પાણીપુરીની પુરી હવે બનાવો ધરે, એ પણ બહાર જેવી જ ફૂલાયેલી ને એકદમ ક્રિસ્પી….

પાણીપુરીની પુરી ધરે બનાવો

પાણી પૂરી નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી ગયા ને.? પાણી પૂરી ને આમ તો પાણી પૂરી, ગોલગપા, ગુપચુપ, પકોડી વગેરે નામો થી ઓડખીએ છીયે. પાણી પૂરી ખૂબ જ ઓછી સામગ્રી માં તેમજ ખૂબ જ સરસ બને છે. આ રીત થી પાણી પૂરી ની પૂરી બ્નવવાથી ખૂબ જ ક્રંચી બને છે.

· નાના બાળકો થી લઈ ને મોટા સુધી બધા જ ની પાણી પૂરી તો ફેવરિટ હોય જ છે. અને પાણી પૂરી ઘરે બ્નવીએ તો પણ મસાલો અને પાણી બનાવતા હોઈએ પૂરી તો બહાર થી જ લાવીએ છીયે. તો આજે પૂરી પણ કેમ ઘરે જ ના બ્નવીએ ?

· આ પૂરી બનાવીને ડબ્બા માં સ્ટોર પણ કરી શકાય છે. આ પૂરી આએક્દ્મ બહાર જેવી જ બને છે.

· પૂરી તો ઘણી અલગ અલગ રીત થી બનાવી શકાય છે. તેમની આ એક મારી રીત છે. તો ચાલો બનાવીએ પાણી પૂરી ની પૂરી.

સામગ્રી:

  • 1 વડકો રવા નો લોટ,
  • ½ વડકો મેંદો,
  • 1 ગ્લાસ પાણી,
  • તેલ તાડવા માટે.

રીત:

સૌપ્રથમ આપણે લઈશું રવા નો લોટ. જેટલી પણ માત્રા માં પૂરી બનાવવી હોય એટલી માત્રા માં આપણે રવા નો લોટ લઈ શકીએ છીયે.ત્યાર બાદ તેમાં ઉમેરીશું પાણી. પાણી ઉમેરી તેને 1 થી 2 કલાક સુધી પલડવાદો. 1 વડકો રવો હોય તો 1 નાનો ગ્લાસ જેટલું પાણી ઉમેરવું. 1થી2 કલાક જેટલો સમય થઈ જાય ત્યાર બાદ બધુ જ પાણી શોષાઈ જશે.હવે એક બાઉલ માં આપણે પાણી મિક્સ કરેલો રવો ઉમેરીશું. જે આએક્દ્મ સોફ્ટ થઈ ગયો હસે.ત્યાર બાદ તેમાં ઉમેરીશું મેંદો. બને ને મિક્સ કરી લોટ બંધવાનો છે. પરંતુ લોટ માં ઉપર થી કોઈ પણ પ્રમાણ માં પાણી કે તેલ ઉમેરવાનું નથી.

હવે લોટ બંધાય જ્ઞ બાદ લોટ ને 10-15 મિનિટ સુધી રેસ્ટ આપી દઇશું. જેથી તે પૂરી બનાવા માટે તૈયાર થઈ જસે.ત્યાર બાદ લોટ માથી નાના લોટ ના લુવા બનાવી આખા પાટલા ની પોહડાંય નું તેને વણી લો. તેને બની શકે તેટલું પાતળું કરવું જેથી પૂરી બરાબર ફુલે.ત્યાર બાદ કોઈ પણ બરણી ના ઢાંકણ વડે તેને ગોળ ગોળ કટ કરી લો.હવે ગોળ ગોળ નાની પૂરી આપણને મડી જશે. જો આમ ના કરવું હોય તો નાની નાની પૂરી વણી પણ શકાય છે.હવે એક પેન માં તેલ ગરમ કરી તેને ધીમી આંચ ઉપર પૂરી તડીએ એવી જ રીતે તળી લેવું.

તો તૈયાર છે ગરમા ગરમ પાણી પૂરી ની પૂરી. જેને ગરમ ગરમ પણ ખાઈ શકાય છે. તેમજ વધારે બનાવી અને ડબ્બા માં સંગ્રહ પણ કરી શકાય છે.

નોંધ: લોટ બાંધવા સમયે પાણી ની જરૂર નથી પડતી કારણકે રવા માં પાણી પહલેથી જ ઉમેરેલું છે. પરંતુ મેંદો વધી જાય અને પાણી ઉમેરવું હોય તો ગરમ કરી ને જ પાણી ઉમેરવું.

રસોઈની રાણી : મેધના સચદેવ(જૂનાગઢ)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

 

ટીપ્પણી