલે એમાં હળદર, હિંગ, ડુંગળી અને મીઠાં લીમડાના પાન ઉમેરી ને સાંતળો. પછી તેમાં આદું મરચાંની પેસ્ટ ઉમેરો અને સાંતળો.

ત્યારબાદ ટામેટાં ઉમેરીને બરાબર સાંતળો. તેમાં મરચું, છોલેનો મસાલો, ધાણાજીરું ઉમેરીને બરાબર સાંતળી લો.

હવે આમાં બાફેલા કાબુલી ચણા પાણી સાથે જ આ ગ્રેવીમાં ઉમેરો અને ધીમા ગેસ પર 10 -15 મિનિટ પકાવો.

બરાબર ઉકળી એટલે  કોથમીર , આદુના કટકા અને લીંબુ નાખીને

.ગરમાગરમ તમને જે ગમે તેની સાથે સર્વ કરો.

નોંધ:- ચણાને 8-10 હૂંફાળા પાણી માં પલાળો જેથી ખૂબ જ સરસ એકસરખા પલળે છે.

પ્રેશર કુકરમાં પાણી યોગ્ય પ્રમાણમાં મૂકવું. ચપટી સોડા નાખીને પણ બાફી શકાય.

વઘારમાં વધુ ગ્રેવી માટે પાણી વધુ ઉમેરવું હોય તો ગરમ કરી ને જ ઉમેરવું.

બરાબર મસાલો સાંતળી ને જ બાફેલા કાબુલી ચણા ઉમેરો.

જેથી સ્વાદ વધુ સરસ આવે. વઘાર કર્યા પછી ચમચાથી થોડા ચણા ક્રશ કરો.

રસોઈની રાણી : જલ્પા મિસ્ત્રી (અમદાવાદ)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી