Paneer Tikki with Spinich Gravvy (પનીર ટીક્કી વિથ સ્પીનીચ ગ્રેવી)

970227_10201920847689658_274120435_n

 

પોટેટો પનીર ટીક્કી વિથ સ્પીનીચ (પલક) ગ્રેવી :

===========================

 

સર્વિંગ – 2

 

સામગ્રી ટીક્કી માટે :

બટેટા , બાફેલા , છીણેલા – 1 મીડીયમ નંગ

પનીર , છીણેલું – 100 ગ્રામ

કોર્ન ફ્લોઉર – 2 – 3 ટે .સ્પૂન

લાલ મરચું પાવડર – 1 /2 ટી .સ્પૂન

આદુ , ઝીણું કટ કરેલ – 1 ટી .સ્પૂન

મીઠું સ્વાદ મુજબ

મરી પાવડર – 1 /4 ટી .સ્પૂન

ઓઈલ – તળવા માટે

 

રીત ટીક્કી માટે :

એક બોવ્લ માં બધી સામગ્રી મિક્ષ કરી ટીક્કી ને આકાર આપી ને તળી લો .

સામગ્રી પાલક ગ્રેવી માટે :

પાલક – 1 બંચ

લીલા મરચા – 3 નંગ

,લસણ ઝીણું કટ કરેલું – 1 ટે . સ્પૂન

ઓઈલ – 2 ટે .સ્પૂન

જીરું – 1 ટી . સ્પૂન

ગરમ મસાલા – 1 ટી .સ પૂન

ક્રિમ – 4 ટે .સ્પૂન

મીઠું સ્વાદ મુજબ

 

ગ્રેવી ની રીત :

પાલક ને ઉકળતા પાણી માં 1 મિનીટ રાખી ઠંડા પાણી માં નાખી દો . પાણી નીચોવી મીક્ષી બોવ્લ માં લીલા મરચા નાખી ને બ્લેન્ડ કરી લો .

એક પેન માં ઓઈલ લઇ , જીરું , લસણ સાતડો . પલક પેસ્ટ , ગરમ મસાલા , મીઠું નાખી મિક્ષ કરી લો . 2 – 3 મિનીટ સાંતળો . ક્રીમ મિક્ષ કરો અને 1 મિનીટ કૂક કરો . સેર્વિંગ ડીશ માં ગ્રેવી લઇ ટીક્કી મૂકી પીરસો .

રસોઈની રાણી : રિદ્ધિ વસાવડા (પુના)

ટીપ્પણી

No comments yet.

Leave a Reply

error: Content is protected !!