પનીર ટીક્કા પીઝા – પીઝાના સ્વાદની ૨ ઇન ૧ મજા માણો આ ખાસ રેસીપી સાથે

આજકાલ પંજાબી વાનગીઓ અને પીઝા બંને ખૂબ પોપ્યુલર છે. આપે અનેક પ્રકારની પનીરની વાનગીઓ અને વિવિધ સ્વાદના પીઝા તો ખાધા જ હશે પણ આવો અનોખો આસ્વાદ આજે પહેલી વાર માણવા મળશે. આપની મનપસંદ બંને વાનગીઓના સ્વાદની ૨ ઇન ૧ મજા માણો આ ખાસ રેસીપી સાથે… તો ચાલો શીખી લઈએ કેવી રીતે બને છે આ મજેદાર પનીર ટીક્કા પીઝા.

સામગ્રી :

પીઝા માટે :

પીઝા બેઝ
પીઝા સૉસ
બટર
ડુંગળી
કેપ્સિકમ
ટામેટાં
ઝુકીની (ઑપશનલ)
મૉઝેરેલા ચીઝ

પનીર ટીક્કા માટે :

૨૦૦ ગ્રામ પનીરના નાના ટુકડાં

મેરીનેશન માટે :

૨-૩ ટે.સ્પૂ. ઘટ્ટ દહીં
કસૂરી મેથી
શેકેલા જીરાનો પાવડર
મીઠું
૧/૨ ટી.સ્પૂ. લીંબુનો રસ
લાલ મરચું પાવડર

રીત :

૧) એક બાઉલ માં મેરીનેશન માટે ની સામગ્રી અને પનીરના ટુકડાં ઉમેરીને બરાબર ભેળવી લો. મિશ્રણને ૨-૪ કલાક માટે ફ્રીઝમાં મૂકી દો.

૨) પનીર મેરીનેટ થઈ જાય એટલે તેને ફ્રીજમાંથી કાઢી લો. એક પેન માં પનીરના ટુકડા ઉમેરીને તેજ આંચ પર શેકી લો. પનીરના ટુકડાને ચારે તરફથી ફેરવતા રહો જેથી બધી બાજુથી બરાબર શેકાઈ જાય.

૩) દહીંમાંથી બધુ જ પાણી સુકાઈ જાય અને કોરું પડી જાય એટલે ગેસ બંધ કરીને પનીરને બીજા બાઉલ માં કાઢી લો.

૪) પનીર તૈયાર થઈ ગયા બાદ પીઝા તૈયાર કરો. પીઝા બેઝ પર બંને તરફ બટર લગાડો. બેઝની ઉપરની બાજુ પર પીઝા સૉસ લગાડીને તેના ઉપર ઝીણા/લાંબા સમારેલાં કેપ્સિકમ, ડુંગળી, ટામેટાં અને ઝુકીની ગોઠવીને તેના ઉપર પનીર ટીક્કા, ચીલી ફ્લૅક્સ, ઓરેગાનો તેમજ થાઈમ ભભરાવો. તેની ઉપર છીણેલી મૉઝરેલા ચીઝ પાથરો.

૫) હવે એક નોનસ્ટિક પૅન લઈને તેને મધ્યમ આંચ ઉપર ૨-૩ મિનીટ ઢાંકી ને ગરમ થવા મૂકો. તેમાં તૈયાર કરેલો પીઝા મૂકો અને ઢાંકણ ઢાંકી દો. ચીઝ ઓગળી જાય અને પીઝા બેઝ સહેજ કડક થઇ જાય ત્યાં સુધી ધીમા તાપે શેકાવા દો . પીઝા બેઝ નીચેથી બળે નહીં તેનું ધ્યાન રાખો.

૬) પીઝાને પૅનમાંથી કાઢીને પ્લેટમાં મૂકો. ઉપરથી પીઝા મિક્સ ભભરાવીને ૬-૮ ટુકડામાં કાપી લો. તો તૈયાર છે એકદમ મજેદાર પનીર ટીક્કા પીઝા.

રસોઇની રાણી : નિશા પ્રજાપતિ (કંપાલા, યુગાંડા)

આપ સૌને મારી આ વાનગી કેવી લાગી ? મને અચૂક જણાવજો !!

ટીપ્પણી