“પનીર સ્પાઇસી તવા પીઝા” ટ્રાય કરજો, બધાં ચોક્કસથી ખાશે આંગળાં ચાટી-ચાટી!!!

પનીર સ્પાઇસી તવા પીઝા

પીઝા કોને ના ભાવે તેમાય કિડ્સ અને યંગ જનરેશનના તો એકદમ ફેવરિટ તો ચાલો આપણે ઘરે જ બનાવીએ એકદમ હોટેલ જેવા જ ટેસ્ટી પીઝા

સામગ્રી:

* મે અહીં ચાર વ્યક્તિ જેટલી સામગ્રી લીધી છે તમે વ્યક્તિ દીઠ સામગ્રી વધુ-ઓછી કરી શકો છો.

• પીઝા બેઝ( વ્યક્તિ દીઠ એક પીઝા બેઝ લેવો),
• બે મોટી ડુંગરી,
• બે મોટા ટમેટા,
• એક મોટુ કેપ્સીકમ,
• ૫૦-ગ્રામ પનીર,
• ચાર ચીઝ કયુબ,
• એક ચમચી કિચન કિંગ મસાલો,
• લાલ મરચુ સ્વાદઅનુસાર,
• મીઠું સ્વાદઅનુસાર,
• પેપરીકા(ચિલી ફ્લેક્સ),
• ઓરેગેનો,
• ટોમેટો કેચઅપ,
• તેલ,
• ઘી.

રીત:

૧ ડુંગરી,ટમેટા અને કેપ્સીકમ ને એકદમ ઝીણા ઝીણા સમારી લેવા.

૨ પનીરના એકદમ ઝીણા ઝીણા ચોરસ ક્યુબ કરી લેવા.

૩ એક પેનમાં તેલ ગરમ કરી પનીરના કયુબને તેલમાં ડીપફ્રાઇ કરવા.

૪ તળેલા પનીરને તરત જ ઠંડા પાણીમાં કાઢી લેવુ.


* તમને એમ થાસે કે પનીરને તળીને તરત કેમ પાણીમાં કાઢી લેવાનું? આમ કરવાથી પનીર એકદમ સોફ્ટ રહે છે.

૫ પનીર તળ્યુ હોય તે જ પેનમાં એક મોટા ચમચા જેટલું તેલ રાખીને વધારાનુ તેલ કાઢી લેવું એક ચમચા તેલમા ડુંગરી નાખવી અને ગુલાબી રંગની થાય ત્યાં સુધી સાંતળવી.

૬ ડુંગરી ગુલાબી રંગની થાય એટલે તેમા કિચન કિંગ મસાલો,લાલ મરચું અને મીઠું નાખી દેવું.

૭ મસાલા સરખા મિક્સ કરીને તેમા કેપ્સીકમ,ટમેટા અને પનીર ઉમેરી દેવા.

૮ એક લીડ(ઢાંકણા) વાળા પેનને ધીમા તાપે ઢાંકણુ ઢાંકીને પ્રિહીટ કરવા મુકવુ.

૯ એક લોઢી મા પીઝાબેઝને ઘી મા આછા ગુલાબી શેકી લેવા.

‍૧૦ શેકેલા પીઝાબેઝ પર પેલા ટોમેટો કેચઅપ લગાવી,તેના પર તૈયાર કરેલો પનીર સ્પાઇસી મસાલો લગાવવો,તેના પર ચીઝ ખમણી ને ચીઝ ઉપર ચપટી ચપટી ચિલી ફ્લેક્સ અને ઓરેગેનો છાંટવા.

‌૧૧ પ્રિહીટ કરેલા પેનમા નીચે ઘી લગાવી પીઝા મુકી ગેસ બંધ કરીને ઢાંકીને પીઝા ને બે મિનિટ અંદર રાખી મુકવો.


* જેટલી વાર પીઝા બનાવો પેન ને પ્રિહીટ કરવુ અને પીઝા અંદર મુકો ત્યારે ગેસ બંધ કરી દેવો આમ કરવા થી પીઝા એકદમ સરસ બેક થાસે અને નીચેથી બળસે પણ નહી.

પીઝાને કટ કરીને ટોમેટો કેચઅપ સાથે ગરમા ગરમ પીરસો.

રસોઈની રાણી : યોગીતા વાડોલીયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

 

ટીપ્પણી