પાણી પુરીનાં પાણી વગર પાણીપૂરી અધૂરી છે, તો ચાલો એ ટેસ્ટી પાણી ઘરે ટ્રાય કરીએ સ્ટેપ બાય સ્ટેપ રેસિપી સાથે

પાણી પુરી

પાણી પુરી એ સૌથી લોકપ્રિય ચાટ માની એક છે. આ વાનગી નાના મોટા દરેક ને ભાવતી જ હોય છે . મને તો નવાઈ લાગે જ્યારે કોઈ કહે કે મને પાણી પુરી નથી ભાવતી… એવું બને જ નહીં.
પાણી પુરી માં 2 ભાગ હોય , મસાલો અને તીખું પાણી. જો આ બે એકદમ પરફેક્ટ હોય તો પાણી પુરીનો સ્વાદ જોરદાર હોય છે.

બજાર માં મળતી , ભેળસેળ વાળી , unhealthy પાણી પુરી ખાવા કરતા ચાલો બાળકો ને પીરસિયે ઘર ની સ્વાદિષ્ટ અને hygenic પાણી પુરી ..
સૌ પ્રથમ આપણે ફુદીના ની ચટણી બનાવીશું. આ ચટણી પાણી પુરી નું તીખું પાણી બનાવવા માં ઉપયોગ માં લઈશું. આ ફુદીના ની ચટણી આ સિવાય સમોસા, કચોરી , ભેળ , કે કોઈ પણ પ્રકાર ની ચાટ બધા સાથે પીરસી શકાય.
ફુદીના ની ચટણી માટે ની સામગ્રી :
1. 2 મોટી પણી ફુદીનો
2. 1 વાડકો કોથમીર
3. 10 થી 12 લીલા તીખા મરચા
4. 1 મોટી ચમચી જીરું
5. 1 ચમચી સંચળ
6. 1 ચમચી મીઠું
7. 2 ચમચી લીંબુ

રીત :

કોથમીર, ફુદીનો સમારી અને અન્ય સામગ્રી એક પ્લેટમાં એકથી કરી લો.

તમામ સામગ્રીને મિક્ક્ષરનાં બાઉલમાં ભેગી કરીને ક્રશ કરો.


લ્યો બની ગઈ તાજી અને ફ્રેશ ફ્રેશ પાણીપૂરીના પાણી માટેની ચટણી.

હવે બનાવીએ તીખું પાણી....

સામગ્રી :

1. 4 લોટા પાણી,
2. લિબુ નો રસ , સ્વાદ મુજબ ,
3. 1 મોટી ચમચી સંચળ,
4. મીઠું
5. 2 ચમચી જીરાનો ભૂકો,
6. 1 મોટી ચમચી પાણીપુરી મસાલો (મરજિયાત ),
7. 1.5 મોટા ચમચા ફુદીનાની ચટણી,

રીત : 

પાણીમાં બધું મિક્સ કરી તીખું પાણી તૈયાર કરો.

આ પાણીમાં લીંબુના બદલે આંબાલીનું પાણી ઉમેરી શકાય છે . ચટણીનું માપ તીખાશના હિસાબથી વધારે ઓછું કરી શકાય..

આ તીખું પાણી ફ્રીઝમાં ઠંડુ કરી વાપરવું ..

ખજૂર આંબલીની ચટણી :

આ ચટણી માટે ખજૂર અને આંબલીને થોડા પાણી સાથે બાફી લો. ત્યાર બાદ ચારણિથી સરસ ગળી લો. હવે એમાં મીઠું, 1/2 ચમચી લાલ મરચું, 1 ચમચી ધાણાજીરું અને સ્વાદ અનુસાર ગોળ ઉમેરો. હલાવો એટલે ગોળ ઓગળી જશે. ચટણી જાડી કે પાતળી જેવી જોઈએ એ પ્રમાણે પાણી ઉમેરવું.

ચાલો હવે પિરસિયે આ પાણી… એના માટે સાથે બટાટા, ચણાં અને મગ બાફી લો. ડુંગળી જીની સમારી લો … ખારી બુંદી અને સેવ તૈયાર કરી લો.

બટાટા ચણા ના મસાલા માં આપ મીઠું , લાલ મરચું , હિંગ અને ચાટ મસાલો ઉમેરી શકો. મગ માં પણ લાલ મરચું ઉમેરી શકાય પણ મને મગ માં ફુદીના ની ચટણી ઉમેરી ખાવામાં મજા આવે .

આશા છે આપને પણ પસંદ પડશે આ ચટપટી પાણીપુરી .. જરૂર ટ્રાય કરજો …

રસોઈની રાણી : રૂચી શાહ (ચેન્નાઈ)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

 

ટીપ્પણી

Ad Slot 4 – Below Bottom Related Article Block