હોમમેડ પાણીપૂરી મસાલો – હવે તમે પણ ઘરે બનાવી શકો છો….!

પાણીપૂરી એ સૌની ગમતી વાનગી …બરોબર ? એમા પણ છેલ્લે મસાલા પૂરીનો ચટકો તો બહુજ ગમે …તો ચાલો બનાવીયે હોમમેડ…

પાણીપૂરી મસાલો (panipuri masala)

સામગ્રી :

25 ગ્રામ જીરુ,
25 ગ્રામ ધાણા,
25 ગ્રામ લાલ મરચું પાવડર,
50 ગ્રામ આમચૂર પાવડર,
10 ગ્રામ મરી પાવડર,
1 ટે સ્પૂન સંચળ (પિંક સોલ્ટ ),
ચપટી હિંગ,
મીઠું સ્વાદ અનુસાર,

 

રીત :

-જીરુ અને ધાણાને મહેક આવે ત્યાં સુધી શેકીને ઠંડા પાડો (સતત હલાવીને શેકવા)
-મિક્ષચર જારમાં તેને બારીક પીસીલો .
-પછી તેને બાકીની બધી સામગ્રી સાથે મિક્ષ કરીને ચાળીલો .
-એર ટાઇટ ડબ્બામાં ભરીલો .

#આ માપથી લગભગ 100 ગ્રામ મસાલો તૈયાર થશે ..
#આ મસાલાને પાણીપૂરી વખતે પૂરી પર ભભરાવાય.
#ફુદીનાનુ પાણી બનાવાય તેમ ના હોય તો આ મસાલામાં પાણી ઉમેરીને પણ વપરાય.
#કોઈ પણચાટ ,ભેળ,સેવ પૂરી વગેરે પર પણ છટાય.

રસોઈની રાણી : રૂપા શાહ (ઓસ્ટ્રેલિયા)

આપ આ વાનગી Whats App અથવા Facebook પર શેર કરી અમારો ઉત્સાહ અચૂક વધારજો !

ટીપ્પણી